ETV Bharat / state

Gandhinagar News : ગુજરાતમાં 1,02,429 ફેક વેબસાઈટ અને એકાઉન્ટ બંધ થયા, ન્યૂડ કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ કપાયું - ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ

સાયબર ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા લોકો પણ દુનિયામાં પડ્યાં છે. એવામાં પ્રજાને સાયબર ઠગાઇનો ભોગ બનતાં અટકાવવા સ્ટેટ સીઆઈડી સાયબર સેલ કાર્યરત રહે છે. જેમાં બહાર આવેલી વિગત મુજબ ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં 1,02,429 જેટલી ફેક વેબસાઈટ, એપ્લિકેશન, વેબસાઈટ બંધ કરવામાં આવી છે.

Gandhinagar News : ગુજરાતમાં 1,02,429 ફેક વેબસાઈટ અને એકાઉન્ટ બંધ થયા, ન્યૂડ કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ કપાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 4:06 PM IST

Updated : Sep 1, 2023, 5:53 PM IST

સ્ટેટ સીઆઈડી સાયબર સેલની કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં સોશિયલ મીડિયામાંથી ફ્રોડ કોલ અને ન્યૂડ કોલ અને ઇન્વેસ્ટમેન્ટ કોલથી ફ્રોડ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અનેક લોકો આવા ફ્રોડનો ભોગ બન્યા છે. જેથી રાજ્યના નાગરિકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફરી ગયું છે. ત્યારે રાજ્યના સ્ટેટ સીઆઈડી સાયબર સેલ દ્વારા છેલ્લા 1 વર્ષમાં જ 1,02,429 જેટલી ફેક વેબસાઈટ, એપ્લિકેશન, વેબસાઈટ બંધ કરી છે.

સાઇબરની દુનિયામાં સોશિયલ મીડિયા અને ઇમેલ આઇડી અને કોમ્પ્યુટરથી વધુ ફ્રોડ સામે આવ્યા છે. હાલમાં અત્યારના સમયમાં જોઈએ તો ફિશિંગ મારફતે ફ્રોડ થઈ રહ્યા છે. જેમાં ખોટા ઇ-મેલ આઇડી અને ખોટા વેબસાઈટ થકી ફ્રોડની કામગીરી થઈ શકે છે. જ્યારે કોઈ સ્ટુડન્ટ તરીકે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય અને ફી ભરવાની હોય અને એવા લોકોને ખબર પડે ત્યારે તે જ યુનિવર્સિટીને લાગતું નામ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવે છે અને કેવી રીતે જ ડુબલીકેટ વેબસાઈટ કરીને ફિશિંગ કરવામાં આવે છે અને હાલમાં આ રીતના ફ્રોડ સામે આવ્યા છે...ધર્મેન્દ્ર શર્મા (એસપી, સ્ટેટ સાયબર સેલ)

ફેસબૂકના માર્કેટ પ્લેસ પર ખોટી વેબસાઈટનો ઢગલો : એસપી ધર્મેન્દ્ર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે માર્કેટ પ્લેસ ઉપર ઓનલાઈન વસ્તુ ખરીદવા જાવ ત્યારે પણ ખોટી આઈડી થી પોતાની ઓળખ બતાવી છે. આર્થિક રીતે ફ્રોડ કરવામાં આવે છે જેમાં સાયબર સેલ દ્વારા હાલ માં ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે મળીને લાખોની સંખ્યામાં ખોટા એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

