ગાંધીનગર : ભારત દેશને ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે ત્યારે ગુજરાતની પ્રાથમિક ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન હાર્ટ એટેક આવ્યા હતા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સરકારે તમામ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન હાથ ધર્યું છે જે દિવાળી વેકેશન બાદ અમલ કરાશે. 2 તબક્કામાં આયોજન તમામ શિક્ષકોને આ ટ્રેનિંગ અપાશે.
શિક્ષણપ્રધાને આપી માહિતી : રાજ્યના ખાનગી અને પ્રાથમિક શાળાઓના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ બાબતે રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે હાર્ટ એટેકનું પ્રમાણ હવે વિદ્યાર્થીઓમાં પણ સામે આવ્યું છે ત્યારે સાવચેતી રુપે આ તાલીમ અપાશે જેથી કપરી પળોમાં જીવ બચાવવાની સંભાવના વધશે.
ડિસેમ્બર માસમાં રાજ્યના ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રણ ડિસેમ્બર અને 17 ડિસેમ્બર એમ રવિવારના દિવસે જ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સીપી આજની ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે બંને તબક્કા થઈને કુલ 1.50 લાખથી વધુ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ઉપરાંત આયોજન મુજબ શિક્ષકોના CPR ટ્રેનિંગ બાદ શિક્ષકો દ્વારા બાળકોને પણ શાળામાં સીપીઆર ટ્રેનીંગ આપવામાં આવશે જેથી બાળકો પણ ઈમરજન્સીમાં કોઈના જીવ બચાવવા માટેની મહત્વની કામગીરી કરી શકે...કુબેર ડીંડોર ( શિક્ષણપ્રધાન )
સુરત અને રાજકોટની શાળામાં હાર્ટ એટેક : શાળામાં એટેકની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ એક ખાનગી શાળાના એન્યુઅલ ડે ફંક્શન ઉપર વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત સુરતની એક શાળામાં પણ આવી જ ઘટના બની હતી કે વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ કરી રહી હતી અને આ દરમિયાન જ તેને દુખાવો ઉપડતા ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું .ત્યારે આવી ઘટનાને રોકવા માટે શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના ડોક્ટર પેનલના ડોક્ટર ચિરાગ દોશીએ નિવેદન આપ્યું હતું કે જો સમયસર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી CPR સતત મળતું રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.
ફેમિલી હિસ્ટ્રી ચેક કરો : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નાના બાળકોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા હતાં. જ્યારે 40 વર્ષથી ઓછી વયના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા સામે આવ્યા છે અને તેઓનું મૃત્યુ છે. ત્યારે આ બાબતે પણ ડોક્ટર પેનલે નિવેદન આપ્યું હતું કે નાના બાળકોમાં અને યુવાનોમાં નાની ઉંમરે જે હાર્ટ એટેકના કિસ્સાઓ અથવા તો કિસ્સા જે સામે આવ્યા છે તેમાં તેમના પરિવારની હિસ્ટ્રી પણ ચેક કરવી જોઈએ. જ્યારે આ રોગ પણ એ જિનેટિક રોગ હોવાનું યુ.એન. મહેતાના ડોકટર ચિરાગ દોશીએ જણાવ્યું હતું.
33 જિલ્લાની 471 કોલેજમાં પ્રોફેસરોને ટ્રેનિંગ : ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના કેબિનેટ પ્રધાન અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર માસની ત્રીજી અને 17 તારીખે 33 જિલ્લા ના 471 કોલેજના પ્રોફેસરોને પણ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે.
આ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને પણ હાજર રાખવામાં આવશે. હાલમાં આ તારીખ નક્કી કરવામાં આવી છે પરંતુ સંજોગોવસાત આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે. આમ ગુજરાતના તમામ શિક્ષકોની વાત કરવામાં આવે તો પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક અને માધ્યમિકના કુલ 2,30,000 શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે...ઋષિકેશ પટેલ ( આરોગ્યપ્રધાન )
સરકારી સ્ક્રિનિગમાં હાર્ટ એટેકના બાળ દર્દી મળ્યાં : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં બાળકોના આરોગ્યનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2023માં જાન્યુઆરી 2023માં આવેલા આંકડા મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 88 લાખથી વધુ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રિનિંગ દરમિયાન 3195 બાળકોમાં કિડની હૃદય રોગ કેન્સર સહિતની બીમારીઓની સારવાર કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યના સરકારી શાળામાં અભ્યાસ કરતા 2110 બાળકોને હૃદય રોગ સંબંધિત, 724 બાળકોને કિડની 337 બાળકોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી.