ETV Bharat / state

Holi 2022: ગુજરાતમાં સૌથી મોટું હોળી દહન ગાંધીનગરના પાલજમાં, જાણો પરંપરા - Holi 2022 Date in Bihar

ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની( Holi of Palaj village of Gandhinagar)સૌથી મોટી 35 ફુટ હોળીનું દહન કરવામાં આવે છે. ગામના અને ગામની આસપાસ લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર આ હોળીમાં(Holi 2022 )ભાગ લે છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.

Holi 2022: ગુજરાતમાં સૌથી મોટું હોળી દહન ગાંધીનગરના પાલજમાં થાય

author img

By

Published : Mar 17, 2022, 8:59 PM IST

ગાંધીનગરઃ ભારતમાં હોળીનું પર્વ ભકત પ્રહલાદની યાદમાં (Holi 2022 )ઉજવાય છે. પ્રહલાદ અસુર યોનિમાં જન્મ થયો હોવા છત્તા ભગવાન વિષ્ણુ પ્રત્યે તેને અનન્ય ભક્તિ હતી. જ્યારે તેના પિતા હિરણ્યકશિપુને ઈશ્વર પ્રત્યે દ્વેષ હતો. આથી પ્રહલાદને મારવા હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા સાથે યોજના બનાવે છે. હોલિકાને આગમાં ન બળવાનું વરદાન હોય છે. એટલે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેસે છે. પરંતુ વિષ્ણુ કૃપાથી પ્રહલાદ જીવે છે અને હોલિકા બળે છે.

ગુજરાતમાં સૌથી મોટું હોળી દહન

ગાંધીનગરના પાલજ ગામની હોળી - સમગ્ર દેશમાં ફાગણી પૂનમે આ પ્રસંગની યાદમાં રાત્રે હોલિકાનું દહન ( Holi of Palaj village of Gandhinagar)કરવામાં આવે છે. એ જ ઉપલક્ષમાં ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી 35 ફુટ હોળીનું દહન કરવામાં આવે છે. ગામના અને ગામની આસપાસ લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર આ હોળીમાં ભાગ લે છે. પંદર દિવસ પહેલાં લાકડાઓ લાવીને હોળી દહનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગામના ચાચરચોકમાં માતા મહાકાળીનું મંદિર છે. પહેલા તેમની આરતી થાય છે. ત્યારબાદ હોળી (Gujarat largest Holi Dahan)પ્રગટાવાય છે. આ હોળીના દર્શન કરવાથી સર્વ વિઘ્નો દૂર થાય છે. તેવું ગામના પ્રદીપ શાસ્ત્રીનું કહેવું છે.

તંત્રની તૈયારીઓ - ગામમાં સૌથી ઊંચી હોળી પ્રગટે છે અને મેળા જેવો માહોલ હોય છે. હજારો લોકો ભેગા થાય છે. ત્યારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ બંને ગામમાં ઉપસ્થિત હોય છે.

વડવાઓના સમયથી ચાલી આવતી પરંપરા - પાટનગરના પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જુની પરંપરા છે. નવાઇની વાત એ છે કે ઘગઘગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતા તેઓ દાઝતા હોતા નથી. આજની પેઢી માટે ચમત્કાર લાગતી આ બાબત આ ગામના લોકો માટે તો શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ Holi 2022: શા માટે સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે ? જાણો

પાલજ ગામે હોલીકા દહન - હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.

પચીસ ફૂટ ઉંચો લાકડાઓનો ઢગલો - આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે તેના સતના કારણે ઘગઘગતા અંગારાઓ પર ચાલવા છતા આજદીન સુધી એકપણ શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. હોળીના દિવસે મોડી સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. તે પહેલા ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ પડાતો હોય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી કરાતી હોય છે. આ અંગે આ ગામમાં રહેતા જગુજી ભવાનજી બિહોલાના જણાવ્યા મુજબ હોળીના દશ પહેલા જ તેની તૈયારીઓ આરંભી દેવાતી હોય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડાઓ લઇ આવતા હોય છે. આશરે પચીસેક ફૂટ ઉંચો લાકડાઓનો ઢગલો કરતા હોય છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લઇ આવતા હોય છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોમી દેવાતા હોય છે.
આ પણ વાંચોઃ Holi 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.