ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા સુશાસનની વ્યાખ્યા દર્શાવતાં ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. ગાંધીનગર : કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 'સુશાસન દિવસ'ની ઉજવણીના અવસર પર સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડી શક્યા છીએ તેજ સાચું સુશાસન છે
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ. કર્મચારીઓ જ્યારે છેવાડાના નાગરિકોના હિતમાં એક જ દિશામાં કાર્ય કરે ત્યારે સાચી લોકશાહી-સુશાસન પ્રસ્થાપિત થાય છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ. છેવાડાના માનવીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ કેવી રીતે મળે તે માટે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરીશું...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
તે જ સાચું સુશાસન : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે ' સુશાસન દિવસ 'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25ડિસેમ્બરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી દર વર્ષે 'સુશાસન દિવસ' તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો છે. કર્મયોગીઓના કામોને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યના કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. ુશાસનના પરિણામે જ ગુજરાત આગામી જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની અગ્રણી કંપનીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર છે ત્યારે આપણે તમામ ક્ષેત્રે તૈયાર રહેવું પડશે.
-
સુશાસન દિવસના અવસરે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/bp61cD9CGC
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">સુશાસન દિવસના અવસરે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/bp61cD9CGC
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023સુશાસન દિવસના અવસરે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/bp61cD9CGC
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023
જાપાનનું ઉદાહરણ આપ્યું : તેમણે જાપાન પ્રવાસના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે,જાપાનના માર્ગો પર કચરાપેટીઓ જ નથી. આ તેમના નાગરિકોની સ્વચ્છતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશ્વની 500 શ્રેષ્ઠ કંપનીઓમાંથી અંદાજે 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આપણે સૌએ સાથે મળીને ગ્રામીણથી શહેરી વિસ્તારમાં સુધી સ્વચ્છતા ઉપર વધુ ભાર મૂકવો પડશે. સરકારી કર્મચારીઓ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે આ જ સુશાસન છે.
ઓનલાઇન કામગીરી માટે સંતોષ : ' સ્વાગત ઓનલાઇન ' કાર્યક્રમમાં આજે પણ છેવાડાના નાગરિકને ન્યાય આપવામાં આવે છે. વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડી શક્યા છીએ તેજ સાચુ સુશાસન છે. આ અભિયાનને આપણે સતત ચાલુ રાખીને હવે આગામી સમયમાં એક જ અરજીમાં લાભાર્થીનું કામ થઈ જાય તે દિશામાં પ્રયત્ન કરવો પડશે અને જો આ કામ થઈ ના શકે તેમ હોય તો તેની કારણો સાથેની ચોક્કસ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી તેને સંતોષ થાય તેમ જણાવી મુખ્યમંત્રીએ સૌ કર્મયોગીઓને સુશાસન દિવસની શુભેચ્છા પાઠવી હતી.
ટેકનોલોજી આધારિત નવી નવી એપ લોન્ચિંગ : આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે,આપણે દેશ અને સમાજના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ સામાન્ય માનવીના વિકાસ - લાભ માટે કેવી રીતે કરી શકીએ છીએ તેને સુશાસન કહેવાય છે. સુશાસનમાં વહીવટી પારદર્શકતા,જવાબદેહી, સંવેદનશીલતા સાથે જવાબ,ભેદભાવ વિનાનું કાર્ય,અસરકારકતા અને કાયદાની વ્યાખ્યામાં રહીને વહીવટ કરવો તે બાબતો કેન્દ્ર સ્થાને હોય છે. ગુજરાત સરકારે ઈ -ગવર્નન્સને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે તેના ભાગરૂપે દર વર્ષે વિવિધ વિભાગો ટેકનોલોજી આધારિત નવી નવી એપ લોન્ચિંગ કરી રહ્યા છે. આ નવીન એપના માધ્યમથી છેવાડાનો માનવી ઘરે બેઠા પોતાનું કામ સરળતાથી અને ઝડપી કરી શકે છે. રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી માટે પણ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અપનાવીને સુશાસનની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. આ નવીન ઓનલાઇન પરીક્ષા પદ્ધતિથી સરકારી ભરતીઓમાં વધુ પારદર્શકતા આવશે.ગુજરાતમાં સુશાસનના પરિણામે જ આજે વિશ્વના રોકાણકારો ગુજરાતમાં રૂપિયાનું રોકાણ કરીને ડોલરની આવક મેળવી રહ્યા છે. મુખ્ય સચિવે આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા લોન્ચિંગ કરાયેલી નવીન એપ અને પોર્ટલ બદલ વિભાગના વડાઓને શુભેચ્છા પાઠવી હતી.
ટેકનોલોજીની મદદથી સુવિધાઓ વધી : આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ આમંત્રિતો તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સુશાસન એ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ પરિશ્રમ સાથે નાગરિકોને પૂરી પાડવામાં આવેલી સેવા-સહુલીયતની જર્ની છે. રાજ્યની કલ્યાણકારી યોજનાઓના લાભ પારદર્શક રીતે સમયસર લાભાર્થી સુધી પહોંચે તે સુશાસન. કોઈ સાચો લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહી જાય અને અયોગ્ય લાભાર્થી આવી યોજનાઓનો ખોટો લાભ ન લઈ જાય તેવી મજબૂત વ્યવસ્થા ગોઠવવી એટલે પણ સુશાસન. આવી અનેક સેવાઓ અને સવલતો રાજ્યના નાગરિકોને સરકાર વતી વહીવટી તંત્ર દ્વારા સમયસર પૂરી પાડવામાં આવે એટલે સુશાસન, જે ગુજરાત સરકાર દ્વારા સુદ્રઢ રીતે એક મુહિમ બનાવી જનહિતાર્થે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. પહેલા જે સેવા અઠવાડિયામાં મળતી હતો તે આજે ગુજરાત સરકાર દ્વારા એક દિવસમાં ઉપલબ્ધ બનાવાઈ છે. તેવી જ રીતે એક દિવસમાં અપાતી સેવાઓ એક કલાકમાં ઉપલબ્ધ બનાવાઈ છે અને પહેલા નાગરિકોને નાની નાની સેવાઓ માટે કચેરીઓમાં જવું પડતું હતું તે સેવાઓને ટેકનોલોજીની મદદથી ઘરે બેઠા ઉપલબ્ધ બનાવાઈ છે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમ સમગ્ર તંત્ર જોડાયું : કાર્યક્રમ દરમિયાન 'ગુજરાત મોડલ - સુશાસનની કર્મભૂમિ' થીમ આધારિત રાજ્ય સરકારની સુશાસનની સિદ્ધિઓ અને ભાવિ લક્ષ્યાંક દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થત રહ્યા હતાં. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને કલેકટર તથા ડીડીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ આગેવાનો અને અધિકારીકર્મચારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.