ગાંધીનગર: શહેરી વિસ્તારમાં આજે 10 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જીઇબીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા 51 વર્ષના પુરુષ, સેક્ટર 7માં નિવૃત જીવન વિતાવતા 68 વર્ષીય પતિ અને 64 વર્ષીય પત્ની, સેકટર-24માં ફાર્મસીનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી, 28માં રહેતો અને જીઆઇડીસીમાં ઇલેક્ટ્રોનિક ફેક્ટરીમાં કામ કરતા 63 વર્ષીય વૃદ્ધ, સેક્ટર 4માં પાણીપુરીની દુકાન ધરાવતો 29 વર્ષીય યુવક, સેક્ટર 1માં રહેતો અને પ્રાંતિજમાં સીરામીકની ફેક્ટરી ધરાવતો 60 વર્ષીય પુરુષ સંક્રમિત થયો છે.
જ્યારે સેકટર-24માં રહેતો અને આઈટીઆઈમાં સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતો 26 વર્ષીય યુવક, સેક્ટર 7માં રહેતો અને સેક્ટર 11 હવેલી હોટલ હવાઈ હવેલીમાં ફરજ બજાવતો 48 વર્ષીય સરવન્ટ અને સેક્ટર 22માં રહેતો અને પુરવઠા નિગમની કચેરીમાં ફરજ બજાવતો 58 વર્ષીય ક્લાર્ક સંક્રમિત થયો છે. જ્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા પોઝિટિવ આવ્યા છે, પરંતુ તેમનો કેસ આરોગ્ય વિભાગ દ્વારા બતાવવામાં આવ્યો નથી. સી.જે.ચાવડા હાલમાં યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદમાં સારવાર મેળવી રહ્યા છે.
જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 19 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. તેમાં સરગાસણમાં 33 વર્ષિય મહિલા અને 34 વર્ષના પુરૂષ, ગિફ્ટ સિટીમાં 25 વર્ષનો યુવક, મહુન્દ્રામા 38 વર્ષિય યુવક અને સુઘડમાં 31 વર્ષિય પુરૂષ, શેરથામાં 51 અને ઉનાવામાં 57 પુરૂષ અને ઉવારસદમા 68 વર્ષિય વૃદ્ધનો સમાવેશ થાય છે. દહેગામ અર્બનમાં 66 અને 40 વર્ષિય પુરૂષ, માણસા અર્બનમાં 85, 25, 38 અને 45 વર્ષિય પુરૂષ, કલોલ અર્બનમાં 35 અને 64 વર્ષિય મહિલા, બોરીસણા 54 વર્ષિય અને છત્રાલમાં 55 વર્ષિય પુરૂષ તેમજ શેરીસામાં 48 વર્ષિય મહિલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાના ગ્રામ્યમાં 1086 પોઝિટિવ કેસ અને 44 દર્દીના મોત થયા છે. જ્યારે શહેર વિસ્તારમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 506 થઇ છે.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સહિત જિલ્લામાં 29 કોરોના સંક્રમિત - કોંગી ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ તાંડવ કરી રહ્યો છે. ત્યારે આજે વધુ 29 કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય પણ સંક્રમિત થયા છે. પાટનગરમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસનો સમાવેશ થાય છે. ગ્રામ્યના ચાર તાલુકા પૈકી ગાંધીનગર તાલુકામાં આજે પણ વધુ 10 કેસ સામે આવતાં સંક્રમણ વકરી રહ્યુ હોવાનું પુરવાર થઇ રહ્યું છે.