ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા નથી અને છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ખેંચાયેલા વરસાદ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે, જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે કેટલું પાણી છોડવું જરૂરી છે તે અંગેનું પણ આયોજન કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં સિંચાઈના પાણી છોડવા બાબતનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે આ કેબિનેટ બેઠકમાં કેટલું પાણી કયા ઝોનમાં કેટલા પ્રમાણમાં છોડવું તે અંગેનો નિર્ણય પણ લેવામાં આવશે.
ખેડૂતોને વીજ પુરવઠો પૂરતો અપાશે : રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ઉભા પાકનો નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને પુરવઠો આપવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. આમ સિંચાઈનું પાણી છોડાયા બાદ ખેડૂતો સમયસર પાકને પિયત કરી શકે તેને ધ્યાનમાં લઈને બેઠકમાં ખેડૂતોને સતત વીજ પુરવઠો આપવાની ચર્ચા પણ થઈ શકે છે.
તહેવારોને લઈને સમીક્ષા થશે : ગુજરાતમાં આવનારા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે કોઈપણ ધાર્મિક સ્થળોએ ભારે ભીડ ભાડના કારણે કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પણ કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવશે. જેમાં ગૃહ વિભાગ દ્વારા કઈ પણ કાચું ન કપાય અને તહેવારો શાંતિ અને સલામતી વચ્ચે પૂર્ણ થાય તે રીતનું આયોજન અને સુરક્ષાની સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
વેસ્ટર્ન ઝોનલ બેઠક બાદ કેબિનેટમાં ચર્ચા : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રના મુખ્ય મેદાનો ગૃહપ્રધાનો અને સચિવ સાથે સિંગલ કોન્ફરન્સ કરીને બળાત્કારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા બાબતનો આયોજન આરોગ્યની સુવિધાઓ આંતર માળખાકીય સુવિધાઓ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા પણ કેન્દ્રીય અમિત શાહ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું ચર્ચા પણ કરવામાં આવશે.