ETV Bharat / state

Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

LD એન્જીનીયર કોલેજના પ્રોફેસર શાહે આત્મહત્યા કરતા હવે ઉછળ્યો છે. પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના મનીષ દોશીએ રાજ્યમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લઈને વાત કરી હતી. તો બીજી તરફ તેવું પણ કહ્યું હતું કે, મનગમતા અધ્યાપકો ગાંધીનગરમાં અડિંગો બનાવીને બેસી ગયા છે.

Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
author img

By

Published : Apr 11, 2023, 8:18 PM IST

કોંગ્રેસના મનીષ દોશીએ રાજ્યમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લઈને કરી વાત

ગાંધીનગર : ગુજરાત સરકારના તમામ વિભાગોમાં મલક જગ્યાઓ ખાલી છે અને અમુક અધિકારીઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ એક્સટેન્શન પર સરકાર કામ કરાવી રહી છે, જ્યારે વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી હોવાના કારણે અનેક અધિકારીઓ અને કર્મચારીઓને વધારાની ચાર્જ સોંપવામાં આવે છે, ત્યારે એલડી એન્જિનિયરિંગના એક પ્રોફેસર એ પણ કામના પાલનથી લઈને ગઈકાલે ગાંધીનગર પોતાના નિવાસસ્થાન ખાતે આત્મહત્યા કરી છે. જે બાબતે કોંગ્રેસે પણ સરકાર પર અનેક આક્ષેપો અને પ્રહારો કર્યા હતા.

કામના ભારણને લઈને આત્મહત્યા કરી : અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યુત વિભાગમાં એસોસિએટેડ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમિત શાહે સુસાઇડ નોટમાં કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે. કોલેજના સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટ ફોલિયો સોંપ્યા છે. જેમાં કોલેજોનું ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપનું કામ આમ આ બંને કામમાં મને ખૂબ જ લોડ રહે છે. મારા આત્મહત્યાનું કારણ વધુ પડતો લોડ હોવાનું મૃતક નિમિત્ત શાહે લેખિતમાં આપ્યું છે. જે સ્યુસાઈડ નોટ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુસાઈટ નોટ
સુસાઈટ નોટ

આ પણ વાંચો : Ahmedabad police: પત્નીને કરેલા મેસેજથી આત્મહત્યા અટકી, મૃત્યું હાર્યું મિલનની જીત

કોંગ્રેસે કર્યા પ્રહારો : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ એસોસિએટ પ્રોફેસરેની આત્મહત્યા બાબતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, એક પ્રોફેસર આવી રીતે આત્મહત્યા કરે તે આપણા તમામ લોકો માટે દુઃખની બાબત છે. જ્યારે ગુજરાતમાં 45 ટકા જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે. અધ્યાપકો ટેન્ડરો, બિલની કોપી, વિધાર્થીઓ માર્કશીટ, સરકાર જે કહે તે કરે છે. અમુક મનગમતા અધ્યાપકો ગાંધીનગરમાં અડિંગો બનાવીને બેસી ગયા છે. 2744 જગ્યાઓમાંથી ઇજનેરીમાં કોલેજમાં 500 સહિત 1 હજાર જગ્યાઓ ખાલી અને મોટાપાયે અધ્યાપકોની જગ્યાઓ ખાલી હોવાને કારણે અન્ય કામોનું અતિભારણ, જ્યારે વર્ગ 3 અને 4 ની કામગીરી પ્રોફેસર પાસેથી કરાવવામાં આવતી હોવાનું આક્ષેપ મનીષ દોશીએ કર્યો હતો. જ્યારે આ પ્રથમ ઘટના છે એ ઘટનાથી સરકાર જાગે તેવી માંગ મનીષ દોશીએ કરી હતી.

આ પણ વાંચો : Suicide In Madhya Pradesh : કેનો સલાલમની પૂર્વ નેશનલ પ્લેયર નિશા માલાકરે કરી આત્મહત્યા, પોલીસ તપાસમાં છે વ્યસ્ત

આત્મહત્યામાં કોઈને દોષ ન આપતા : એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમિશ શાહે આત્મહત્યા બાદ અંતિમ ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા પાછળ મારા પરિવારમાંથી કોઈને હેરાન કરતા નહીં મારા માટે માત્ર હું જ જવાબદાર છું. જ્યારે મારા દીકરાને પણ કેનેડાથી બોલાવતા નહીં કારણ કે તે કેનેડામાં અભ્યાસ કરે છે. આમ હાલમાં નિમેશ શાહનો દીકરો અક્ષત શાહ કેનેડાથી નીકળીને ઇન્ડિયા તરફ આવવા માટે રવાના થયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં નિમિષ શાહની બોડીને અંતિમ ક્રિયા માટે રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.