ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલની જૂની સરકાર દ્વારા ગૃહવિભાગની 10,000થી વધુ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અનેક યુવાનો ગૃહ વિભાગમાં અને પોલીસ વિભાગમાં કામ કરવાનું સપનું સેવતા હોય છે. પરંતુ તમામ લોકોના સપના પૂરા થતા નથી. ત્યારે આડકતરી રીતે અને ગેરકાયદેસર રીતે સપના પૂરા કરવા માટેના તમામ પ્રયત્નો કરે છે. આવી જ એક ઘટના ગાંધીનગરની કરાઇ એકેડેમીમાં સામે આવી છે. જેમાં અમદાવાદના વેજલપુરમાં રહેતી ધારા ગિરીશ જોશી નામની વ્યક્તિ ધરપકડ કરવામાં આવી છે.
પિતાનું સપનું પૂરું કરવા માટે નકલી ડોક્યુમેન્ટ ઉભા કર્યા : ડભોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી ધારા ગિરીશ જોશી નામની યુવતીએ પીએસઆઇની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓ ફિઝિકલ પરીક્ષામાં જ ફેલ થયા હતા. જ્યારે ધારાના પિતા ગિરીશ જોશીની પણ ઈચ્છા હતી કે તેમની દીકરી પોલીસ ખાતામાં નોકરી કરતી હોય. પરંતુ બે મહિના પહેલા ગિરીશ જોશીનું નિધન થયું હતું.ત્યારે પિતાની આખરી ઈચ્છા પૂરી કરવા માટે ધારા ગિરીશ જોષીએ નકલી દસ્તાવેજ ઉભા કરીને ઘરે કાગળ મોકલ્યા હતા અને પોતે ફિઝિકલ પરીક્ષામાં પાસ, પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયા હોવાની પોતાની રીતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની ખોટી સહી કરીને ઘરે જાણ કરી હતી.
આ પણ વાંચો નકલી દસ્તાવેજ બનાવતા રેકેટનો વિદ્યાનગર પોલીસે કર્યો પર્દાફાશ, જાણો શું સમગ્ર ઘટના
પ્રિલીમનરી પરીક્ષામાં પિતાને લઈને ગઈ હતી યુવતી : ડભોડા પોલીસના જણાવ્યા અનુસાર ધારા જોશી PSI ની પ્રિલીંનરી પરીક્ષામાં પિતાને લઈને પરીક્ષા આપવા ગયા હતા. જ્યારે પોતે ફિઝિકલમાં પાસ થયા નથી તેમ છતાં પણ પોતાના પિતા સાથે પરીક્ષાનો ખોટો ડોળ ઉભો કર્યો હતો અને પરીક્ષાના સમય દરમિયાન યુવતીએ પરીક્ષા કેન્દ્રની પાછળ પરીક્ષાના સમય દરમિયાન છુપાઈને રહ્યાં હતા અને પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો સાથેના ટોળામાં જોડાઈ ગયા હતા અને પરીક્ષા સારી ગઈ હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું.
આ પણ વાંચો Karnataka News: ખોટા દસ્તાવેજ બનાવીને રેલવેમાં નોકરી મેળવી, 32 વર્ષે બહાર આવી હકીકત
કઈ રીતે થયો સમગ્ર ઘટનાનો ખુલાસો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુવતી પોતાના ઘરમાં પોતે મેડિકલ રિપોર્ટમાં થોડી સમસ્યા હોવાના કારણે ટ્રેનિંગ 15 દિવસથી મોડી શરૂ થશે તેવી વાત કરે રાખી હતી. ત્યારબાદ યુવતીએ ફરીથી ખોટા દસ્તાવેજ બનાવીને કરાઇ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ કારાઇ એકેડેમીના કંટ્રોલ રૂમમાં ફરીથી વેરિફિકેશન થતાં 279 ઉમેદવારો કે જેઓ ખરેખર પાસ થયા હતા તેમનું વેરિફિકેશન થયું હતું. પરંતુ એક ઉમેદવાર વધી જતા ઉલટ તપાસ શરૂ થઈ હતી. જેમાં યુવતી પ્રેક્ટિકલમાં જ ફેલ થયા હોવાનું સામે આવ્યું હતું અને ખોટા દસ્તાવેજ બનાવીને કરાય એકેડમીમાં પહોંચ્યા હોવાનું પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ડભોડા પોલીસ સ્ટેશન ખાતે યુવતી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવીને હવે ડભોડા પોલીસે આની તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતી માસ્ટર ઓફ કોમર્સ અને હાલમાં LLB ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.