ગાંધીનગર: ગુજરાત વિધાનસભા બાદ હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિજિટલ માધ્યમથી કામગીરી કરશે. આવનારા દિવસોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરોને ટેબલેટ આપીને ડિજિટલ માધ્યમથી કામગીરીની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓમાં હાલ પેપરનો ઉપયોગ કરીને કામગીરી કરી રહી છે.
'આજનો યુગ ડિજિટલ નો યુગ છે ત્યારે ડિજિટલના માધ્યમથી પેપરલેસ કામગીરી થાય અને ઝડપી કામગીરી થાય, સાથે જ પ્રજાના જે કોઈ પણ પ્રશ્ન હોય તેનો ઝડપથી નિરાકરણ આપ આવે તેવા હેતુથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર અને ટેબલેટ આપવામાં આવશે. હમણાં જ ગુજરાત વિધાનસભામાં પણ પેપરલેસ કામગીરીની શરૂઆત થઇ છે.' -હિતેશ મકવાણા, મેયર, ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન
સમસ્યાનું તાત્કાલિક નિવારણ: GMC મેયર હિતેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરના ગટર, પાણી, રોડ રસ્તાઓ નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. પહેલાના સમયમાં કોઈપણ પ્રશ્નની પેપર ઉપર કામગીરી થતી હોય ત્યારે તે પેપર એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં જતું હોય છે અને તેમાં સમય પણ વધારે લાગતો હોય છે પરંતુ હવે સ્થળ ઉપર જ કાઉન્સિલર પોતાના વોર્ડમાં મુલાકાત કરી હોય અને ત્યાં કોઈ ફરિયાદ દેખાય ત્યારે તે જ ફરીયાદ સીધી એપ્લિકેશન મારફતે નાખે તો તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ આવશે.
મેયરની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે ટેબલેટ: ગાંધીનગર મ્યુ. મેયર હિતેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે GMC ના કાઉન્સિલરે આ વીકની અંદર જ તમામ કાઉન્સિલરને ટેબલેટનું વિતરણ કરી દેવામાં આવશે. કુલ 44 ટેબલેટ આપવામાં આવશે અને જેમ મારફતે ખરીદી કરવામાં આવશે. અલગ અલગ કંપનીના અલગ અલગ રીતે આવતા હોય છે અને જે સારી ગુણવત્તા હશે તેની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી મેયરની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.