ETV Bharat / state

ગાંધીનગરના નવા મેયર તથા ડેપ્યુટી મેયરે ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરનું છેલ્લા છ મહિનાથી કોકડું ગૂંચવાયેલું હતું. પ્રવિણ પટેલે મેયર અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ આ કોકડું ઉકેલાયું હતું, ત્યારે મેયર તરીકે વોર્ડ નંબર ત્રણના રીટાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 7ના નાજાભાઇ ઘાઘરે ચાર્જ સંભાળ્યો હતો.

મેયર તથા ડેપ્યુટી મેયર
author img

By

Published : Apr 15, 2019, 11:53 PM IST

વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પણ નોંધાવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરો કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા. આ ચાર્જ કેવી રીતે લઇ રહ્યા છે તેની માહિતી આપવા પણ જણાવ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કમિશનર જાણે કે મુક્ત બની ગયા હોય તેમ વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપના હોદ્દેદારોએ ચાર્જ સંભાળી લીધો હતો.

ગાંધીનગર મહાપાલિકામાં 5 નવેમ્બરના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર તથા ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજવામાં આવી હતી. જે બાદ વિપક્ષ દ્વારા કોર્ટમાં પડકાર આપવામાં આવી હતી. તે સમય દરમિયાન તત્કાલીન મેયર પ્રવિણ પટેલ સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો હતો. પરિણામે કોર્ટ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને સ્ટે આપવામાં આવ્યો હતો, પરંતુ તત્કાલીન મેયર પ્રવિણ પટેલે મેયર પદેથી અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ આ મામલો સરળ બન્યો હતો. પરિણામે ગાંધીનગર મહાપાલિકામાં ચોથા મેયર તરીકે રીટાબેન પટેલે ચાર્જ લીધો હતો. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નાજાભાઈ ઘાઘરે ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રતન કવર ગઢવીએ ભાજપના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર તરીકે આ બન્નેની જાહેરાત કરી હતી.

મેયર તથા ડેપ્યુટી મેયર

ભાજપના બે કોર્પોરેટર મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જીતુ રાયકાએ કહ્યું કે ભાજપના કોર્પોરેટરો ચાર્જ સંભાળે તેનાથી અમને કોઈ તકલીફ નથી પડતું. 5 નવેમ્બરની સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી જેના મત ના કવર સામાન્ય સભામાં ખુલવા જોઈએ અને ત્યારબાદ જેની બહુમતી હોય તે ચાર્જ સંભાળી શકે છે, તેનાથી અમને કોઈ તકલીફ નથી પડતો.

આ બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતનકવર ગઢવીચારણને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમને માત્ર વાયદાઓ બતાવ્યા હતા. પરિણામે કોંગ્રેસના કાઉન્સીલરોએ કમિશનર કચેરીમાં જ અને તેમની ચેમ્બરમાં પડાવ નાખ્યો હતો. જ્યાં સુધી તેમની સમસ્યાનું લેખિત સ્વરૂપમાં સમાધાન ના થાય ત્યાં સુધી બેસી રહ્યા હતા.

એક સમય માટે કમિશનરની ચેમ્બરમાં કાઉન્સિલરોની જવા ઉપર રોક લગાવી દીધી હતી. ત્યારે મહિલા કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો જોવા મળ્યા હતા. કોંગ્રેસના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ આ બાબતે કમિશનરને પણ કોર્ટમાં લઇ જવાની ચીમકી આપી હતી.

નવા મેયર રીટાબેન પટેલે ચાર્જ લીધા બાદ જણાવ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોની સમસ્યા મારી પહેલી પ્રાથમિકતા રહેશે શહેરને 50 વર્ષ થઈ ગયા છે, ત્યારે ગટર અને પાણીની સમસ્યાને પહેલા પુરી કરવામાં આવશે.

ડેપ્યુટી મેયર નાજાભાઇ ડાંગરે ચાર્જ લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળફળાદીનું વિતરણ કર્યું હતું અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે ગરીબોની સેવા અને ગાંધીનગરને પુનઃ હરિયાળુ નગર બનાવવા માટે મારા તમામ પ્રયાસ રહેશે.

