ETV Bharat / state

Gujarat Cabinet Meeting: ગુજરાતમાં પીવાના પાણી મુદ્દે ચર્ચા, યોગ્ય વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ

ગાંંધીનગરમાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting)આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે હિંમતનગર અને ખંભાતમાં બે જૂથ અથડામણ થઇ છે તે બાબતે પણ સામાન્ય ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના બનાસકાંઠાના કાર્યક્રમ બાબતે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા થઈ હતી.

Gujarat Cabinet Meeting: ગુજરાતમાં પીવાના પાણી મુદ્દે વિશેષ ચર્ચા, પાણીની વ્યવસ્થા બાબતે અધિકારીઓને કડક સૂચના

author img

By

Published : Apr 13, 2022, 1:43 PM IST

Updated : Apr 13, 2022, 5:47 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting)આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ-1માં કેબિનેટ હોલમાં કેબિનેટ બેઠક મળી હતી. મહત્વની વાત કરવામાં આવે તો આજની કેબિનેટ બેઠકમાં ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 તારીખે ગુજરાતના (PM Modi visit to Gujarat)પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટ બેઠક

પાણીને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પાણીના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણી બાબતે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. સાથે જો રાજ્યમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણીની ચોરી થતી હશે તો પણ એવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે રાજ્ય સરકારે પાણી બાબતે એક ટોલ ફ્રી 1916 નંબર પણ જાહેર (Toll free number for water related complaints)કર્યો છે જેમાં કોઈ પણ પ્રકારની પાણીને લગતી ફરિયાદ કરી શકાશે.

21 ગામમાં ટેન્કર થી પીવાના પાણી સગવડ - જીતુ વાઘાણીએ કચ્છ જિલ્લામાં પીવાના પાણી બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છના 21 જેટલા ગામોમાં 36 ની મદદથી 114 ઉપેરા કરીને રોજ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ કચ્છ અને બનાસકાંઠા સહિતના અનેક જગ્યા ઉપર જ્યાં પાણીની અછત છે તેવા જિલ્લાઓમાં ઓનલાઇન તાલુકાઓમાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની અછત રહે નહીં તે બાબતે પણ અધિકારીઓ એક ખાસ સુચના આપવામાં આવી છે. ઉપરાંત પાણીનો બગાડ ન થાય તે બાબતે પણ રાજ્ય સરકાર જરૂરી પગલાં લેશે અને જાહેરાતો પણ કરશે સાથે જ જો પાણીની ચોરી કરનારા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સેવા સેતુના કાર્યક્રમ યોજાયા - સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી જણાવ્યું કે રાજ્યની જનતાને 54 જેટલી સેવા ઓનલાઇન મળી રહે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગત અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ પણ રાજ્યમાં રાખ્યો હતો પરંતુ VIP મોમેન્ટના લીધે જામનગર, પોરબંદર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા. ત્યારે સેવા સેતુ કાર્યક્રમ રાજ્યમાં કુલ 4,99,969 અરજીઓ અલગ અલગ વિભાગની સામે આવી હતી જેમાં 4,99,914 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે જે 4 જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો તે આવનારા દિવસમાં યોજવામાં આવશે.

12 વર્ષ જૂનો ઓવરબ્રિજ પૂર્ણ - ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જેમાં છેલ્લા 12 વર્ષથી ભુજથી ભચાવ સુધીનો ઓવરબ્રિજ સુધીનું ચાલી રહ્યું છે એ બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન ટેકનિકલ કારણો અને કોર્ટ મેટરના કારણે છેલ્લા 12 વર્ષથી ઓવર બ્રીજનું કામ પૂર્ણ થતું ન હતું. પરંતુ તે કામ હવે 108 કરોડના ખર્ચે વીજ તૈયાર કરવામાં આવ્યો છે. જે આવનારા દિવસમાં લોકાર્પણ કરવામાં આવશે, સાથે જ મધ્ય ઝોન સૌરાષ્ટ્રને જોડતા તારાપુર તારાપુર માર્ગનું કામકાજ પણ શરૂ કરવામાં આવશે. જેમાં એક કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર કાપી શકાશે ઉલ્લેખનીય છે કે ફેસ 1નું કામ હવે પૂર્ણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફેજ 1નું લોકાર્પણ ટૂંક સમયમાં થશે.

આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં થયેલ હિંસા મામલે બેઠક યાજાઇ, પરિસ્થિતિ પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લેવાશે

પીવાના પાણી મુદ્દે થશે ચર્ચા - કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી બાબતે કેટલો જથ્થો (Drinking water distribution in Gujarat )અત્યારે ડેમમાં સ્ટોરેજ કરવામાં આવ્યો છે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળાના સમય દરમિયાન ત્રણ દિવસે એક વાર પાણી આવે છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની કોઇ પણ(Amount of water in the dams of Gujarat) પ્રકારની સમસ્યા સામે આવી નહીં તથા ટેન્કર રાજ જોવા મળે નહીં તે બાબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રાજ્યના ડેમમાં પાણીનો જથ્થો કેટલો છે તે બાબતની પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાની વિશેષ ચર્ચા થઈ હતી સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પીવાના પાણીને લઇને ચર્ચા થઈ હતી જ્યારે પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આમ જળાશયમાં પણ પાણીનો સ્ટોક જળવાઈ રહે સાથે જ જે જગ્યાએ જવું છે ત્યાં પાણીકાપ આપવાની પણ સૂચના કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

હિંમતનગર અને ખંભાત ઘટનાની ચર્ચા - કેબિનેટ બેઠકમાં હિંમતનગર અને ખંભાતમાં બે જૂથ અથડામણ (Two groups clash in Himmatnagar and Khambhat)થઇ છે તે બાબતે પણ સામાન્ય ચર્ચા કરવામાં આવી હતી. ખંભાતની સ્થિતિને લઈને મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલ ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ ખંભાતમાં શાંતિ જળવાય તે માટે પણ ગૃહવિભાગને વિશેષ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત હિંમતનગરમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાની બેઠકમાં ચર્ચા થઈ હતી ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોડી રાત્રે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે પણ આ બાબતે ખાસ બેઠક યોજાઇ હતી.

બનાસકાંઠામાં વડાપ્રધાનું આગમન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 અને 20 એપ્રિલના દિવસે ગુજરાતના પ્રવાસે (PM Modi visit to Gujarat)આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાર્યક્રમ બાબતે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે અને ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલના રોજ બનાસકાંઠાના દિયોદરમાં બનાસડેરી દ્વારા નિર્મિત 400 કરોડના ખર્ચે તૈયાર થયેલી સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે સાથે જ જામનગર ખાતે વિશ્વના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું ખાતમુહૂર્ત કરાશે તે બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. જ્યારે 20 એપ્રિલ દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. 19 અને 20 એપ્રિલના કાર્યક્રમની તમામ આયોજન અને સુરક્ષાની તૈયારી અને ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.

Last Updated : Apr 13, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.