ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) મતદાન માટેની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા પોલીસના જવાનો (Police personnel on duty in assembly elections) અધિકારીઓ અને SRP, GRD અને SRD જવાનો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ (Postal Ballot by Election Commission) અને જિલ્લા કક્ષાએ મતદાનની સુવિધા કરવામાં આવી છે. 24 અને 25 નવેમ્બર 2022ના રોજ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ જવાનોએ મતદાન (Police personnel voting in districts of Gujarat) કર્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં કુલ 45,696 જવાનોએ અને અધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે પોસ્ટલ બેલેટથી મતદાન 7 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.
કેટલા પોસ્ટલ બેલેટનો કરવામાં આવ્યો ઉપયોગ? ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Election 2022) અનેક જવાનો કે જે પોતાના જિલ્લામાં ફરજ બજાવતા નથી. અન્ય જિલ્લામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે પોતાના વિધાનસભા મતવિસ્તારમાં પોતાનું મતદાન કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ નંબર 12D ઇસ્યુ (Form 12D issued by Election Commission) કરવામાં આવ્યું છે. જેમાં પોસ્ટલ બેલેટથી જવાનો મતદાનની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જ્યારે આ માટે દરેક જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પ્રમાણે નોડલ અધિકારીની નિમણૂક (Appointment of Nodal Officer District wise) કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા કુક 1,30, 210 બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત 45,696 જવાનોએ મતદાન કર્યું છે.
જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેઓને જિલ્લા કક્ષાએ સુવિધાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોલીસના જે જવાનો પોતાના આજે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે એસપી કચેરી ખાતે અને પોલીસ કમિશનરની ઓફિસ (Office of the Commissioner of Police) ખાતે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં 24 અને 25 નવેમ્બરના રોજ મતદાન પણ થયું હતું. ત્યારે ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 74 ટકા જેટલું મતદાન એસપી કચેરી ખાતે જ કરી દેવામાં આવ્યું હતું.
1414 જવાનો મતદાર યાદીમાં નામ જ નહીં પોલીસ તંત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પોલીસના કર્મચારીઓની મતદાન પહેલા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાં પોલીસ SRP હોમગાર્ડ GRD અને SRDની કુલ 1,37,002 મહેકમ છે જેમાં અત્યાર સુધીમાં કુલ 1,32,426 જેટલા જવાનો અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 1414 જવાનો મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે અથવા તો ચૂંટણી કાર્ડના હોવાને પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયા નથી. જ્યારે આજ દિન સુધીમાં 49,899 અધિકારી અને કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થયા છે. જેમાંથી 36,743 જવાનોએ મતદાન કેન્દ્રો પરથી 8953 જવાનોએ પોસ્ટ મારફતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
સૌથી વધુ ક્યાં જિલ્લામાં મતદાન પોલીસ જવાનોના મતદાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં કુલ 5523 પોલીસ જવાનોએ મતદાન કર્યું છે. ત્યારબાદ સુરત શહેરમાં 2262 ભાવનગરમાં 1284 અને ભરૂચ જિલ્લામાં 110 જેટલા પોલીસ જવાનોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે અમુક જિલ્લાઓમાં પોલીસ કર્મચારી અને જવાન અન્ય જિલ્લા ખાતે ફરજ બજાવી રહ્યા હોય અથવા તો ચૂંટણીની કામગીરી જે તે અન્ય જિલ્લામાં સોંપી હોય. આ સાથે જ કોઈ પ્રકારની ચૂંટણીની ટ્રેનિંગમાં હોવાના કારણે પણ મતદાન થયું નથી. પરંતુ આવા તમામ પોલીસ કર્મચારીઓને સાત ડિસેમ્બર સુધીમાં પોતાનો પોસ્ટલ બેલેટ પોતાના જિલ્લામાં પહોંચાડી શકશે.
7 ડિસેમ્બર સુધી પોસ્ટલ બેલેટ સ્વીકાર્ય અનેક પોલીસ ના જવાનો અને કર્મચારીઓ પોતાના જિલ્લાથી દૂર ફરજ ના ભાગે ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયા હોય છે ત્યારે આવા કર્મચારીઓને જ્યારે પોસ્ટલ બેલેટ મળે ત્યારે જ તેઓ મતદાન કરી શકે છે. જેને ધ્યાનમાં લઈને મત ગણતરીના એક દિવસે પહેલા તેઓ પોસ્ટ મારફતે તેમનું મતદાન કરી શકે છે.
પોલીસ કર્મચારીઓ કેવી રીતે કરે છે પોસ્ટલ બેલેટથી મતદાન પોસ્ટલ બેલેટથી મતદાન ની વાત કરવામાં આવે તો જે તે જિલ્લામાંથી પોલીસના નોડલ અધિકારી તે કર્મચારીને પોસ્ટ મારફતે પોસ્ટલ બેલેટ મોકલે છે. પોસ્ટલ બેલેટ મેળવ્યા બાદ અધિકારી અથવા તો કર્મચારી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરે છે. પોસ્ટલ બેલેટમાં મતદાન કર્યા બાદ તે કર્મચારી ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલા અને નોડલ ઓફિસર દ્વારા મોકલાયેલા એકમાં પોતાનો મત સીલ પેક કરીને પોસ્ટ મારફતે જે તે જિલ્લા અને વિધાનસભા વિસ્તારમાં મોકલી આપે છે. જ્યારે જિલ્લા નોડલ અધિકારી દ્વારા પોસ્ટમાં મોકલવામાં આવશે. પેપરમાં એક અન્ય કવર પણ હોય છે. જેમાં કઈ વિધાનસભા વિસ્તારમાં, ક્યાં મતદાન મથક, મતદાન ક્રમાંક લખેલ હોય છે. જેથી મત ગણતરી દરમિયાન જે તે વિધાનસભાનું પોસ્ટલ બેલેટ સીધું અંશ સરળતાથી ગણતરીમાં આવી શકે.
જિલ્લા કક્ષાએ થાય છે કામ ગુજરાતમાં અનેક પોલીસના જવાનો અને કર્મચારીઓ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા હોય છે. ત્યારે જિલ્લા કક્ષાએ ખાસ એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. તમામ કામકાજ જિલ્લા કક્ષાએ થાય છે. જ્યારે કેટલા કર્મચારીઓ અને અધિકારીઓને પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા અને કેટલા લોકોના પોસ્ટર બેલેટ પરત આવ્યા અને કેટલા લોકોએ મતદાન કર્યું તે તમામ કામગીરી જિલ્લા કક્ષાએથી જ કરવામાં આવે છે. આમ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીને જ જે તે જિલ્લામાંથી કર્મચારીઓ પાસેથી પોસ્ટલ બેલેટ મંગાવાની જવાબદારી પણ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે.