ETV Bharat / state

GMC ડ્રાફ્ટ બજેટ: 264.14 કરોડની પૂરાંત સાથે 944.02 કરોડનું બજેટ રજૂ - budget 2023

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ (Gandhinagar Corporation draft Budget) રજૂ કરવામાં આવ્યું. જેમાં 264.14 કરોડની પૂરાંત સાથે નાણાકીય વર્ષ 2023-24નું 944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ (Gandhinagar Corporation Budget 2023) કરવામાં આવ્યું હતું. ગ્રીન કવર વધારવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સેન્ટર હોમ બનાવવાનું પણ આયોજન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે.

નાણાકીય વર્ષ 2023-24નું 944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

author img

By

Published : Jan 5, 2023, 8:30 PM IST

ગાંધીનગર મનપાનું આજે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ

ગાંધીનગર: નવું નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆત (Gandhinagar Corporation draft Budget) થવા જઈ રહી છે ત્યારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા બજેટની તૈયારી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાંગલે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2023-24ના નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ (Gandhinagar Corporation Budget 2023) રજૂ કર્યું હતું.

944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ: જેમાં વર્ષ 2022-23 નું રિવાઇઝ અંદાજો સહ કોઈપણ જાતના કર કે દરમાં વધારો સૂચવ્યા વગર 264.14 કરોડની પૂરાંત સાથે નાણાકીય વર્ષ 2023-24નું 944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જલજી ટ્વેન્ટી સમિટ અંતર્ગત કુલ છ નવા તળાવનું નિર્માણ અને બ્યુટીફિકેશન તથા સદીતા ઉદ્યાનના અત્યંત મોડેલ બગીચા તરીકેનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત મીના બજાર વિસ્તારને હાર્ટ બજાર તરીકે વિકસાવવા માટે બે કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગર મનપાની આવકનો સ્ત્રોત
ગાંધીનગર મનપાની આવકનો સ્ત્રોત

ડ્રાફ્ટ બજેટમાં ક્યાં મુદ્દાને ધ્યાનમાં લેવાયા: ગાંધીનગર શહેરી વિસ્તારમાં દિવ્યાંગો અનાથ બાળકો નિરાધાર વૃદ્ધો એચ વિના દર્દીઓને મુખ્ય ધારાઓથી દૂર વંચિતોની સુખાકારી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત શહેરી પછાત વિસ્તારના માળખાગત સુવિધાઓ જેવી કે ગટર પાણી સફાઈ અને ઝૂંપડપટ્ટીઓ રોગમુક્ત થાય તે માટેનું આયોજન આ ઉપરાંત ઘરવિહોણા લોકોને આશરે મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા સેન્ટર હોમ બનાવવાનું પણ આયોજન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે.

ગત બજેટ કરતા 13.56 ટકાનો સુધારો વર્ષ 2022 23ના મંજૂર થઈ જ રેવન્યુ આવક 215.21 કરોડની સામે રિવાઇઝ અંદાજ મુજબ 273.03 કરોડ થયું છે. રેવન્યુની આવકમાં 26.87 ટકાનો વધારો થયો હતો જ્યારે કેપિટલ આવકમાં પણ 405 ટકાનો વધારો થયો છે. આમ વર્ષ 20223 ના મંજૂર થયેલ રેવન્યુ ખર્ચ ₹146.21 કરોડની સામે રિવાઇઝ અંદાજ મુજબ 167.17 કરોડ ખર્ચ થયો હતો એટલે રેવન્યુ ખર્ચમાં 14.37 ટકાનો વધારો થયો હતો આમ વર્ષ 2022-23 ના મંજૂર થયેલ બજેટ ₹540.68 કરોડની સામે રિવાઇઝ અંદાજ મુજબ 467.39 કરોડ થયેલ છે જે એકંદરે 13.56 ટકાનો ઘટાડો સૂચવે છે.

આ પણ વાંચો: બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

જાપાનની મિયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન: ગાંધીનગરમાં ગ્રીન કવર વધારવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કમિશન સંદીપ સંગલેએ મીડિયાની જણાવ્યું હતું કે, ગાંધીનગરના ગ્રીન સિટી કેપિટલનું બિરુદ જળવાઈ રહે તે માટે શહેરમાં વધુમાં વધુ સિનિયર સિટીઝન પાર્ક ઉભા કરવામાં આવશે. સુવિધાવાળા બગીચાઓ અને નર્સરી તૈયાર કરવામાં આવશે. જેમાં જાપાનની મિયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવન વીતાવે તે પ્રકારનું આયોજન છે. GSRTC સાથે સંકલન કરીને 30 જેટલી બેટરી ઓપરેટેડ વ્હીકલ ચાલુ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અત્યારે ચાલુ વર્ષ દરમિયાન 20 જેટલી ઇલેક્ટ્રિક બસ ગાંધીનગરમાં કાર્યરત છે.

વરસાદી પાણીની નિકાલ માટે વ્યવસ્થા: વરસાદી પાણી ન નિકાલની વ્યવસ્થા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીની નિકાલ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નેશનલ વોટર મિશનના કેચ ધ રેન્ક અભિયાન હેઠળ કોર્પોરેશન દ્વારા ગત વર્ષમાં કુલ 70 જેટલા રિચાર્જ વેલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત 50 જેટલા રિચાર્જ વેલનો આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સેક્ટર 1 થી 30 માં ચોક્કસ લંબાઈની આંતરિક રસ્તા ઉપરની બાકી રહેલી સ્ટ્રોંગ વોટર લાઈનની કામગીરી પણ અત્યારે કાર્યરત છે જેથી નકામા વહી જતા વરસાદી પાણીના સંગ્રહ થકી શહેરના પાણીના સ્તર ઉંચા આવશે અને વરસાદી પાણીનો નિકાલ પણ સરળતાથી થશે તેવું આયોજન બજેટમાં જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોમાં પાણી પુરવઠા તથા ડ્રેનેજ લાઈનના 300 કરોડના વિવિધ કામોનું આયોજન પણ વર્ષ 2023 24ના અંદાજપત્રમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પાટનગરને મળ્યા પ્રથમ મહિલા MLA, ખેડૂતોના પડતર પ્રશ્નો માટે છે કટીબદ્ધ

અન્ય ક્યાં મહત્વના કામ કરવામાં આવશે: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની બિલ્ડીંગ અને ફાયર સ્ટેશનમાં 240 વોટરનું સોલાર પેનલ આ ઉપરાંત પબ્લિક ગાર્ડન વ્હીકલ પુલ પમ્પિંગ સ્ટેશન સહિત કુલ ૬૦૦ કિલો પેનલ ઇન્સ્ટોલ કરશે જેનાથી કોર્પોરેશન વાર્ષિક 16.77 કિલો વોટ લાખ યુનીટ વીજળી પેદા કરશે જે આગામી 30 વર્ષમાં અંદાજિત 500 કિલો વોટ લાખ વીજળી ઉત્પન્ન આવે છે જેનાથી વાર્ષિક 1.34 કરોડની નાણાકીય બચત અને આગામી 30 વર્ષમાં 40 કરોડ રૂપિયાની બચત સોલાર ઇન્સ્ટોલથી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.