ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 182 વિધાનસભાની બેઠક પર કમલ્મ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં 3 દિવસીય બેઠકની આયોજન થયું છે. જેમાં પ્રથમ દિવસે 47 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજે બીજા દિવસે 58 બેઠકો (Assembly meeting) પર ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અગાઉ પણ ભાજપ પક્ષ દ્વારા ટિકિટ અને મેન્ડેડ બાબતે અનેક જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહિલાઓને વધુ ટિકિટ સાથે જ અનેક બેઠકો ઉપર નવા ચહેરાનો સમાવેશ થઈ શકે છે. આમ વિધાનસભામાં ભાજપ પક્ષે 40 થી 50 બેઠક પર એકદમ નવા ચહેરાને મેન્ડેડ આપશે. આ ઉપરાંત નવા ચહેરા પરંતુ જે જીતના પ્રબળ દાવેદાર હોય અને એ જીતી શકે તેવા ઉમેદવારોને જ ટીકીટને આપીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે.
કઈ બેઠકો પર થશે ચર્ચા
ગાંધીનગર જિલ્લો 04 બેઠકબેઠકબેઠક
ગાંધીનગર શહેર 01 બેઠક
મહેસાણા 07 બેઠક
અમરેલી 05 બેઠક
બોટાદ 02 બેઠક
અમદાવાદ જિલ્લો 05 બેઠક
ભાવનગર જિલ્લો 05 બેઠક
ભાવનગર શહેર 02 બેઠક
ખેડા 06 બેઠક
પંચમહાલ 05 બેઠક
નવસારી 04 બેઠક
ભરૂચ 05 બેઠક
જામનગર શહેર 02 બેઠક
જામનગર જિલ્લો 03 બેઠક
દેવભૂમિ દ્વારકા 02 બેઠક
મહિલાઓના નામ પેનલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અંતર્ગત રાજ્યમાં અનેક જિલ્લા શહેરોમાં સરકાર અને ભાજપ પ્રત્યે એન્ટી ઇન્કમબન્સી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા મહત્વનું પાસું ખેલવામાં આવ્યું છે. જેમાં દરેક વિધાનસભા બેઠકમાં એક મહિલા ઉમેદવારોનું નામ પેનલમાં રાખવામાં આવ્યું છે. આમ એન્ટીઇન્કમબન્સીને ઠારવા માટે મહિલા ઉમેદવારને આગળ મૂકવામાં આવશે.
નવા ચહેરાઓને સ્થાન ગુજરાતી વિધાનસભાની ચૂંટણીને લઈને અગાઉ પણ ભાજપ પક્ષ દ્વારા ટિકિટ અને મેન્ડેડ બાબતે અનેક જાહેરાત કરવામાં આવી છે ત્યારે મહિલાઓને વધુ ટિકિટ સાથે જ અનેક બેઠકો ઉપર નવા ચહેરાનો સમાવેશ થઈ શકે છે આમ વિધાનસભામાં ભાજપ પક્ષે 40 થી 50 બેઠક પર એકદમ નવા ચહેરા ને મેન્ડેડ આપશે આ ઉપરાંત નવા ચહેરા પરંતુ જે જીતના પ્રબળ દાવેદાર હોય અને એ જીતી શકે તેવા ઉમેદવારોને જ ટીકીટ ને આપીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે.