ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસની ખાલી જગ્યા (LRD)પર ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી. જેમાં LRDની પ્રેક્ટીકલ પરીક્ષા બાદ હવે 10 એપ્રિલના દિવસે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે LRDની લેખિત પરીક્ષા બાબતે તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને તમામ કેન્દ્રો ઉપર મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
954 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે - ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ચાર શહેરો એટલે કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, બરોડામાં 954 કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલે બપોરે 12:00થી 2:00 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે અને 10 તારીખની લેખિત પરીક્ષામાં કુલ 2.95 લાખ ઉમેદવારો લેખીત પરીક્ષા આપશે.
આ પણ વાંચોઃ વિસનગરમાં પાટીદાર સમાજની 11 દીકરીઓને LRDમાં પસંદગી થતા સન્માન કરાયું
પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન - જે રીતે વન રક્ષકનું પેપર ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતું અને ચોરીની ઘટના સામે આવી હતી તેવું 10 એપ્રિલની પોલીસની પરીક્ષામાં આવી ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ બધામાં કોઈ ગેરરીતિ ન થાય તે અમારી પ્રાથમિકતા છે તે માટે તમામ પ્રકારના સિક્યુરિટીના પગલા લેવામાં આવ્યા છે અને પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન સાથે કોઇપણ ઉમેદવારને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ LRD Written Exam 2022 : 10 એપ્રિલે LRD લેખિત પરીક્ષા, 4 એપ્રિલના રોજ કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ
OMRC શીટ 10 મિનિટ પહેલા આપવામાં આવશે - 12 કલાકે પ્રશ્નપત્ર શરૂ કરવામાં આવશે તેના પહેલા 10 મીનીટ અગાઉ ઉમેદવારોને OMR સીટ આપી દેવામાં આવશે. જેથી કોઈપણ ઉમેદવારોને સમયની ઘટ પડે નહીં અને તમામ પ્રાથમિક વિગતો જેમાં સીટ નંબર બેઠક નંબર તમામ પ્રકારની માહિતી કોઈ માર્કેટમાં ભરાઈ જાય તે માટે દસ મિનિટ વધારાની ફાળવવામાં આવી છે. આમ દસ મિનિટ પહેલા OMR શીટ તમામ ઉમેદવારોને આપી દેવામાં આવશે.
સામાજિક સંસ્થાઓ મદદે - રાજ્યમાંથી 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ચાર સીટીમાં આવી રહ્યા છે ત્યારે અગાઉ એક દિવસ અગાઉ આવું પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી છે. જેમાં સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને આગલા દિવસે ભોજન અને રોકાણની વિનંતી પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આમ કોઇપણ ઉમેદવારને તકલીફ ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યારે આ તમામ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.