- ભારતીય કિસાન સંઘ કરશે આંદોલન
- નવા કાયદાઓને લઈને કરશે આંદોલન
- નવા કાયદાઓમાં સુધારો કરવા સરકાર સાથે કરશે મંથન
- સરકાર કાયદામાં સુધારો કરે તેવી માગ
- વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત
ગાંધીનગરઃ કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારને કાયદો સુધારવા બાબતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જે વેપારીઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરે, પાકની ખરીદી કરે તે વેપારીઓએે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે ઉભી કરવી પડશે. પહેલા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચી શકાતો ન હતો. પરંતુ હવે નવા કાયદા પ્રમાણે સમગ્ર દેશમાં પાકનું વેચાણ થઈ શકે ત્યારે ખેડૂતોની રક્ષા માટે વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે. આમ આવા જ રજિસ્ટર થયેલા વેપારીઓને ખેડૂત માલનું વેચાણ કરી શકે.
એમએસપી હેઠળ ખરીદી
કેન્દ્ર સરકારે રજૂ કરેલા બિલ અંગે ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે એમએસપી હેઠળ જ ખરીદી છે તેમ જ પીલરની ખરીદી ચાલુ રહેવી જોઈએ. એપીએમસી માર્કેટ અને માર્કેટની બહાર પણ એમએસપી હેઠળની ખરીદી યથાવત રાખવી જોઈએ.
વેપારીઓ પાસેથી બેંકમાં ડિપોઝીટ ફરજિયાત કરવી
હવે સમગ્ર રાજ્યમાં નવા કાયદા પ્રમાણે પાકનું વેચાણ કરવું શક્ય બન્યું છે. ત્યારે ખેડૂતોના રક્ષણ માટે જે વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓ સમય સંજોગો અનુસાર જો વેપારી સમયસર ખરીદીનું ચૂકવણું ન કરે તો તેની જગ્યાએ બેન્કમાંથી ખેડૂતોને ચૂકવવાનું થાય તેવી વ્યવસ્થાઓ માટેની રજૂઆત પણ સંઘ કેન્દ્ર સરકાર પાસે કરશે.
ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારને નવા સંશોધન અને સુધારા કરવાની ચર્ચા કરવામાં આવશે અને જો કેન્દ્ર સરકાર આ સુધારણા નહીં કરે તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.