ETV Bharat / state

9થી 11 ડિસેમ્બર વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સરકારની ફલેગશીપ યોજનાઓની માહિતી આપવા કયા વિસ્તારમાં કોણ જશે જૂઓ - વિકસિત ભારત સંકલ્પ યાત્રા

સરકારની ફલેગશીપ યોજનાઓની માહિતી અને લાભો જન જન સુધી પહોંચાડવાના સરકારના પ્રયાસોની ઝાંખી વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023 કરાવી રહી છે. ગુજરાતમાં 9થી 11 ડીસેમ્બર દરમિયાન રાજ્યના તમામ મંત્રીઓ અને વિધાનસભા સ્પીકર સહિતના પદાધિકારીઓ પણ તમામ જિલ્લાના વિસ્તારોમાં લાભાર્થીઓ સુધી પહોંચશે.

9થી 11 ડિસેમ્બર વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સરકારની ફલેગશીપ યોજનાઓની માહિતી આપવા કયા વિસ્તારમાં કોણ જશે જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 4:48 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દેશભરમાં થઈ રહી છે.જે ઉપલક્ષમાં ગુજરાતમાં તા. 9થી 11 ડિસેમ્બર દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થશે.

સરકારની ફ્લેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવાનો હેતુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની ફ્લેગશીપ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા સેચ્યુરેશનથી જનજન સુધી વધારવાના હેતુથી દેશભરમાં તા. 15 નવેમ્બર 2023થી ' વિકસિત ભારત સંકલ્પ યાત્રા ' શરૂ કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023’ ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

9 થી 11 ડિસેમ્બર દરમ્યાન યાત્રા : રાજ્યભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળી રહેલા જનસમર્થનને વધુ વ્યાપક બનાવવા રાજ્યના વિવિધ સ્થળોએ 9 થી 11 ડિસેમ્બર દરમ્યાન આ યાત્રા યોજવામાં આવી છે. વિકસિત ભારત યાત્રાના ભાગરૂપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ઉપાધ્યક્ષ અને દંડક આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.

વિવિધ વિસ્તારોમાં મંત્રીઓની ઉપસ્થિતિ : તદનુસાર મંત્રી કનુભાઈ દેસાઈ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં, મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ, મહેસાણા, ખેડા અને આણંદ જિલ્લાઓમાં, મંત્રી રાઘવજીભાઈ રાજકોટ તથા જામનગરમાં, મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દેવભૂમિ દ્વારકા, રાજકોટ તથા અમદાવાદ જિલ્લામાં જુદા-જુદા સ્થળે આ યાત્રામાં જોડાશે. મંત્રી મુળુભાઈ બેરા જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ, મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દાહોદ અને પંચમહાલમાં તથા મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ જિલ્લા ખાતે સહભાગી થશે.

હર્ષ સંઘવી વડોરા સુરતમાં ભાગ લેશે : ધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લામાં, રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત અને વડોદરા જિલ્લામાં, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં, રાજ્યમંત્રી ભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર અરવલ્લી જિલ્લામાં, રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરત અને તાપી જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી સહભાગી થશે.

વિધાનસભા દંડકો આ વિસ્તારોમાં જશે : ઉપરાંત મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અમરેલી જિલ્લામાં, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આણંદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે.

લોકો કલ્યાણકારી યોજનાઓથી વાકેફ બન્યાં : ઉલ્લેખનીય છે કે આ યાત્રા થકી સરકાર ગામડે જઈને સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ મારફતે ગામેગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડી રહી છે. તેની સાથે આ યાત્રાના માધ્યમથી નાગરિકો પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થઈ રહ્યાં છે.

  1. શિયાળા દરમિયાન શાળા પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે, જ્યારે સ્વેટર અંગે ફરજ નહીં પાડી શકે : પ્રફુલ્લ પાનસેરિયા
  2. સુરત ન્યૂઝ: બે નિરાધાર આદીવાસી દીકરીનો આધાર બન્યાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉપાડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.