ETV Bharat / state

ઈન્ટર્ન ડોકટરની હડતાલ ગેરવ્યાજબી, હડતાલ બંધ કરો નહિ તો ગેરહાજરી પુરાશે : નીતિન પટેલ

સમગ્ર રાજ્યમાં આજે ઈન્ટર્ન ડોક્ટર દ્વારા ટાઈપિંગ વધારાને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે આ હડતાલને લઈને રાજ્ય સરકારમાં પણ પ્રત્યાઘાત પડ્યા હતા. જેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ઈન્ટર્ન ડોક્ટરને સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો તમે લોકો હડતાળ પૂર્ણ નહીં કરો તો તમારી ગેરહાજરી ભરવામાં આવશે અને ઈન્ટરનું સર્ટીફીકેટ લેવામાં પણ તકલીફ પડશે.

ટાઈપિંગ વધારાને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ

author img

By

Published : Dec 14, 2020, 8:16 PM IST

  • રાજ્યના ઈન્ટર્ન ડોક્ટરને સરકારની ચીમકી
  • હડતાલ ગેરવ્યાજબી, સરકારને દબાવવાનો પ્રયાસ ના કરો
  • સમય આવ્યે ચર્ચા કરીશું
  • જો હડતાલ પૂર્ણ નહીં થાય તો ગેરહાજરી પૂરવામાં આવશે

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં આજે ઈન્ટર્ન ડોક્ટર દ્વારા ટાઈપિંગ વધારાને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે આ હડતાલને લઈને રાજ્ય સરકારમાં પણ પ્રત્યાઘાત પડ્યા હતા. જેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ઇન્ટરનેટ ડોક્ટરને સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો તમે લોકો હડતાળ પૂર્ણ નહીં કરો તો તમારી ગેરહાજરી ભરવામાં આવશે અને ઈન્ટર્નનું સર્ટીફીકેટ લેવામાં પણ તકલીફ પડશે.

ઈન્ટર્ન ડોકટરની હડતાલ ગેરવ્યાજબી, હડતાલ બંધ કરો નહિ તો ગેરહાજરી પુરાશે : નીતિન પટેલ

વિધાર્થીઓની હડતાલ ગેરવ્યાજબી
સમગ્ર રાજ્યમાં આજે 2 હજારથી વધુ ઈન્ટર્ન ડોક્ટર દ્વારા હડતાલ કરવામાં આવી છે. સ્ટાઈપેડ વધારાની માંગ સાથે કરેલ હડતાલને રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગેરવાજબી ગણાવી હતી. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હડતાલ કરે તે પહેલાં વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા. પરંતુ મેં તેઓને જણાવ્યું હતું કે, તેઓ અત્યારે ખોટી હડતાલ કરી રહ્યા છે. અત્યારે સરકાર કોરોના અને અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે તમારા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી નથી. પરંતુ જ્યારે સમય મળશે ત્યારે ચોક્કસથી ચર્ચા કરવામાં આવશે. તેવી ખાતરી આપી હોવા છતાં પણ તેઓ આજે હડતાલ કરી છે, જે ગેરવ્યાજબી હડતાલ છે.
સરકારને દબાવવાનો પ્રયાસ ખોટો
વિદ્યાર્થીઓ સાથે બેઠક બાદ પણ વિદ્યાર્થીઓએ હડતાળ કરી છે તે યોગ્ય નથી તે ગેરવાજબી હડતાલ છે. વિદ્યાર્થીઓ ફક્ત સરકારને દબાવવા માટેનો ખોટો પ્રયાસ છે. આ સાથે જ જો તેઓ સમયસર હડતાલ પૂર્ણ નહીં કરે અને પાછા પોતાની ડ્યુટી ઉપર નહીં ફરે તો તેઓની ગેરહાજરી ભરવામાં આવશે. આ બાબતની સૂચના પણ જે તે કોલેજના ડીનને આપી દેવામાં આવી છે અને જો ગેરહાજરી પુરવામાં આવશે તો તેઓને ઈન્ટરશિપના દિવસો પણ વધશે અને ત્યાં સુધી તેઓને ઇન્ટનશિપનું સર્ટિફિકેટ પણ નહીં મળે અને જ્યાં સુધી ઇન્ટરનશિપનું સર્ટીફીકેટ નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાને ડોકટરનું રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં.
સરકાર 13,000 સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ પણ આપે છે
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 13 હજારની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જો તેઓની પાસે રહેવાની સુવિધા ન હોય તો તેઓને રહેવાની સુવિધા અને ખાવાપીવાની પણ સુવિધા મફતમાં આપવામાં આવે છે. તેમ છતાં વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે તે અયોગ્ય હડતાલ છે.
વિદેશથી આવતા વિધાર્થીઓ 1 લાખ ભરીને કરે છે ઈન્ટરશિપ
રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો કોઈ વિદ્યાર્થી જો વિદેશમાંથી MBBS કરીને પરત ગુજરાતમાં ફરે છે અને તેઓને ડોક્ટરનું સર્ટીફીકેટ જોઈતું હોય તો તેઓને ફરજ રીતે ગુજરાતની કોઈ પણ સરકાર માન્ય કોલેજમાં ઈન્ટરશિપ કરવી પડે છે. તેના માટે તેઓને 1 લાખ રૂપિયા જેટલી રકમ પણ ભરવી ફરજીયાત છે. જ્યારે આ વિદ્યાર્થીઓને આવી એક પણ પ્રકારની ફી ભરવી પડતી નથી. તેમ છતાં પણ રાજ્ય સરકાર તેઓને 13,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપે છે. ત્યારે આ જ વિદ્યાર્થીઓ સરકારનો વિરોધ કરે તે કેટલું યોગ્ય રહેશે. આ સાથે જ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સરકારને સમય મળશે, ત્યારે સ્ટાઈપેન્ડ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.