ગાંધીનગર : સીએમ બંગલે બેઠકમાં સ્વામીનારાયણ મંદિરના સંતોમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડો. સંત વલ્લભ સ્વામી અને સાળગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી તેમજ પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ લાલજી પટેલ, મથુર સવાણી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમા શામેલ રહ્યા હતા. સીએમ હાઉસથી સાધુ સંતો નીકળીને સીધા અમદાવાદ ઈસરોની સામે આવેલ સહજાનંદ આશ્રમમાં હિન્દુપરિષજ સાથે બેઠક કરી હતી.
ટૂંક સમયમાં સુખદ અંત આવશે : બોટાદના કષ્ટભંજન હનુમાનજીના ભીંત ચિત્રો બાબતે છેલ્લા કેટલાય દિવસોથી સનાતન ધર્મના સાધુ સંતો અને સ્વામિનારાયણ સાધુ સંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદ ચરમસીમાએ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વિવાદ ખૂબ લાંબો થતા સ્વામિનારાયણ સંતોએ જ સરકારનો એપરોજ કર્યો હતો. આજે સ્વામિનારાયણ સંસ્થાના મુખ્ય 25 જેટલા સંતો પાંચ સામાજિક અગ્રણીઓ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં આ વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ભીંતચિત્રો ઉતારી લેવામાં આવશે : સાધુ સંતોના વિશ્વસનીય સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે જે રીતે વિવાદ વધી રહ્યો હતો તેને ધ્યાનમાં લઈને રવિવારે સાંજે પાંચ વાગ્યે જ સરકાર સાથે મંત્રણા કરવાનું સાધુ સંતોએ વિચારણા કર્યું હતું. ત્યારબાદ આજે બપોરે ત્રણ કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાન હેઠળ 25 જેટલા સ્વામિનારાયણના સંતો અને પાંચ સામાજિક આગેવાનો ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી તથા શિક્ષણ પ્રદાન પ્રફુલ પાનસેરીયા વચ્ચે બેઠક શરૂ થઈ હતી. જેમાં સાધુ સંતોએ સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, અમે હિન્દુ સમાજને કોઈપણ પ્રકારનો નુકસાન કરવા માંગતા નથી. સાથે જ ગુજરાતની શાંતિ પણ ડોળવા નથી માંગતા અમને હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મુર્તી અમે સારંગપુર મંદિર ખાતે તૈયાર કરી છે. જ્યારે ટૂંક સમયમાં અને ગણતરીના કલાકોમાં ભીંતચિત્રો પણ ઉતારવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.