ગાંધીનગરઃ રાજ્યમાં 7થી 9 ફેબ્રુઆરી સુધી જી20ની બેઠકનું આયોજન કરાશે. આ બેઠક કચ્છમાં યોજાવા જઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત કેબિનેટની બેઠક મંગળવારે (7 ફેબ્રુઆરી)એ સવારે 10 વાગ્યે યોજાશે. ચર્ચાની વાત કરવામાં આવે તો, મળતી માહિતી પ્રમાણે જંત્રીમાં કરવામાં આવેલા ભાવવધારા અંગે આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
જંત્રીના ભાવવધારા અંગે ચર્ચા કરાશેઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે જ તાત્કાલિક ધોરણે ગુજરાતની તમામ જમીનોના જંત્રીના ભાવ ડબલ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે (સોમવારે) બિલ્ડર એસોસિએશન સાથે મુખ્યપ્રધાનની બેઠક યોજવામાં આવી હતી. તેમ જ જંત્રીમાં કરવામાં આવેલા ભાવવધારાને આજથી નહીં પરંતુ ત્રણ મહિના પછી એટલે કે 1 મેથી લાગુ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે કેબિનેટ બેઠકમાં પણ આ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. જ્યારે અનેક પ્રજાજનોને બિલ્ડરો દ્વારા પણ રજૂઆત કરાવી છે. ત્યારે કેબિનેટ બેઠકમાં જંત્રી બાબતે પણ ચર્ચા થઈ શકે છે.
બજેટ સત્ર અંગે ચર્ચાઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે તમામ વિભાગોમાં જે સુધારાવધારા કરવાના છે. જે બીજો સુધારા વધારા કરવાનો છે. તે અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. આમ, ગુજરાત વિધાનસભા વધુમાં રાજ્ય સરકાર અને એક સુધારા બિલ લાવશે. ત્યારે આ બિલમાં કયા પ્રકારના સુધારા થઈ શકે તે બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
પેપર લીક મામલે ચર્ચાઃ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને નવું બિલ લાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કાયદા વિભાગ દ્વારા કઈ રીતે નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવે અને કડકમાં કડક જોગવાઈનું દાખલ કરવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આમ, કેબિનેટ બેઠકમાં પેપર લીક મામલે નવા કાયદા અને નિયમો અંગેની પણ ચર્ચા થશે.
આ પણ વાંચો Gujarat in Union Budget 2023 : મુખ્યપ્રધાને 2047માં દેશના અમૃતકાળના રોડમેપનું બજેટ ગણાવ્યુ
G20 બાબતે નિર્ણયઃ ગુજરાતમાં G20ની 16 જેટલી બેઠકો યોજાવવા જઈ રહી છે. ત્યારે કચ્છ બાદ અમદાવાદમાં પણ G20ની બેઠકો યોજાશે. આમ, અમદાવાદમાં આવનારા દિવસોમાં આ બેઠક યોજાવાની છે. એટલે G20 બેઠક બાબતે પણ ખાસ સમીક્ષા સાથેની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.