ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા 9 થી 11 જાન્યુઆરી 2024 ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ સેકટરની પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતના ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં જેમ્સ & જવેલરી અંતર્ગત પ્રી વાઈબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે.
યુક્રેન રશિયા યુદ્ધ અને અમેરિકામાં મંદીની અસર સુરતમાં : ગુજરાત રાજ્યના ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેએ જેમ્સ એન્ડ જવેલરી પ્રી વાઈબ્રન્ટ સમીટ બાબતે નિવેદન આપ્યું હતું કે અમદાવાદ સુરત સહિત ગુજરાતના હીરો ઉદ્યોગમાં મંદી છે તેનું મુખ્ય કારણ યુક્રેન અને રશિયા વચ્ચે થયેલ યુદ્ધ ઉપરાંત હમાસ અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. જ્યારે ગુજરાતી 80 ટકા હીરાનું એક્સપોર્ટ યુરોપિયન કન્ટ્રીમાં અને અમેરિકામાં થાય છે ત્યારે વર્તમાન સમયમાં અમેરિકામાં મંદીનો માહોલ હોવાના કારણે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. આમ જ્યારે અમેરિકામાં મંદી અને ફુગાવો ઓછા થશે ત્યારે સુરતનું હીરા ઉદ્યોગ બજાર પણ ફરીથી ઝગમગતું જોવા મળશે.
ગુજરસ્તમાંથી ક્યાં દેશમાં કેટલું એક્સપોર્ટ થાય છે : ગુજરાતમાં તૈયાર થયેલ હીરા યુરોપિયન કન્ટ્રીમાં મોકલવામાં આવે છે. જેમાં મહત્વના દેશોની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી સૌથી વધુ હીરા અમેરિકા હોંગકોંગ અને બેલ્જિયમમાં મોકલવામાં આવે છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2021 માં કુલ 26 થી વધારે દેશોમાં 23,845 મિલિયન ડોલરના હીરા એક્સપોર્ટ કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરી થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 23,048 મિલિયન ડોલર અને હાલ 2023 માં ઓગસ્ટ માસ સુધીમાં કુલ 12,417 યુએસ મિલિયન ડોલરના કિંમતના હીરા એક્સપર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અમેરિકા હોંગકોંગ બેલ્જિયમ અરબ કન્ટ્રી ઇઝરાયેલ થાઈલેન્ડ સ્વીઝરલેન્ડનો સમાવેશ થાય છે.
રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત ’ ની થીમ પર કાર્યક્રમ : 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રી ઇવેન્ટ અંતર્ગત, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘ જ્વેલરી, જેમ સ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત ’ ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.
ત્રણ ટેક્નિકલ સત્રોનું આયોજન : આમાં ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઇકોસિસ્ટમ પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ રજૂ કરવામાં આવશે. તે પછી, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ કાર્યક્રમને સંબોધિત કરશે અને આ ક્ષેત્ર અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. આ સેમિનાર ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભૂમિકાને સંકલિત કરવા માટે છે, જેમાં ત્રણ ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા સત્રમાં ‘બિલ્ડીંગ બ્રિલિયન્સ: ગુજરાત્સ વિઝન ફોર 2047 એન્ડ બિયોન્ડ’ ( પ્રતિભાઓનું નિર્માણ: 2047 અને તેથી આગળના ભવિષ્ય માટે ગુજરાતનું વિઝન) વિષય પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે.