ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી બિલ્ડિંગમાં ટીબી વિભાગ કાર્યરત છે. જ્યાં 12 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા બેદરકારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ટીબીના દર્દીઓ જોડે સામાન્ય દર્દીઓને રાખવામાં આવતા તેમણે ચેપ લાગવાનું જોખમ જોવા મળી રહ્યું છે.
ટીબી નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવતું હોય છે, ત્યારે ટીબીના દર્દી જોડે રહેવાથી ચેપ લાગવાના કારણે અન્ય વ્યક્તિને પણ ટીબી થઈ શકે છે. તેવા સૂચનો શહેરોમાં લગાવવામાં આવતા હોય તેવા સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ દર્દીઓ સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતિ લાખાણીએ કહ્યું કે, જે દર્દીઓને રાખવામાં આવ્યા છે તે દર્દીઓ સામાન્ય તાવ બીમારીના છે. પરંતુ, જેમની સાથે રાખવામાં આવ્યા છે. તે પણ ટીબીના પોઝિટિવ દર્દીઓ નથી. પરિણામે તેમની સાથે દર્દીઓ રાખવામાં કોઈ તકલીફ નથી. હાલમાં સિવિલ હોસ્પિટલની કેપેસિટી કરતા વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સ્ટાફની અને જગ્યાની અસુવિધા હોવાના કારણે આ પ્રકારે વ્યવસ્થા કરવી પડતી હોય છે. તેના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. દર્દીઓને સલામતી અને સુરક્ષા અમારા દ્વારા પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.