સાયબર ફ્રોડ સામે પગલાં
સાયબર ફ્રોડ સામે પગલાં

કેટલા ફેક એકાઉન્ટ બંધ કરાયા : બંધ કરાયેલા OLX ફેક આઈડીની સંખ્યા 49,250 છે અને ફેસબુક માર્કેટ પ્લેસમાં 17,713, ફેસબુક આઈડી (ન્યૂડ કોલ)માં 29,505, ધાર્મિક લાગણી દુભાવતી આઈડી 3928, અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન 433 સંખ્યામાં બંધ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યમાં હજુ અનેક ખોટી વેબસાઈટ કાર્યરત : રાજ્યના સ્ટેટ સીઆઈડી સાયબર સેલ દ્વારા મળેલ માહિતી મુજબ હજુ એવા અનેક મોબાઇલ નંબર, વોટ્સએપ નંબર છે જે હજુ સુધી બંધ કરી શક્યા નથી. સૌથી વધુ વોટ્સએપ નંબર સીઆઈડી સેલ દ્વારા 1011 જેટલા નંબર સામે આવ્યા છે. જેમાં હજુ સુધી એક પણ નંબર બંધ કરવાની સફળતા સીઆઈડી સાયબર ક્રાઇમને મળી નથી. ઉપરાંત UPI ID 178, બેક એકાઉન્ટ 17, SMS હેડર 55 અને 153 જેટલી એપ્લિકેશન હજુ સુધી બંધ થઈ શક્યા નથી.

આર્થિક બાબતે કેટલા ગુના નોંધાયા : વર્ષ 2021 માં 28,998 ગુનામાં 147,87,64,926 કરોડ રૂપિયા ફ્રોડર્સ દ્વારા લૂંટવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં 66,997 ગુનામાં 621,085,375 કરોડ, વર્ષ 2023માં 71,684 ગુનામાં 368,41,46,859 કરોડનો ફ્રોડ નોંધાયો હતો જેમાં વર્ષ પૈકી છેલ્લા 3 વર્ષમાં 329,430,775 કરોડ રૂપિયા નાગરિકોને પરત આપવાના આવ્યા છે જ્યારે હજુ 1,584,120,451 કરોડ સાયબર સેલ દ્વારા ફ્રીજ કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા કક્ષાએ લોક અદાલત કરીને રૂપિયા પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

લોકોને પોતાની પ્રતિષ્ઠા, માન, સન્માન ખાતર ફેક કોલમાં ફસાઈ જાય છે. ત્યારબાદ પૈસા આપીને છૂટવાનો પ્રયાસ કરે છે, પણ એક વખત પૈસા આપ્યા બાદ પણ અનેક ધાકધમકી ફ્રોડ્સ દ્વારા આપવામાં આવે છે. ત્યારે આવા કિસ્સામાં સાયબર સેલના એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ ઈટીવી મારફતે લોકોને સાવચેતી બાબતે નિવેદન આપ્યું હતું કે કોઈપણ નાગરિકે આવા ધાકધમકીથી બીવો નહીં, સીધા સાયબર સેલની સંપર્ક કરવો, જો કદાચ ભોગ બની જાવ તો પણ સીધા સાયબર સેલનો સંપર્ક કરવાની વાત કરી હતી...ધર્મેન્દ્ર શર્મા (એસપી, સ્ટેટ સાયબર સેલ)

ઇન્સ્ટન્સ લોનનો અનુભવ, પછી આવ્યો ન્યૂડ કોલ : અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક યુવતીને ઇન્સ્ટન્ટ લોન બાબતનો અનુભવ થયો હતો જેમાં તેઓએ જાન્યુઆરી માસમાં ફક્ત 3000 રૂપિયાની મોબાઈલ એપ્લિકેશનથી લોન લીધી હતી. ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશનમાંથી પણ જુદી-જુદી તારીખે લોન લીધી હતી. જેમાં લોન સમયસર યુવતીએ ભરી ન હોવાના કારણે જુદા જુદા મોબાઈલ નંબરથી યુવતીને ફોન આવતા હતા અને ધમકી પણ આપવામાં આવતી હતી. ત્યારબાદ પ્રથમ લોન લીધી વખતે જે ફોટોગ્રાફ તેને પોતાનો આપ્યો હતો તે ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ન્યૂડ ફોટોગ્રાફર સગા સંબંધીઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને દિલ્હીના નોઈડા ખાતે આવેલ આખું સર્વર જ ક્રેશ કરી દીધું હતું.

  1. Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો
  2. Ahmedabad Cyber Crime : અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડનું મુખ્ય સર્વર ક્રેશ કર્યું, બે આરોપી ઝડપાયા
  3. Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી

Last Updated : Sep 1, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.