ETV Bharat / state

Gujarat Budget Session 2023 : 2021માં પેટ્રોલ ડીઝલમાં વેરો ઘડાટ્યો છતાં બે વર્ષમાં સરકારને મળી ગંજાવર રેવન્યૂ - પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડો

બજેટ સત્ર 2023 દરમિયાન 13 માર્ચે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં સરકારની આવકની મહત્ત્વની જાણકારી મળી છે.2021માં પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડો કરી 9500 કરોડ જતાં કર્યાં છતાં બે વર્ષમાં સરકારે ટેક્સમાં 38,255.46 કરોડની આવક મેળવી છે.

Gujarat Budget Session 2023 : 2021માં પેટ્રોલ ડીઝલમાં વેરો ઘડાટ્યો છતાં બે વર્ષમાં સરકારને મળી ગંજાવર રેવન્યૂ

author img

By

Published : Mar 13, 2023, 4:21 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે રાસાયણિક ખાતર પેટ્રોલ ડીઝલ પીએનજી અને સીએનજી પર વેરો અને આવક બાબતનો પ્રશ્નની ચર્ચા થઈ હતી. જેમાં 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિમાં સરકારે કેટલા ટકા ટેક્સ છે વસૂલ્યો છે તેની માહિતી બહાર આવી હતી ત્યારે વર્ષ 2021 માં પેટ્રોલ-ડીઝલમાં ટેક્સમાં ઘટાડો કરવાથી સરકારને 9500 કરોડનો વેરો જતો કર્યો હોવાનું નિવેદન વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ આપ્યું હતું.

સરકાર કેટલો ટેક્સ વસૂલ કરે છે : છેલ્લાં બે વર્ષમાં 38,255.46 કરોડની આવક મળી છે તેમાં સરકારની રાસાયણિક ખાતર અને ઇંધણમાં મળતી આવક જોઇએ તો સરકાર કેટલો ટેક્સ વસૂલ કરે છે તેમાં રાસાયણિક ખાતરમાં 5 ટકા જીએસટી, પેટ્રોલમાં 13.7 ટકા વેરો+ 4 ટકા સેસ, ડીઝલમાં 14.9 ટકા વેરો + 4 ટકા સેસ, PNG (કોમર્શિયલ) 15 ટકા વેરો, PNG (હાઉસ હોલ્ડ) 5 ટકા વેરો, CNG (હોલસેલર) 15 ટકા વેરો અને CNG (રિટેલર) 5 ટકા વેરો વસૂલે છે.

આ પણ વાંચો રેલવે-એરપોર્ટની જેમ અંબાજીમાં ચીક્કીનો કોન્ટ્રાકટ પણ મિત્રને નથી અપાયો ને, ચાવડાનું નિવેદન

સરકારે કરી અબજોની આવક : વિધાનસભા ગૃહમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરે કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં રાસાયણિક ખાતરને બાદ કરતા પેટ્રોલ ડીઝલ પીએનજી અને સીએનજી ઉપર કયો રૂપિયાની આવક કરી છે. જેમાં 31 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધી રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ પીએનજી અને સીએનજી માં કુલ 18,663.37 કરોડ અને 1 જાન્યુઆરી 2022 થી 31 ડીસેમ્બર 2022 સુધીમાં રાજ્ય સરકારે 20,097.02 કરોડની આવક નોંધાઇ છે. જ્યારે ફક્ત પેટ્રોલ ડીઝલમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં 38,254.84 કરોડ આવક થઈ છે.

આ પણ વાંચો Bhupendra Patel MoU : 13000 રોજગાર તક સર્જન કરશે મુખ્યપ્રધાને કરેલા 16 એમઓયુ

પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે ? : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ વિધાનસભા ગ્રુપમાં પ્રશ્નોની ચર્ચા દરમિયાન ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે કે નહીં તેવો પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં પેટ્રોલિયમ પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં 108 રૂપિયા પેટ્રોલ મળે છે, જ્યારે ગુજરાતમાં 94 પેટ્રોલ પ્રાપ્ત થાય છે, જ્યારે ભૂતકાળમાં વર્ષ 2001માં પેટ્રોલ અને ડીઝલમાં જે વેરામાં ઘટાડો કરવામાં આવ્યો હતો, તેનાથી રાજ્ય સરકારે 9500 કરોડ રૂપિયાનો વેરો જતો કર્યો છે અને સીએનજી પીએનજીમાં 1000 કરોડ રૂપિયાનો વેરો જતો કર્યો છે. જ્યારે જીએસટીમાં પેટ્રોલ ડીઝલનો સમાવેશ કરવા બાબતે કાઉન્સિલ પર આધારિત હોવાનું કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.