ETV Bharat / state

International Yoga Day 2023: આ વર્ષે યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં નહીં થાય, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું... - White desert of Kutch

વિશ્વભરમાં દર વર્ષે 21 મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી અમદાવાદની જગ્યાએ સુરતમાં કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના 75 આઇકોનિક સ્થળોએ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 1.50 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં સહભાગી થાય તેવો અંદાજ છે.

International Yoga Day 2023: આ વર્ષે યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં નહીં થાય, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું...

author img

By

Published : Jun 8, 2023, 5:04 PM IST

હર્ષ સંઘવી

ગાંધીનગર: 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ અથવા તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી અમદાવાદની જગ્યાએ સુરતમાં કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે થશે, સવારે 6 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે 1.50 લાખથી વધુ લોકો સહભાગી થશે.

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ: રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ બાબતે રાજ્ય સરકારના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે. જેમાં 1.25 લાખ લોકો સુરતના Y જંકશન રોડ પર યોગમાં જોડાશે.

75 આઇકોનીક જગ્યા પર યોગ: હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ ઉજવણી કરવામાં આવશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળ હશે. રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 10 ઐતિહાસિક સ્થળો, 7 ધાર્મિક સ્થળો, 17 પ્રવાસન સ્થળ સહિત તમામ જિલ્લા અને 8 તાલુકામાં યોગ કરવામાં આવશે.

વિશ્વભરમાં દર વર્ષે 21 મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે.--- હર્ષ સંઘવી (રાજ્ય રમતગમત પ્રધાન)

‘સમર યોગ કેમ્પ’: છેલ્લા છ મહિનાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આ વખતે પ્રથમ વખત સમર યોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10,000 જેટલા શાળાના બાળકો ઉનાળાના વેકેશન દરમિયાન યોગમાં જોડાયા હતા. જેમાં રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા, ઝોન કક્ષાની યોગ સ્પર્ધા, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા, યોગોત્સવ -૨૦૨૩ કાર્યક્રમ, હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક જ સમયે 41 કાર્યક્રમો યોજાયા હતાં.

રિવર્સ ડિજિટલ વોચમાં કાઉન્ટ ડાઉન શરૂ: રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતતા માટે કેટલા દિવસ બાકી છે તે દર્શાવતી ડિજિટલ કાઉન્ટ ડાઉન ઘડિયાળ ગોઠવવામાં આવી છે. 11 ફુટ ઉંચાઇ ધરાવતી રિવર્સ ડિજિટલ કાઉન્ટ ડાઉન ઘડિયાળ રાજ્યના 50 આઇકોનીક સ્થળો પર મુકાઈ છે. જ્યારે બાળકોમાં નાનપણથી જ યોગ પ્રત્યે જાગૃતતા આવે તે માટે રાજ્યના 100 જેટલા સ્થળો ઉપર દસ દિવસના ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરાયું હતું.

પીએમ મોદી સંબોધન કરશે: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે. જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે. તેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરવામાં આવશે.

યોગ શક્તિનુ અનોખું પ્રદર્શન : યુવાને છાતી પરથી જીપ પસાર કરી, ઝેર ગટગટાવી લીધું

International Yoga Day 2023 : યોગ દિવસની ઉજવણીની તૈયારીરુપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કર્યું આ આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.