ETV Bharat / state

Mung bean Support Price: ખેડૂતો આનંદો, સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે કરશે ખરીદી - મગની ઓનલાઇન નોંધણી

રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકાના ભાવે ખરીદીનો ખેડૂતોને લાભ લેવા સરકારે અનુરોધ કર્યો છે. રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી દિવસોમાં ચાલુ થશે.

Mung bean Support Price : ખેડૂત માટે ખુશીના સમાચાર, ઉનાળુ મગની ટેકાના ભાવે સરકાર કરશે ખરીદી

author img

By

Published : May 22, 2023, 8:06 PM IST

ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ 7755 પ્રતિ કિવ. રહેશે તેવું જાણવા મળ્યું છે.

37 ખરીદ કેન્દ્રો પર ખરીદી : વધુમાં મળેલી માહિતી અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તારીખ 29,5,2023થી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તારીખ 1,06,2023ના રોજથી શરૂ કરવામાં આવશે. તેમાં ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.

કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન : રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુશાંગિક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

PMJAY કાર્ડ પર 10 લાખ સુધીના લાભની સરકાર ક્યારે કરશે શરૂઆત, જુઓ રિપોર્ટ

Thalassemia Disease: લગ્ન પહેલા ફરજિયાત થેલેસેમિયા ટેસ્ટ જરૂરી, સરકાર લાવશે કાયદો

Clerk Examination Rule : સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા, બે તબક્કામાં લેવાશે પરીક્ષા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.