ETV Bharat / state

Junior Clerk Exam : 9 લાખ ઉમેદવારો કાલે આપશે જૂનિયર ક્લર્કની પરીક્ષા, આખરે 4 વર્ષ બાદ થયું આયોજન - પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા

રાજ્યમાં આખરે 5 વર્ષે આવતીકાલે (રવિવારે) જૂનિયર ક્લર્કની પરીક્ષા (Junior Clerk Exam in Gujarat) લેવાશે. જોકે, આ વખતે ગીર સોમનાથ જિલ્લાને છોડી તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું Gujarat Panchayat Service Selection Board) આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિશેષ આયોજન પણ કરાયું છે.

Junior Clerk Exam 9 લાખ ઉમેદવારો કાલે આપશે જૂનિયર ક્લર્કની પરીક્ષા, આખરે 4 વર્ષ બાદ આયોજન

author img

By

Published : Jan 28, 2023, 7:57 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં જાહેર પરીક્ષાના પેપરો વારંવાર ફૂટે છે અને ઉમેદવારોએ તૈયારી કરેલી પાણીમાં જાય છે. ત્યારે વર્ષ 2018માં રદ થયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા કાલે (29 જાન્યુઆરી)એ યોજાશે. તેને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ

પરીક્ષા સવારે લેવાશેઃ આ પરીક્ષામાં કોઈ પણ પરીક્ષાર્થીઓ અને ઉમેદવારોને મોબાઈલ ગેઝેટ લઈ જવા દેવામાં આવશે નહીં. ઉપરાંત કોઈ પણ ઉમેદવાર પરીક્ષાના સમય પહેલા પરીક્ષા કેન્દ્ર પણ નહીં છોડી શકે. આમ, પરીક્ષાના સમય દરમિયાન ફરજિયાત તેઓને પરીક્ષા કેન્દ્ર ઉપર જ હાજર રહેવું પડશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક પહેલાં આવવું પડશે. જ્યારે આ પરીક્ષા સવારે 11થી 12 કલાકે યોજાશે.

ગીર સોમનાથ જિલ્લાને છોડીને તમામ જગ્યાએ પરીક્ષાઃ આ પરીક્ષા રાજ્યના ગીર સોમનાથ જિલ્લાને બાદ કર્યા સિવાય તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્ર પર યોજાશે. ગુજરાત પંચાયત પસંદગી મંડળના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથમાં ગેરનીતિના કારણે જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવણી કરવામાં આવી નથી. જ્યારે અન્ય તમામ જિલ્લામાં પરીક્ષા યોજવામાં આવશે.

9 લાખ ઉમેદવારો આપશે પરીક્ષાઃ જૂનિયર ક્લર્કની 1,181 જગ્યા માટે 9 લાખ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે 122 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રની બહાર 144ની કલમ લાગુ કરવામાં આવી છે. ઉપરાંત વર્ગની અંદર પણ 31,000 વધુ સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.

42 સ્ટ્રોંગ રૂમઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ ભારત પરમારે પરીક્ષક બાબતે સુરક્ષાની વાત કરતા જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરને સાચવી રાખવા માટે 42 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષા માટે 8,000 પોલીસ સ્ટાફ સહિત પરીક્ષાલક્ષી કામગીરી માટે 70,000 સરકારી કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવે છે. પરીક્ષા પહેલા પેપર સ્ટ્રોંગથી પરીક્ષા કેન્દ્ર સુધી જાય તે માટે રૂટનું મોનિટરીંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે પેપર લઈને જનાર તમામ વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

પરીક્ષા રૂમમાં સીસીટીવીઃ તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષા કેન્દ્રોમાં પણ સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા છે. તેમ જ આ પરીક્ષા દરમિયાન કુલ 37,000 જેટલા સીસીટીવીટી સર્વેન્સ કરવામાં આવશે. આમ, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ન થાય તેને ધ્યાનમાં લઈને તમામ આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.