ETV Bharat / state

Gujarat Crime: ગુજરાતીઓ સાથે ત્રણ વર્ષમાં 3800 કરોડની ઠગાઈ, હજુ 2322 આરોપીઓ પોલીસ પકડથી દૂર - સલામત ગુજરાત

સમૃદ્ધ ગુજરાતના નારા સાંભળો ત્યારે આ ખબર જરુર જોઇ લેજો. વાત એમ છે કે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા આંકડા પ્રમાણે સલામત ગુજરાતમાં 40 શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની નાણાકીય છેતરપિંડીના કેસ નોંધાયા છે.

Gujarat Crime  : ગુજરાતીઓ સાથે ત્રણ વર્ષમાં 3800 કરોડની નાણાંકીય છેતરપિંડી, હજુ 2322 આરોપીઓ પોલીસ પકડથી દૂર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 4:55 PM IST

Updated : Sep 16, 2023, 5:20 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ભારત દેશના ગ્રોથ એન્જીન તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ પક્ષ દ્વારા ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર હોવાના નિવેદન કરવામાં આવે છે. ત્યારે દેશના વિકસત રાજ્ય ગુજરાતના મહાનગરપાલિકા, નગરપાલિકા ગ્રામ્ય વિસ્તારોના અનેક નાગરિકો પાસેથી કરોડો રૂપિયા ઠગાઈ કરવામાં આવી હોવાનું ગૃહમાં સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ ફરિયાદ ગુજરાતના આર્થિક વિકાસમાં સહકાર આપનારા અમદાવાદ સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સૌથી વધુ ગુનાઓ નોંધાયા છે.

છેલ્લા 3 વર્ષમાં 3800 કરોડની ઠગાઈ : ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનોના જવાબ આપવામાં આવ્યો તેના થકી આ તારણો નીકળી રહ્યાં છે. સરકારે પૂરા પાડેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 3800 કરોડની ઠગાઇ ગુજરાતીઓ સાથે થઇ છે. 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઇ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2021માં ગુજરાતી સાથે 8,84,36,79,033 રકમથી છેતરપિંડી થઇ હતી. વર્ષ 2022માં 15,83,64,58,695 અને 2023માં 15,71, 86,85,601 રકમની છેતરપિંડી અને ઠગાઇ ગુજરાતીઓ સાથે થઇ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઇ અને છેતરપિંડી થઇ છે.

શહેરોમાં સૌથી વધુ ગુના
શહેરોમાં સૌથી વધુ ગુના

40 શહેરમાં ફરિયાદોની માહિતી જાહેર : ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે ફરિયાદ બાબતનો જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યના 40 શહેરમાં ઠગાઇની ફરિયાદોની માહિતી જાહેર કરી છે. જેમાં વર્ષ 2021માં 1832 વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુનાઓ નોધાયા હતા.

સલામત ગુજરાતમાં અસલામતીના આંકડા
સલામત ગુજરાતમાં અસલામતીના આંકડા

કયા શહેરમાં કેટલા ગુના નોંધાયાં : જ્યારે શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં 1559 ગુના, સુરત શહેરમાં 1223 ગુના, વડોદરા શહેરમાં 326 ગુનાઓ, રાજકોટ શહેરમાં 204 ગુનાઓ નોધાયા હતાં. લોકો સાથે નાણાંકીય ઠગાઇના ગુનાઓમાં ગુજરાત પોલીસ દ્વારા 9845 આરોપીઓની પકડવામાં આવ્યા છે. જોકે હજુ 2322 આરોપીઓે પોલીસ પકડથી હજુ દૂર હોવાનું ગૃહમાં સરકારે કબૂલ્યું હતું.

  1. Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ આવશે તો શું થશે ફેરફારો, જૂઓ ETV ભારતના વિશેષ એહવાલમાં
  2. Gujarat government passed OBC reservation bill : રાજ્ય સરકારે વિધાનસભામાં OBC અનામત બિલ પસાર કર્યું, પાલિકા અને પંચાયતોમાં 27 ટકા અનામત લાગુ થશે
  3. Gandhinagar News: રાજ્ય સરકારે અદાણીને 3900 કરોડ એડવાન્સમાં કેમ ચૂકવ્યા? અમિત ચાવડાનો સરકારને વેધક સવાલ

Last Updated : Sep 16, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.