ઉછીના લીધેલા પાંચ લાખ રૂપિયાની ઉઘરાણીમાં સરગાસણના એક યુવકના અપહરણની ઘટના બની હતી. ચાર જેટલા શખ્સોએ યુવકને ગાડીમાં ઉઠાવી જઈ બે કલાક જેટલો સમય ફેરવીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સરગાસણમાં રહેતા જિગ્નેશ પટેલ નામના યુવાનને છ મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતા તેણે પોતાના ઓળખીતા સુરેશભાઈ નામના શખ્સ પાસેથી 5.90 લાખ રૂપિયા લીધા હતા. પાંચ ટકાના વ્યાજે લેવાયેલા પૈસા બાબતે કોઈ લખાણ કરાયું ન હતું. બે-અઢી માસ બાદ તેણે 4 લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતા યુવક કુડાસણ ખાતે મિત્રના કાફેમાં બેઠો હતો ત્યારે શખ્સોએ પૈસા મોડા મળ્યા છે એટલે બીજા 4.45 લાખ રૂપિયા આપવાના નીકળે છે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી હતી. અને તેને ગાડીમાં ઉઠાવીને માણસા થઈ વડાસણ લઈ ગયા હતા. યુવકે 100 પર ફોન કરી દીધો હોવાથી હાલ સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
ઉછીના લીધેલા રૂપિયા પાંચ લાખના લેવડદેવડમાં યુવકનું અપહરણ - gandhinagar latest news
ગાંધીનગર:સરગાસણમાં રહેતા જિગ્નેશ પટેલ નામના યુવાનને છ મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતા તેણે પોતાના ઓળખીતા સુરેશભાઈ નામના શખ્સ પાસેથી 5.90 લાખ રૂપિયા લીધા હતા. પાંચ ટકાના વ્યાજે લેવાયેલા પૈસા બાબતે કોઈ લખાણ કરાયું ન હતું. બે-અઢી માસ બાદ તેણે 4 લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતા યુવક કુડાસણ ખાતે મિત્રના કાફેમાં બેઠો હતો ત્યારે શખ્સોએ પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી હતી અને તેને ગાડીમાં ઉઠાવીને માણસા થઈ વડાસણ લઈ ગયા હતા. હાલ સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
ઉછીના લીધેલા પાંચ લાખ રૂપિયાની ઉઘરાણીમાં સરગાસણના એક યુવકના અપહરણની ઘટના બની હતી. ચાર જેટલા શખ્સોએ યુવકને ગાડીમાં ઉઠાવી જઈ બે કલાક જેટલો સમય ફેરવીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સરગાસણમાં રહેતા જિગ્નેશ પટેલ નામના યુવાનને છ મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતા તેણે પોતાના ઓળખીતા સુરેશભાઈ નામના શખ્સ પાસેથી 5.90 લાખ રૂપિયા લીધા હતા. પાંચ ટકાના વ્યાજે લેવાયેલા પૈસા બાબતે કોઈ લખાણ કરાયું ન હતું. બે-અઢી માસ બાદ તેણે 4 લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતા યુવક કુડાસણ ખાતે મિત્રના કાફેમાં બેઠો હતો ત્યારે શખ્સોએ પૈસા મોડા મળ્યા છે એટલે બીજા 4.45 લાખ રૂપિયા આપવાના નીકળે છે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી હતી. અને તેને ગાડીમાં ઉઠાવીને માણસા થઈ વડાસણ લઈ ગયા હતા. યુવકે 100 પર ફોન કરી દીધો હોવાથી હાલ સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર,
ઉછીના લીધેલા પાંચ લાખ રૂપિયાની ઉઘરાણીમાં સરગાસણના એક યુવકના અપહરણની ઘટના બની હતી. ચાર જેટલા શખ્સોએ યુવકને ગાડીમાં ઉઠાવી જઈ બે કલાક જેટલો સમય ફેરવીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. Body:સરગાસણ દેવનંદન સમીત ફ્લેટ ખાતે રહેતાં 28 વર્ષિય જિગ્નેશ ભવાનભાઈ પટેલએ સેક્ટર- 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ છ મહિના પહેલાં તેને પૈસાની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી તેણે પોતાના ઓળખીતા સુરેશભાઈ ઉર્ફે પીન્ટુભાઈ વીહોલ (રહે-વડાસણ, વીજાપુર,મહેસાણા) પાસેથી 5.90 લાખ રૂપિયા લીધા હતા. ફરિયાદના દાવા પ્રમાણે પાંચ ટકાના વ્યાજે લેવાયેલા પૈસા બાબતે કોઈ લખાણ કરાયું ન હતું. બે-અઢી માસ બાદ તેણે સુરેશભાઈને 4 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. જે બાબતે પણ કોઈ લખાણ કરાયું ન હતું. જે બાદ સુરેશભાઈએ ફોન કરીને પૈસા મોડા મળ્યા છે એટલે બીજા 4.45 લાખ રૂપિયા આપવાના નીકળે છે. Conclusion:કુડાસણ ખાતે મિત્રના કાફેમાં શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યે યુવક બેઠો હતો. ત્યારે સુરેશ વીહોલ સહિત ચાર શખ્સો ઈકો ગાડી લઈને આવ્યા હતા. જેમાં સુરેશ વિહોલે યુવક પાસેથી પૈસાની ઉઘરાણી કરતાં પૈસા આપ અથવા કોઈની પાસે કબૂલાત કરાવી દે કહ્યું હતું. જેથી યુવકના મિત્રએ કાફેમાં કોઈ માથાકુટ ન કરવા અને ઘરે જઈ પૈસાની ઉઘરાણી કરવાનું કહ્યું હતું. યુવકને તેના મિત્રોએ ઘર પાસે ઉતારતા ઈકો ગાડીમાં શખ્સો પાછળ આવ્યા હતા. સાડા નવ વાગ્યાના સુમારે યુવક ઘરે આગળ પહોંચ્યો ત્યારે આવી ચઢેલા શખ્સોએ ફરી પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી હતી. જેથી યુવકે હું પોલીસ બોલાવું છે કહીં 100 નંબર ડાયલ કર્યો હતો. જેથી સુરેશ સહિતના શખ્સોએ તેને ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા. જે માણસા થઈ યુવકને મહેસાણાના વડાસણ લઈ ગયા હતા.
જ્યાં યુવકને મારી નાખવાની ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી હતી. યુવકે 100 પર ફોન કરી દીધો હોવાથી આ તરફ ગાંધીનગરમાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ રહી હતી. તો બીજી તરફ આ શખ્સો યુવકને ગાંધીનગર ઉતારીને પોલીસને જાણ કરીશ તો જમીન વેચીને પણ તને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેને પગલે યુવકે સુરેશ બાબુભાઈ વીહોલ, જયદીપ ઉર્ફે ઢોલો રમેશભાઈ વહીલો, ટીનો ઉર્ફે માસી વીહોલ (તમાર રહે-વડાસણ) તથા GJ-02-CP-8401 નંબરની ઈકો ગાડીના ચાલક સામે અપહરણ અને મોતની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસ્વીર મુકવી