ગાંધીનગર: ગુજરાતમાં ડુંગળી અને બટેકાએ ખેડૂતોને ભર ઉનાળામાં રડાવ્યા છે. ડુંગળી અને બટેકાના બજાર ભાવ સંપૂર્ણ તળિયે ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત સરકારને ખેડૂતોની મદદે આવવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈને વિરોધ થયો હતો. જેમાં આજે પ્રશ્નોત્તરી બાદ વિધાનસભાના નિયમ 44 હેઠળ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે બટેકા અને ડુંગળી માટે પણ 330 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ડુંગળીના ભાવ ઓછા: લાલ ડુંગળી 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની શક્યતાઓ વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે લાલ ડુંગળીની પરિસ્થિતિ બાબતે જણાવવું હતું કે વધુ માલ આવવાના કારણે લાલ ડુંગળીના ભાવ ઓછા થયા છે. ફેબ્રુઆરી 2013માં લાલ ડુંગળીના 271 ક્વિન્ટલ શ્રીરાજ ભાવ છે. સામાન્ય રીતે લાલ ડુંગળીનો પાક માર્કેટમાં ફેબ્રુઆરીથી મેં સુધીમાં વેચાણ અર્થે એપીએમસીમાં આવે છે. ડુંગળીનો અંદાજિત વાવેતર વિસ્તાર 0.80 લાખ હેક્ટર અને અંદાજિત ઉત્પાદન 19.28 ટન થવાની શક્યતા છે. જ્યારે ચાલુ વર્ષે અંદાજિત 7,00,000 મેટ્રિક ટન લાલ ડુંગળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. જયારે બટેકામાં 1.31 લાખ હેકટરમાં બટાટાનું ઉત્પાદન થયું છે. જેમાં 40.26 લાખ મેટ્રિક ટન જેટલું વધારે ઉત્પાદન થવાની શકયતાઓ સરકારે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રમાં સહાય: રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એપીએમસીમાં ડુંગળી વેચનાર ખેડૂતોને એક ઘટના દીઠ ₹100 એટલે કે એક કિલોગ્રામ એ રૂપિયા બે અને વધારે વધારે ખેડૂત દીઠ 500 કટ્ટા(250 કવીંટલની) મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવશે. સૌરાષ્ટ્ર વિસ્તારની એપીએમસીમાં વેચાણ વખતે સાડા ત્રણ લાખ મેટ્રિક ટર્મ જથ્થા માટે ગત વર્ષની સહાય યોજનાના ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત 70 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી.
સબસીડી ચુકવણી: ટ્રાન્સપોર્ટ અને નિકાસ માટેની વ્યવસ્થા રાઘવજી પટેલ ગુજરાતની ડુંગળી અને બટેકા ને અન્ય રાજ્યમાં અને દેશ બહાર નિકાસ કરવામાં સબસિડી સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નોંધાયેલા ખેડૂતો અને વેપારીઓ લાલ ડુંગળી અને બટેકાને અન્ય રાજ્ય અથવા તો દેશ બહાર નિકાસ માટે મોકલશે. તેમને પણ સબસીડીની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રાસ્પોર્ટ સબસીડી: જેમાં રોડ ટ્રાન્સપોર્ટથી નિકાસ કરે તો રૂપિયા 750 પરંતુ મેટ્રિક ટન, રેલવે મારફતે કરે તો ખર્ચના 100 ટકા અથવા 1150 પ્રતિ મેટ્રિક ટનની મર્યાદામાં(જે ઓછું હોય તે) અને દેશ બહાર નિકાસ કરવામાં આવશે. તો ખર્ચના 25 ટકા અથવા 10 લાખની મર્યાદામાં (જે ઓછું હશે તે) ટ્રાસ્પોર્ટ સબસીડી ચુકવણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પહેલા તબક્કે 2 લાખ મેટ્રિક ટન ડુંગળી અને બટેકાને અન્ય રાજ્ય કે દેશ બહાર મોકલવામાં બંને પાક માટે 20-20 કરોડની સહાય જાહેરાત કરી છે.
20 કરોડ રૂપિયાની સહાય: બટેકા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય રાઘવજી પટેલે રાજ્યના બટેકા ઉત્પાદન કરતા ખેડૂતોને પણ સહાય માટેની જાહેરાત કરી છે. આ ઉપરાંત એપીએમસીમાં બટેકા વેચનાર ખેડૂતોને એક કટ્ટા દિઠ રૂપિયા 50 એટલે કે એક કિલો ગ્રામે એક રૂપિયો અને વધારે 600 કટ્ટા એટલે કે 300 ક્વિન્ટલની મર્યાદામાં આર્થિક સહાય 31 માર્ચ 2023 સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે અંદાજિત 20 કરોડ રૂપિયાની સહાય પણ સરકારે જાહેર કરી છે.