ETV Bharat / state

Gandhinagar Crime News: સરકારી નોકરીની લાલચ આપી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું

ગાંધીનગરમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારીએ સરકારી નોકરીની લાલચ બેરોજગાર યુવાનોને આપી હતી. આ કર્મચારીએ બેરોજગાર યુવાનો પાસેથી કરોડો ખંખેરી લીધા હતા. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Govt Job Unemployed Youngsters More than 1 CR Scam

સરકારી નોકરીની લાલચ આપી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 6:48 PM IST

સે.7ના પોલીસ સ્ટેશનમાં કલમ 420 અંતર્ગત ગુનો દાખલ

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં સરકારી નોકરીની લાલચ આપીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીએ કરોડોની ઠગાઈ આચરી છે. આ ઠગે કુલ 27 લોકોને સરકારી નોકરીની લાલચ આપી હતી. આ બેરોજગાર યુવકો પાસેથી કુલ 1 કરોડથી વધુ રુપિયા ખંખેરી લીધા છે. આ ઠગ વિરુદ્ધ સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમઃ નવા સચિવાલયમાં અન્ન અને પુરવઠા વિભાગમાં શૈલેષ ઠાકોર નામક ઠગ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આ ઠગના પરિચયમાં ઝેરોક્ષ મશિન રીપેર કરનાર અમિત ભાવસાર આવ્યા હતા. અમિત ભાવસારને સરકારી નોકરીની લાલચ શૈલેષે આપી હતી. અમિત ભાવસાર આ ઠગ શૈલેષ ઠાકોરે પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો. શૈલેષ ઠાકોર દિલ્હીના આઈએએસ ઓફિસર સાથે પરિચય છે અને સરકારી નોકરી મળી જશે તેમ જણાવ્યું હતું. જો કે આ નોકરી માટે પૈસા લાગશે તેમ જણાવીને પૈસા પડાવ્યા હતા. અમિત ભાવસાર સિવાય અન્ય 27 બેરોજગાર યુવકોને શૈલેષે પોતાની જાળમાં ફસાવીને રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરાવીને કુલ 1 કરોડ 43 લાખ રુપિયા ખંખેરી લીધા હતા. પૈસા મળી ગયા બાદ યુવકોએ નોકરી માંગતા શૈલેષ બહાના કાઢતો હતો. નોકરવાંચ્છુક યુવકોની ધીરજ ખૂટતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહીઃ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અમિત ભાવસારે આરોપી શૈલેષ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસીની કલમ 406 અને 420 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. પોલીસે શૈલેષ ઠાકોરની સત્વરે અટકાયત કરી લીધી છે. આ કૌભાંડમાં શૈલેષ ઉપરાંત તેના સાથીદારોની પોલીસ તપાસ કરી રહી છે.

કુલ 27 યુવાનો પાસેથી શૈલેષ ઠાકોરે સરકારી નોકરીની લાલચ આપીને કુલ 1 કરોડ 43 લાખ 95 હજાર રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પડાવી લીધા હતા. આ મામલે ગાંધીનગર સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં શૈલેષ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ શૈલેષ સાથે આ કૌભાંડમાં બીજા કોણ કોણ સામેલ છે તેની તપાસ કરી રહી છે...ડી. એસ. પટેલ(ડીવાયએસપી, ગાંધીનગર)

  1. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
  2. Fake PSI Case: કરાઈમાં નકલી PSIના ચક્કરમાં અસલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.