ગાંધીનગર: બજેટમાં નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ માટે રૂપિયા 2165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અન્ન અને પુરવઠા વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય વૃદ્ધ પેશન્સ યોજનામાં 140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ન વિતરણ માટે 617 કરોડની જોગવાઈ: રાજ્યમાં આવેલા કુલ 71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 617 કરોડની ખાસ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે 2 ગેસ સિલિન્ડર વિના મૂલ્ય રીફીલિંગ કરવા 500 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય NFSA ધારક કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા 277 કરોડ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કહતરનું વિતરણ કરવા 128 કરોડની જોગવાઈ, NFSA કાર્ડ ધારકોને દર મહિને એક કિલો ચણા આપવા 87 કરોડની જોગવાઈ, આયર્ન- આયોડીનયુક્ત મીઠાના વિતરણ માટે 67 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ફોર્ટિફાઇડ ચોખા એટલે શું?: ફોર્ટિફાઇડ ચોખા એટલે એવા ચોખાની એક પ્રજાતિ જેમાં શરીર માટે જરૂરી એવા અત્યંત આવશ્યક પોષકતત્વોને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત ચોખાનું ઉત્પાદન કરવામાં આવેલ છે તેને ફોર્ટિફાઇડ ચોખા કહેવાય છે. આ ચોખા બનાવવા માટે અનેક પ્રકારની ટેકનોલોજી હાલના સમયમાં ઉપલબ્ધ છે, જેમ કે કોટિંગ અને ડસ્ટિંગ. ભારત દેશની વાત કરવામાં આવે તો ચોખાને ફોર્ટિફિકેશન કરવા માટે ‘એક્સટ્રુઝન’ ને સૌથી સારી ટેકનોલોજી ગણવામાં આવે છે. આ ચોખામાં જે એક્સટ્રુડર મશીનનો ઉપયોગ કરીને ફોર્ટિફાઈડ ચોખાનું ઉત્પાદન કરાશે. નવા પ્રકારના આ ફોર્ટિફાઈડ ચોખાને નિયમિત રીતે વપરાતા ચોખા સાથે મિશ્રિત કરવામાં આવે છે.
બાજરી, જુવાર, રાગી વગેરેની જાહેર વિતરણ વ્યવસ્થામાં શામેલ: અન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી(નાગલી) વગેરેની જાહેર વિતરણ વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાંની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Budget 2023: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ
મોટી જાહેરાત: કૃષિ વિકાસ માટે 2 લાખ રૂપીયાનો ખર્ચો કરવામાં આવશે. સેવાક્ષેત્રની આર્થિક સિસ્ટમ વિકાસવા માટેનો અમારો ધ્યેય છે. ગુજરાતે 8.36 ટકાનો ફાળો દેશની જીડીપીમાં છે. વિકાસનો પહેલો સ્તંભ પાયાની સુવિધા પહોંચાડવાનો છે. તેઓ આ વિકાસમાં સહભાગી થાય એ અમારો પ્રયાસ છે. જનસુકાખાકારીને વધારે સમૃદ્ધ કરી આંતરમાંળખું વિકાસવવા એક માપદંડ છે.