ETV Bharat / state

Gujarat Assembly 2022: મહાત્મા મંદિરમાં વર્ષ 2014-15માં થયેલા કાર્યક્રમના પૈસા હજુ ચૂકવાયા નથી - Rent of Mahatma Temple

રાજ્યમાં થતા મહત્વના અને મોટા કાર્યક્રમો સરકાર દ્વારા (Gujarat Assembly 2022) ખાનગી કંપની તથા ખાનગી સંસ્થાઓ મારફતે મહાત્મા મંદિરમાં (Mahatma Mandir)આયોજન કરવામાં આવતા હોય છે. આ કાર્યક્રમનું ભાડું સમયસર ન ચૂકવાતું હોય તેવું વિધાનસભામાં બહાર આવ્યું છે. મહાત્મા મંદિરે ખાનગી કાર્યક્રમો સાત અને સરકારી કાર્યક્રમો 23 થયા છે જેના ભાડાં બાકી છે.

Gujarat Assembly 2022: મહાત્મા મંદિરમાં વર્ષ 2014-15માં થયેલ કાર્યક્રમમાં હજુ પૈસા ચૂકવાયા નથી

author img

By

Published : Mar 19, 2022, 4:35 PM IST

ગાંધીનગર: રાજ્યના મહત્વના અને મોટા કાર્યક્રમો રાજ્ય સરકાર તથા ખાનગી કંપનીઓ (Gujarat Assembly 2022) અને ખાનગી સંસ્થાઓ દ્વારા મહાત્મા મંદિમાં આયોજન કરવામાં આવે છે. પરંતુ સમયસર મહાત્મા મંદિરનું ભાડું (Rent of Mahatma Temple)એ સરકાર હોય કે પછી ખાનગી સંસ્થા આવતી સમયસર ચૂકવાતા ન હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું છે. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં મહાત્મા મંદિરમાં ખાનગી કાર્યક્રમો સાથ અને સરકારી કાર્યક્રમો 23 થયા છે જેના ભાડા પેટે કુલ 102,071,101 રૂપિયા બાકી છે.

હિન્દુસ્તાન એરોનેટિક્સ પાસે બાકી - વિધાનસભા ગૃહ રાજ્ય સરકારે(Mahatma Mandir Gandhinagar) આપેલા જવાબ પ્રમાણે રૂપિયા 50 હજાર રૂપિયાની રકમ ભારત સરકારના જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી પણ હજુ સુધી વસૂલવાના બાકી છે. આમ કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા પણ મહાત્મા મંદિરમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પણ હજી સુધી કાર્યક્રમના નાણા ચૂકવવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે

વર્ષ 2014 અને 2015માં કાર્યક્રમોના પૈસા બાકી - કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢાપરમારએ કરેલા પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2014 અને 2015માં મહાત્મા મંદિરમાં થયેલ કાર્યક્રમ અન્વયે સહકારી સંસ્થાઓ પાસેથી કુલ 93,48,717 અને બિન સરકારી સંસ્થાઓ પાસેથી 28,47,133ની વસૂલાત બાકી છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓ ભાડું વર્ષોથી ચૂકવતી ન હોવા છતાં પત્ર વ્યવહાર અને રૂબરૂ મુલાકાત લઈને તંત્ર સંતોષ માની રહ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટમાં ઓછી રોજગારી - ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વાઈબ્રન્ટ સમિટ 2019 માં થયેલો રોજગારી બાબતનો પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 માં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં (Vibrant Gujarat Global Summit)કુલ 20,90,339 રોજગારી ઉભી થવાનો અંદાજ હતો જે પૈકી 31 ડિસેમ્બર 2021 ની પરિસ્થિતિ એ ઉત્પાદનમાં ગયેલા પ્રોજેકટમાં 3,55,163 રોજગારી ઉભી થઇ છે. આમ વાઇબ્રન્ટ સમિટમાં પણ ખૂબ ઓછી રોજગારી ઊભી થઈ હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.