ગાંધીનગર : વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાબતે ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના અધ્યક્ષ સ્થાન હેઠળ તમામ વિપક્ષો પણ એક થયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ વિપક્ષો સાથે જોડાઈ છે, જ્યારે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ભાજપ દ્વારા વિશ્વાસુ નેતાઓને પ્રભારી તરીકે નિયુક્તી કરી છે. પંજાબના પ્રભારી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પંજાબ એકલા હાથે સર કરશે તેવુ નિવેદન ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રશ્ન : કેન્દ્રીય ભાજપે પંજાબની જવાબદારી સોંપી છે તેને કઈ રીતે જુઓ છો?
જવાબ : વિજય રૂપાણીએ ETV ભારતના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, જેથી પંજાબની જવાબદારી મને સોંપવામાં આવી છે. ત્યારે તે પંજાબમાં અને એક વખત અલગ અલગ વિસ્તારની મુલાકાત કરી છે અને અનેક બેઠકોમાં ભાગ લીધો છે. જલંધરની ચૂંટણીમાં હું સળંગ એક મહિનો પંજાબમાં જ રોકાયો હતો, મારું શૌભાગ્ય છે કે પંજાબની જવાબદારી મને આપવામાં આવી છે. કારણ કે, દિલ્હીમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તા તરીકે હતા ત્યારે તેઓને પણ પહેલા પંજાબની જ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે મને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું નરેન્દ્ર મોદીના પથ ઉપર ચાલીને આ જવાબદારી સંભાળી રહ્યો છું. દેશ માટે પંજાબ ખૂબ જ મહત્વનો પ્રદેશ છે, જ્યારે હું મારી તમામ શક્તિનો ઉપયોગ અહીંયા કરી રહ્યો છું.
પ્રશ્ન : કોગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યા છે?
જવાબ : પંજાબ પ્રભારી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પંજાબની જનતાએ સરકાર બનાવવામાં ખાસો એક્સપરિમેન્ટ કર્યો છે. પંજાબની જનતાએ કોંગ્રેસની સરકાર બનાવી તેમાં દુઃખી થયા હતા. વર્ષ 1984ના દંગામાં કોંગ્રેસની સરકારે અનેક શીખ સમુદાયના લોકોને માર્યા હતા તેનો ઇતિહાસ પણ આપણી સામે છે. અકાલી દળની પણ સરકાર બની હતી જેમાં ભાજપ એક નાના ભાઈ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. પરંતુ અમને ક્યારેય મુખ્યપ્રધાનનું પદ મળ્યું નથી. બાદમાં પંજાબની જનતાએ સરકાર બનાવવામાં મોટો બદલાવ કર્યો આમ આદમી પાર્ટીની સરકાર બનાવી ત્યારે અત્યારે હાલમાં પંજાબની જનતા આમ આદમી પાર્ટીથી ખૂબ જ નારાજ છે. હવે પંજાબના લોકો પણ માની રહ્યા અને સામાન્ય વ્યક્તિ પણ કહી રહ્યા છે કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હાલના સમયમાં આમ આદમી પાર્ટીની સરકારમાં ખુલ્લેઆમ મર્ડર, ચોરીની ઘટનાઓ બની રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર જોઈને પંજાબના લોકો અમને કહે છે કે, અમારે યોગી જેવા મુખ્યપ્રધાન જોઈએ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને જ મુખ્યપ્રધાન તરીકેની જોવાની માંગ પંજાબની જનતા કરી રહી છે. આમ ભાજપમાં કોંગ્રેસના આમ આદમી પાર્ટીના અને અકાળી દંળના લોકો ભાજપમાં જોડાઈ રહા છે અને હવે આવનારા દિવસોમાં સંગઠનો પણ કરવામાં આવશે.
પ્રશ્ન : અકાલીદળ સાથે ગઠબંધન થશે?
જવાબ : હાલમાં પંજાબમાં ભાજપ અને અકાલીદળના ગઠબંધન થશે તેવી વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ETV ભારતના પ્રશ્નમાં વિજય રૂપાણીએ પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે, આવનારી તમામ ચૂંટણીમાં કોઈ જ પ્રકારના ગઠબંધન કરવામાં નહીં આવે. આ એક અફવા છે જ્યારે પંજાબમાં તમામ ચૂંટણીઓ ભાજપ એક હાથે જ લડશે. વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ પંજાબમાં ભાજપ એકલા હાથે જ ચૂંટણી લડશે અને જીત પણ મેળવશે.