Intro:હેડિંગ) મ્યુનિસિપલ કમિશનર બન્યા મૂકપ્રેક્ષક, કોંગ્રેસના વિરોધ વચ્ચે નવા મેયર, ડે. મેયરે ચાર્જ સંભાળી

ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરનુ છેલ્લા છ મહિનાથી કોકડું ગૂંચવાયેલું હતું. મેયર પ્રવિણ પટેલે મેયર અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ આ કોકડું ઉકેલાયું હતું. ત્યારે મેયર તરીકે વોર્ડ નંબર ત્રણના રીટાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 7ના નાજાભાઇ ઘાઘરે ચાર્જ સંભાળ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરો કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા અને આ ચાર્જ કેવી રીતે લઇ રહ્યા છે તેની માહિતી આપવા પણ જણાવ્યું હતું. પરંતુ મ્યુનિસિપલ કમિશનર જાણે કે મુક્ત બની ગયા હોય તેમ વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપના હોદ્દેદારોએ ચાર્જ સંભાળી લીધો હતો.

Body:ગાંધીનગર મહાપાલિકામાં 5 નવેમ્બરના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં મેર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ચૂંટણી અને વિપક્ષ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવી હતી. તે સમય દરમ્યાન તત્કાલીન મેયર પ્રવિણ પટેલ સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો હતો. પરિણામે કોર્ટ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને સ્ટે આપવામાં આવ્યો હતો. પરંતુ તત્કાલીન મેયર પ્રવિણ પટેલે મેયર પદેથી અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ આ મામલો સરળ થઇ ગયો હતો. પરિણામે ગાંધીનગર મહાપાલિકામાં આજે ગાંધીનગરના ચોથા મેયર તરીકે રીટાબેન પટેલ ચાર્જ લીધો હતો. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નાજાભાઈ ઘાઘરે ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રતન કવર ગઢવીએ 3:00 વાગે ભાજપના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ઘોષિત કરી દીધા હતા.

Conclusion:ભાજપના બે કોર્પોરેટર મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના જીતુ રાયકા એ કહ્યું કે ભાજપના કોર્પોરેટરો ચાર્જ સંભાળી તેનાથી અમને કોઈ તકલીફ નથી પરંતુ આ પ્રક્રિયા સામાન્ય સભા બોલાવી ન થવી જોઈએ 5 નવેમ્બર ની સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી જેના મત ના કવર સામાન્ય સભામાં ખુલવા જોઈએ અને ત્યારબાદ જેની બહુમતી હોય તે ચાર્જ સંભાળી શકે છે, તેનાથી અમને કોઈ તકલીફ નથી. આ બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતનકવર ગઢવીચારણ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમને માત્ર વાયદાઓ બતાવ્યા હતા. પરિણામે કોંગ્રેસના કાઉન્સીલરોએ કમિશનર કચેરીમાં જ અને તેમની ચેમ્બરમાં પડાવ નાખ્યો હતો. જ્યાં સુધી તેમની સમસ્યાનું લેખિત સ્વરૂપમાં સમાધાન ના થાય ત્યાં સુધી બેસી રહ્યા હતા.

એક સમય માટે કમિશનરની ચેમ્બરમાં કાઉન્સિલરોની જવા ઉપર રોક લગાવી દીધી હતી. ત્યારે મહિલા કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો જોવા મળ્યા હતા. કોંગ્રેસના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ આ બાબતે કમિશનરને પણ કોર્ટમાં ઘસડી જવાની ચીમકી આપી હતી.

નવા મેયર રીટાબેન પટેલે ચાર્જ લીધા બાદ જણાવ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોની સમસ્યા મારી પહેલી પ્રાથમિકતા રહેશે શહેરને 50 વર્ષ થઈ ગયા છે. ત્યારે ગટર અને પાણીની સમસ્યા છે તેને પહેલા પુરી કરવામાં આવશે.

ડેપ્યુટી મેયર નાજાભાઇ ડાંગરે ચાર્જ લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળફળાદી નું વિતરણ કર્યું હતું અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે ગરીબોની સેવા અને ગાંધીનગરને પુનઃ હરિયાળું નગર બનાવવા માટે મારા તમામ પ્રયાસ રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.