ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થયો છે અને એમાં પણ યુવાઓના હાર્ટ એટેકના કિસ્સાઓ સામા આવ્યા છે. આવી ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 55,000 જેટલા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનીંગ માટેનું આયોજન સરકારી દ્વારા કરવામાં આવ્યું છે. દરમિયાન 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અંગદાન માટેની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પોલીસ જવાનોને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
37 મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ: ગૃહ વિભાગના 55000 જેટલા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનિંગ બાબતે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં ગોલ્ડન અવધ દરમ્યાન જીવ બચે તેને ધ્યાનમાં લઈને ગૃહ વિભાગના 55000 જેટલા પોલીસ જવાનોને સીપીઆઈ ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં રાજ્યમાં 37 મેડિકલ કોલેજો ઉપરાંત 14 સ્થળો પર 2500 સુધી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયકો પોલીસ જવાનોને સિદ્ધાંતિક અને પ્રેક્ટીકલ સીપીઆરની ટ્રેનિંગ આપશે આ ટ્રેનિંગ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અને હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ ટ્રેનિંગ સવારે 10 થી સાંજના 5 સુધી આપવામાં આવશે.
CPR ટ્રેનિંગ શા માટે જરૂરી?: CPR ટ્રેનિંગ બાબતે ભાજપના નરોડા વિધાનસભા ના ધારાસભ્ય અને ડોકટર પાયલ કુકરાણીએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પોસ્ટ કોવિડ દરમિયાન હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો કજે ટીસરે હાર્ટ એટેક આવ્યા બાદ દર્દી બ્રેન ડેડ પણ થઈ શકે છે એટલે દર્દીને બ્રેન ડેડ સુધીના ફોકજે અને તાત્કાલિક ધોરણે બચાવી શકાય તે માટે દર્દીને CPR આપવું ખૂબ જરૂરી હોય છે. હાલમાં ડોકટર સેલ દ્વારા કોવિડ પછી કેટલા યુવાઓને મૃત્યુ થયા અને મુખ્ય કારણો શું હતા તે બાબતે રિસર્ચ ચાલી રહ્યું છે. પોલોસ જવાનો લોકો વચ્ચે હોય છે અને જો કોઈ આવી ઘટના બને તો જે તે દર્દી બ્રેન ડેડ સુધી ન જાય તે માટે CPR ટ્રેનિગ આપવામાં આવશે.
કાલુપુર રેલવે સ્ટેશન પાસે જવાને બચાવ્યો હતો જીવ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલ કોન્સ્ટેબલ પુસ્તકની આયે મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન જ એકટીવા ચાલક કે જેનું નામ મોહમ્મદ શેખ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ તેઓને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેઓએ હાજર રહેલા કોન્સ્ટેબલને જાણ કરી હતી ત્યારે ટ્રાફિક પોલીસના જવાને તાત્કાલિક ધોરણે વાહન ચાલક મોહમ્મદ શેખને સીપીઆર આપ્યું હતું અને ત્યારબાદ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કોન્સ્ટેબલ મુસ્તાકનીયા નરેશભાઈ નગીનભાઈ અને હસમુખ જોગલને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.