ETV Bharat / state

Gujarat Budget 2023 : લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સામાન્ય વહીવટનો 1,980 કરોડનું બજેટ - ગુજરાત સામાન્ય વહીવટ બજેટ 2023

વર્ષ 2022-23નું ગુજરાત સરકારનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં સામાન્ય વહીવટ માટે રૂપિયા 1,980 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં સમતોલ વિકાસ તેમજ સ્થાનિક જરૂરિયાતોના વિકાસને લઈને લોકહિત માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રોડ રસ્તાથી લઈને પ્રવાસ સુધીના તમામ ક્ષેત્રની દિશામાં આ બજેટમાં નાની મોટી જોગવાઈઓ કરવામાં આવી છે.

Gujarat Budget 2023 : લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સામાન્ય વહીવટનો 1,980 કરોડનું બજેટ

author img

By

Published : Feb 24, 2023, 1:08 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં વિકાસની રફતાર વધારવા કનુ દેસાઈએ નાણાપ્રધાન પદેથી બીજી વાર બજેટ રજુ કર્યું છે. કનુ દેસાઈએ તેમનું બીજું બજેટ 2023-24 વિધાનસભા ગૃહમાંથી રજૂ કરી દીધું છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ સામાન્ય વહીવટ વિભાગને લઈને બજેટમાં મહત્વની જોગવાઈ કરી છે. ત્યારે જોઈએ કે આ વર્ષે કનુ દેસાઈનું સામાન્ય વહીવટને લઈને શું બજેટમાં જોગવાઈ કરી છે.

સામાન્ય વહીવટ વિભાગ : રાજ્ય સરકારની દૂરંદેશિતાપૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનનો આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ, આંકડાકીય અને આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત રહે છે. ઇ ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્‍સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : Gujarat Budget Update : ગુજરાતનું કુલ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડ

વહીવટને આધુનિક સ્વરૂપ : સસ્ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ (SDG) અને નીતિ આયોગ દ્વારા વર્ષ 2030 સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને હાંસલ કરી રાજ્યના લોકોની સુખાકારી અને માનવ સૂચકાંકમાં વૃદ્ધિ માટે એકશન પ્લાનનો અમલ કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. આ હેતુસર નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં સરકારી યોજનાઓના આયોજન, અમલીકરણ, આઉટકમના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવા આયોગની સ્થાપના કરવામાં આવશે. ઇ ગવર્નન્‍સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023: નાણાપ્રધાન કનુ દેસાઈ 11 વાગે રજૂ કરશે બજેટ, નવી યોજના પર રહેશે નજર

1980 કરોડની જોગવાઇ : વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલ એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે 13 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.