ETV Bharat / state

રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્મા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી - કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા છે. કેન્દ્રીય નેતાગીરીએ રાજસ્થાન કોંગ્રેસના સિનિયર નેતા રઘુ શર્માને ગુજરાતની કમાન સોંપી છે. રાજીત સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી પડ્યું હતું, ત્યારે રઘુ શર્માને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ રઘુ શર્મા હાલમાં રાજસ્થાન સરકારમાં આરોગ્યપ્રધાન પણ છે.

ગુજરાતમાં કોંગ્રેસને ફરી ધબકતી કરવા રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને બનાવવામાં આવ્યા ગુજ. કોંગ્રેસના નવા પ્રભારી

author img

By

Published : Oct 8, 2021, 8:23 AM IST

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બન્યા રઘુ શર્મા
  • રાજસ્થાન સરકારમાં રઘુ શર્મા છે આરોગ્યપ્રધાન
  • પટેલ-ભાઉ સામે ગુજ. કોંગ્રેસને સક્ષમ કરવા રઘુ શર્માને અપાઈ મોટી જવાબદારી

અમદાવાદ: રઘુ શર્મા વિદ્યાર્થી જીવનથીજ રાજકારણમાં છે. રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ તરીકે 1986-87 માં ચૂંટાયા અને ચૂંટણીના અભાવે 30 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રવક્તા પણ તેઓ રહી ચૂક્યા છે. અજમેર જિલ્લાની કેકરી વિધાનસભામાંથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2018માં તેઓ લોકસભા પેટાચૂંટણીમાં અજમેરથી સાંસદ બન્યા હતા. સચિન પાયલટના ક્વોટામાંથી ગેહલોત સરકારમાં પ્રધાન બન્યા અને તે પછી ગેહલોતના સૌથી નજીકના પ્રધાન બની ગયા છે. રાજસ્થાન સરકારમાં આરોગ્ય વિભાગ સાથે માહિતી અને જનસંપર્ક પ્રધાન તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે. તો બીજી તરફ રઘુ શર્મા રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાના પણ એક છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય પ્રધાન તરીકે હાલમાં સક્રિય છે. અને હવે ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જોવું રહ્યું કે ગુજરાતમાં રઘુ શર્માનો પ્રભાવ અને રાજનીતિ કેટલી કામ લાગે છે.

આગામી દિવસોમાં જોવા મળશે ગુજ. કોંગ્રેસમાં ધરખમ ફેરફાર

ગુજરાતમાં કોંગ્રેસને ફરી ધબકતી કરવા રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને બનાવવામાં આવ્યા ગુજ. કોંગ્રેસના નવા પ્રભારી
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ધબકતી કરવા રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને બનાવવામાં આવ્યા ગુજ. કોંગ્રેસના નવા પ્રભારી

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા છે, ત્યારે રઘુ શર્મા નવા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. પ્રદેશ પ્રમુખથી લઇ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોંગ્રેસ નેતા આર.પી.સિઘનું નામ મોરખે ચાલી રહ્યું હતું. પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ભાજપની થિયરી અપનાવામાં આવી છે. સરપ્રાઈઝ આપી ડો.રઘુ શર્માની પસંદગી દિલ્હી હાઇકમાન્ડ દ્વારા કરાઇ છે. ગુજરાતમાં કોંગ્રસે છેલ્લા 25 વર્ષથી સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. 2015ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામ કોંગ્રેસ તરફ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસને આ પરિણામો 2017 વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ લઇ જઇ શકી ન હતી. ત્યાર પછી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક પણ બેઠક મેળવી શકી ન હતી. ત્યારબાદ પેટા ચૂંટણીઓ અને થોડા સમય પહેલા યોજાયેલ ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

નવા પ્રભારી ગુજરાત કોંગ્રેસની ટીમને લીડ કરવામાં કેટલા થશે સફળ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે ડો.રઘુ શર્મા વર્તમાન રાજસ્થાન સરકારના આરોગ્યપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લામાં કેકરી વિધાનસભાથી ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ખુબ નજીક ગણાય છે. કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા રાજીવ સાતવનું કોરોના કારણે નિધન થતા ગુજરાતના પ્રભારીનું પદ ખાલી રહ્યું હતું. ઘણા લાંબા સમયથી અનેક નામ પર અટકળો ચાલી રહી હતી. પરંતુ આખરે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેના નામની જાહેરાત કરી છે. હવે નજીકના દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જો કે, હવે આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પ્રભારી તરીકે ડો.રઘુ શર્માની નિમણૂક કરી છે. ત્યારે જોવાનું રહે છે કે, કોંગ્રેસના નવા પ્રભારી ગુજરાત કોંગ્રેસની ટીમને લીડ કરવામાં કેટલા સફળ રહે છે.

આ પણ વાંચો : અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો : IPL 2021 : દીપક ચહરે મેચ પૂરી થતા જ સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.