ETV Bharat / state

Asaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા - કલમ 376 હેઠળ આજીવન કેદની સજા

આસારામ દુષ્કર્મ કેસ મામલે ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા સંભળાાવી છે. કોર્ટે પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં કોર્ટે આસારામને દોષિત જાહેર કરાયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. (Asaram Rape Case)

Asaram Rape Case
Asaram Rape Case
author img

By

Published : Jan 31, 2023, 11:48 AM IST

Updated : Jan 31, 2023, 5:45 PM IST

આસારામ દુષ્કર્મ કેસ મામલે ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા સંભળાાવી

ગાંધીનગર: ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.

આસારામને આજીવન કેદ: ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરાયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

કોર્ટમાં કેવી રહી દલીલો: કોર્ટમાં સજા બાબતે બંને પક્ષકારના વકીલોએ દલીલ કરી હતી જેમાં મુખ્ય સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું હતું કે આરોપી આસારામે મહિલા જગતને શરમાવે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટ કોઈ પણ પ્રકારની દયા રાખવી ના જોઈએ. જ્યારે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા થવી જોઈએ. ઉપરાંત તેઓએ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ અને દુષ્કર્માના પ્રયાસ ભૂતકાળમાં કર્યા છે. જેથી આરોપીને કડકમાં કડક અને સખતમાં સખત સજા થાય સાથે જ આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવે તેવી દલીલો સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.

કલમ 376 હેઠળ આજીવન કેદની સજા: સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું હતું કે બાકીના જે આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે તેમને વિરુદ્ધમાં આવનારા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. આમ આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા આસારામને આરોપી જાહેર કરીને કલમ 376 હેઠળ આજીવન કેદ અને 10,000 નો દંડ, 377 કલમ હેઠળ આજીવન કેદ અને 10,000નો દંડ, 354, 357 અને 506(2) હેઠળ એક-એક વર્ષની કેદ અને 342 હેઠળ 6 મહીના કેદ સાથે 30,000 નો દંડ અને 50,000 યુવતીને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સેશન કોર્ટના ચૂકાદાને પડકારાશે: આરોપી આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું હતું કે સેશન કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. આસારામના વકીલે આસારામને ઓછામાં ઓછી સજા થાય તેવી પણ દલીલો કરવામાં આવી હતી જ્યારે આસારામ છેલ્લા દસ વર્ષથી જોધપુરની જેલમાં બંધ છે અને તેઓ સજા પણ કાપી રહ્યા છે. ત્યારે ઓછી સજા કરવાની દલીલ કરી હતી આ ઉપરાંત અત્યારે આસારામની તબિયત પણ સારી નથી અને ઉંમરને ધ્યાનમાં લઈને કોર્ટ નિર્ણય કરે તેવી દલીલો કરવામાં આવી હતી.

સુરતની 2 યુવતીઓએ લગાવ્યો હતો આરોપ: ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાનું આસારામના વકીલ જણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આસારામ અત્યારે જોધપુર જેલમાં બંધ છે. સુરતની 2 યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સમગ્ર કેસમાં 55 ફરિયાદીના અને 13 બચાવપક્ષના મળી કુલ 68 સાક્ષીઓને તપાસ્યા હતા.

આ પણ વાંચોઃ તબિયત લથડી હોવા છતા આસારામની મનમાની, યુરિન ઈન્ફેક્શન વધ્યુ હોવા છતા તપાસ નથી કરાવી રહ્યા

શું હતી ઘટના: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આસારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Junior Clerk Paper Leak: પેપર લીક કૌભાંડ મામલે ઓડિશાના શિક્ષકની ધરપકડ

13 વર્ષથી કેસઃ ઘટના બાબતની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી કિનારે આવેલ આસારામ આશ્રમ ખાતે એક યુવતીનો દુષ્કર્મ થયો હતો અને આસારામ દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પીડિતાએ સુરતમાં પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ બાદ કરી હતી. ફરિયાદના પગલે સુરતથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં આજે ગાંધીનગર કોર્ટમાં છેલ્લા 13 વર્ષથી કેસ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે.

Last Updated : Jan 31, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.