ETV Bharat / state

Gujarat Government Chintan shivir: ગુજરાત સરકારની ત્રિદિવસીય દસમી ચિંતન શિબિર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે - Gujarat Government three day contemplation camp

ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાવવવા જઈ રહી છે. શિબિરમાં રાજ્યના મુખ્યપ્રધાન તથા વરિષ્ઠ સચિવો, વહીવટી, સનદી અધિકારીઓની ભાગ લેશે. આ બેઠક એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે.

gujarat-government-three-day-contemplation-camp-will-be-held-at-statue-of-unity

author img

By

Published : May 6, 2023, 2:57 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારની ચિંતન શિબિરની 10મી શ્રેણીનો પ્રારંભ તારીખ 19 મે, 2023 ને શુક્રવારે કેવડીયા ખાતેથી થશે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન, પ્રધાનો, મુખ્ય સચિવો સહીત સનદી અધિકારીઓ હાજર રહેશે. આ સિવાય બેઠકમાં જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશનરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જોડાશે.

ચિંતન શિબિરની 10 મી શ્રેણી: પીએમ મોદીએ 2003 થી ચિંતન શિબિર શરૂ કરાવી હતી. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી ચિંતન શિબિરના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બેઠકમાં લોકો હિતોને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ મામલે ચિંતન થશે. ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો દરરોજ સવારે યોગ અભ્યાસ સત્રથી પ્રારંભ થશે. આ ચિંતન શિબિરની શૃંખલા ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેક છેવાડાના માનવીને થાય તેવી સુચારૂ વહીવટી પ્રક્રિયાઓ, નવા વિચારો અને સામુહિક ચિંતન અભિવ્યક્તિના આશયથી શરૂ કરવામાં આવી હતી.

પાંચ વિષય પર ગ્રુપ ડિસ્કશન: 10મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયવસ્તુ સાથેના ચર્ચાસત્રો, ગ્રૂપ ડિસ્કશન્સ યોજાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓના પ્રત્યેક ગ્રુપમાં 45 એમ પાંચ ગ્રૂપમાં ચર્ચા સત્રોમાં જોડાશે અને પોતાના નિષ્કર્ષ, ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો

Gandhinagar News : રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે, કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો

SCO Summit in Goa: જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- ટેરર ​​ફંડિંગ રોકવાની જરૂર

તૈયારીઓ પૂર્ણ: આ ત્રિ-દિવસીય ચિંતન-શિબિર દરમિયાન શિબિરાર્થીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અને સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝની મુલાકાત, લાઈટ એન્ડ સાઉન્ડ શો નિદર્શન તેમજ નર્મદા આરતીમાં સહભાગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા આ ચિંતન શિબિરના સમગ્ર આયોજનના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.