- ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર
- ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું
- 2,10,375 વિદ્યાર્થીઓ અને 1,89,752 વિદ્યાર્થીનીઓ પાસ
ગાંધીનગર : કોરોના સંક્રમણની બીજી લહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પણ ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને આજે 31 જુલાઈના રોજ સવારે 08:00 પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કોર કમિટિમાં નક્કી થયા પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ છે. આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં અત્યારસુધીનું સૌથી ખરાબ પરિણામ છે.4 લાખમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓને જ A1 Grade આવ્યા છે. 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા પરંતુ ગ્રેડ વાઇઝ રિઝલ્ટ ડાઉન આવ્યું છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કઈ ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓએ માર્કશીટ આપવામાં આવી તેની વિગત
રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 17 જૂનના રોજ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ કઈ રીતે તૈયાર કરવામાં આવશે. તે બાબતની સત્તાવાર ફોર્મ્યુલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
- ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન કરાશે, જેમાં ગુણભાર 50 ગુણ રહેશે.
- ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા પ્રથમ સામાયિક કસોટી કે જે 50 ગુણ અને દ્વિતીય સામાયિક કસોટીના 50 ગુણમાંથી મેળવેલા આ ગુણના સરેરાશના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે. (50 ટકા મુજબ) જેમાં 25 નક્કી કરવામાં આવ્યા છે.
- શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલા ધોરણ12ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણની) અને વર્ષ દરમિયાન યોજાયેલી શનિવાર એકમ કસોટી (25 ગુણની) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન (20%)ના આધારે 25 ગુણ ગણાશે.
ગ્રેડ વાર વિદ્યાર્થીઓની સંખ્યા
A1 | 691 |
A2 | 9455 |
B1 | 35,288 |
B2 | 82,010 |
C1 | 1,08,299 |
C2 | 1,08,299 |
D | 28,690 |
E1 | 5885 |
E2 | 28 |
કુલ વિદ્યાર્થીઓ | 4,00,127 |
E2 ગ્રેડ મેળવનાર ગુજરાતી માધ્યમના 25 વિદ્યાર્થીઓ
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સૌથી ખરાબ પરિણામ ગુજરાતી માધ્યમનું આવ્યું છે. જેમાં ગ્રેડ મેળવનારા ગુજરાતી માધ્યમના કોઈ 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે સમગ્ર રાજ્યમાં E2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 28 જ છે. આમ, ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ 25 જેટલા વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે.
99 પર્સન્ટાઇલ મેળવનારા 3999 વિદ્યાર્થીઓ
12 વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો 99 Percentile મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3,999, વ્યવસાયલક્ષી પ્રવાહમાં ફક્ત એક જ વિદ્યાર્થી 99 Percentile મેળવવામાં સફળ થયો છે. જ્યારે 3,96,318 જેટલા વિદ્યાર્થીઓ ફક્ત પાસિંગ માર્ક્સથી જ પાસ કરવામાં આવ્યા છે. જો બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હોત તો 3,96,318 જેટલાવિદ્યાર્થીઓને પાસ થવા માટે લોઢાના ચણા ચાવવાની પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવના હતી.
2192 દિવ્યાંગ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા
ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 20% પાસે ધોરણના લાભ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થતા દિવ્યાંગ ઉમેદવારોને પણ માત્ર મોટા આપવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 2,192 જેટલા દિવ્યાંગ ઉમેદવારો નોંધાયા હતા. જેમાં 449 વિદ્યાર્થીઓ EQC એટલે કે ELIGIBLE For Qualifying Certificate કરવામાં આવ્યા છે.
સુરતના સંખ્યા પ્રમાણે સૌથી વધુ વિદ્યાર્થીઓ 44,866
સંખ્યા પ્રમાણે જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિદ્યાર્થીઓ 44,866 સુરત વિસ્તારના છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 28,932 વિદ્યાર્થીઓઓ નોંધાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 21,015 માસ પ્રમોશન આપવમાં આવ્યું છે. જ્યારે સૌથી ઓછા વિદ્યાર્થીઓઓ ડાંગ જિલ્લામાં 1,880 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
પરિણામ બાબતે હાઇકોર્ટમાં અરજી થઈ હતી
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામ બાબતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગણિતના માર્ક્સ, એકાઉન્ટ અને સ્ટેટમાં ગણતરી કરવા બાબતે અરજી થઇ હતી. જેમાં હાઇકોર્ટે પણ ચુકાદો આપીને પરિણામ જાહેર કરવાની મંજૂરી આપી રાજ્યના શિક્ષણ બોર્ડને આપી હતી. આમ, હાઇકોર્ટની મંજૂરી બાદ જ 31 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બોર્ડના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરી પ્રમાણપત્રો મેળવી શકશે
રાજકોટના 231 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
ગ્રેડ પ્રમાણે જો વાત કરવામાં આવે તો, સૌથી વધુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના 231 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યાં સુરતના 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્રીજા નંબર પર અમદાવાદ કોર્પોરેશનમાં ફક્ત 37 જેટલા વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. જ્યારે ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, મહીસાગર જેવા જિલ્લાઓમાં એક પણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો નથી. જ્યારે અમદાવાદ જિલ્લામાં E2 ગ્રેડ મેળવનારા 3 વિદ્યાર્થીઓની સંખ્યા જે સમગ્ર રાજ્યમાં વધુ છે.
આ પણ વાંચો -
- ધોરણ 10ની પરીક્ષાની જવાબવહીનું મૂલ્યાંકન કરતા શિક્ષકોની કરાઇ તબીબી તપાસ
- લોકડાઉનમાં અટકેલું બોર્ડ પરીક્ષા ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય શરૂ
- ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ, 34 કેન્દ્રો પર 23,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યાં છે પરીક્ષા
- રાજ્યમાં શૂન્ય પરિણામ ધરાવતી 174 શાળાઓ, ગત વર્ષની સરખામણીએ બમણો વધારો
- શિક્ષણ બોર્ડનો નિર્ણય: 31 માર્ચ સુધી પેપર ચેકિંગ રદ