ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ સત્તા મંડળો તથા નગરપાલિકામાં ગેરકાયદે બાંધકામને લોકો નિયમિત કરાવી શકે તે માટે ગત વર્ષે અમલી બનાવાયેલા કાયાદની મુદ્દત 17 ફેબ્રાઆરીના રોજ પૂરી થઈ ગઈ છે. આ કાયદા અંતર્ગત બાંધકામને કાયદેસર કરાવવામાં લોકોએ ખાસ કોઈ રસ દેખાડ્યો નથી. જેના કારણે ચાર મહિનાની મુદત લંબાવવામાં આવી શકે છે. સોમવારે આ બિલ વિધાનસભામાં રજૂ થઈ શકે છે. વિધાનસભામાં આ અંગેની ચર્ચા કર્યા બાદ આ બિલ રજૂ થશે. 13000 જેટલી અરજી એકલા અમદાવાદમાંથી મળી છે. કાયદામાં સુધારાના કારણે વધુ અરજી મળે તથા ઈમ્પેક્ટ ફી થકી રાજ્ય સરકારને આવક થાય એવી આશા સરકારે વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના સમાજ સેવક સમજાવે છે ઈમ્પેક્ટ ફીનું A to Z
કારણ આવુંઃ આ બિલમાં સુધારો કરવા પાછળનું એક કારણ એ બતાવાયું છે કે, કાયદો જ્યારે અમલી બન્યો એ સમયે ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં હતી. જેના કારણે નિયમ મુદત દરમિયાન અનધિકૃત વિકાસને નિયમીત કરવા જૂજ કહી શકાય એટલી અરજી મળી હતી. જે અપાયેલી મુદ્દત સામે અપૂરતી હતી. એ માટે ચાર મહિનાની મુદ્દત લંબાવવી જરૂરી સરકારે માની હતી. ગેરકાયદે બાંધાકામો ધરાવતા નાગરિકો વધુ આ અંગેનો લાભ લઈ શકે એ માટે છેલ્લી તક દેવાનો સરકાર કોઈ મોટો નિર્ણય કરી શકે છે. ગેરકાયદે મિકલતને રેગ્યુલરાઈઝ કરી દેવા માટે આ ત્રીજી વખત કાયદો લાવવામાં આવ્યો છે.
સરવે કરાયોઃ મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા, અર્બન ઑથોરિટી ડેવલપમેન્ટ દ્વારા સરવે કરાયો હતો. 3 મહિનાના સેમ્પલ સરવે બાદ 8,320 બિલ્ડીંગ, મકાનો, કોમર્શિયલ બિલ્ડીંગ અને સ્પેશિયલ કેટેગરી બિલ્ડીંગ તેમ જ હોસ્પિટલ અનઅધિકૃત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા લગભગ 35 ટકા જેટલી સરવે કરાયેલી કે, જેમની પાસે બિલ્ડીંગ યૂઝ પરમિશન જ નહતી.
આ પણ વાંચોઃ Bhavnagar news: ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવાની અરજીમાં Special Character કરશે નુકસાન
ફરીવાર કાયદોઃ જાન્યુઆરી 2022 માસમાં શરૂ થયેલા સરવેમાં અમદાવાદની 1,050 બિલ્ડીંગ, સુરતની 1,000, રાજકોટની 750 અને વડોદરાની 800 જેટલી બિલ્ડીંગમાં મંજૂરીનો સરવે કરાયો હતો, જેમાં અમદાવાદની 1,050 બિલ્ડીંગમાંથી 32 ટકા બિલ્ડિંગમાં પરમિશન જ નહતી. જ્યારે તમામ 2,160 બિલ્ડીંગ નગરપાલિકા, 5600 કૉર્પોરેશન વિસ્તારમાં, 560 બિલ્ડીંગ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા સરવે કરાયો હતો. ભૂતકાળમાં રાજ્ય સરકારે વર્ષ 2005, 2011માં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવી હતી. ત્યારે હવે ફરીથી 2022 અને 2023માં કાયદો લાવવાની જરૂર પડી છે.