ETV Bharat / state

G20 Meeting in Gandhinagar : ગુજરાતમાં છેલ્લી G20 બેઠક,  27 થી 29 ઓગસ્ટ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી મુદ્દે ચર્ચા થશે - અંતિમ G20 બેઠક

ગુજરાતમાં જી20 બેઠકોના દોરમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ રહી છે. આગામી 27થી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અંતિમ G20 બેઠક મળશે. બેઠકમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય મુદ્દા બની રહેશે. જી20 નોડલ ઓફિસર મોના ખંધારે આપેલી વધુ વિગતો આ રહી.

G20 Meeting in Gandhinagar : ગુજરાતમાં છેલ્લી G20 બેઠક,  27 થી 29 ઓગસ્ટ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી મુદ્દે ચર્ચા થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 6:34 PM IST

વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય મુદ્દા

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં ભારત દેશને G20 યજમાન પદ મળ્યું છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ફાઇનાન્સ મુદ્દે G 20ની બેઠકો યોજાઇ છે. ત્યારે હવે ગુજરાતમાં અંતિમ G 20 બેઠક મળશે. જે 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી મુદ્દે બેઠક યોજાશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની બીજી અને અંતિમ બેઠક : આ બેઠકમાં વૈજ્ઞાનિકો, રિસર્ચરો અને નવી ટેકનોલોજી સાથેના અભ્યાસુઓ આ કાર્યક્રમ હાજર રહેશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની બીજી અને અંતિમ બેઠક ગુજરાતમાં મળી રહી છે, પ્રથમ બેઠક અગાઉ ઉત્તરાખંડમાં મળી હતી. બેઠકમાં ગુજરાતના વૈજ્ઞાનિકો પણ ભાગ લેશે. જેમાં નરોત્તમ શાહુ જીટીયુના એક વૈજ્ઞાનિક સહિત વિજ્ઞાન અને રિસર્ચ સાથે સંકળાયેલા અન્ય ત્રણ વિશ્લેષકો પણ આ બેઠકમાં ભાગ લેશે તેવી જાહેરાત મોના ખંધારે કરી હતી.

ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20-ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (CSAR) ની બીજી મીટિંગ ત્રણ દ્વિપક્ષીય બેઠકો સાથે શરૂ થશે.27 ઓગસ્ટ રવિવારના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીઓ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (MMCC) ના બોર્ડરૂમ ખાતે 4થી ઇન્ટરસેશનલ મીટિંગ બપોરે 02:15 થી 02:45 વાગ્યાના સમયગાળા દરમિયાન યોજાશે...મોના ખંધાર ( G20 નોડલ અધિકારી)

મુખ્ય કાર્યક્રમ 28 ઓગસ્ટ શરૂ થશે : ગુજરાત G 20 નોડલ અધિકારી મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 28 ઓગસ્ટનો દિવસ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ‘વન હેલ્થ’ વિષય પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરના બોર્ડરૂમમાં G20-CSAR ની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદ પણ બેઠકમાં સંબોધન કરશે. ત્યારબાદ CSAR મીટિંગનું પ્રથમ સત્ર યોજાશે, જેનું શીર્ષક છે: ‘વધુ સારા રોગ નિયંત્રણ અને મહામારીની તૈયારીઓ માટે વન હેલ્થમાં રહેલી તકો’ (ઓપોર્ચ્યુનિટીઝ ઇન વન હેલ્થ, ફોર બેટર ડીસિઝ કંટ્રોલ એન્ડ પાનડેમિક પ્રિપેર્ડનેસ). ત્યારબાદ સિંદુરા ગણપતિ એજન્ડા 1- થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ભારતીય પ્રતિનિધિઓ શ્રી વિનોદ કે. પોલ, શ્રી રાજીવ બહલ અને ગગનદીપ કાંગ દ્વારા ઇન્ટરવેન્શન્સ (હસ્તક્ષેપ) અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.

વિજ્ઞાન પર ખાસ ચર્ચા : બેઠકનું બીજું સત્ર ‘વિદ્વાન વૈજ્ઞાનિક જ્ઞાનની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે વૈશ્વિક પ્રયત્નોને સમન્વયિત કરવા’ (સિનર્જાઇઝિંગ ગ્લોબલ એફર્ટ્સ ટુ એક્સપાન્ડ ધી એક્સેસ ટુ સ્કોલરલી સાયન્ટિફિક નોલેજ) વિષય પર યોજાશે. સુદેશણા સરકાર એજન્ડા 2-થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય ઉપર ભારતીય પ્રતિનિધિઓ એલ. એસ. શશિધરા અને ટી. એ. અબિનંદનન દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે. આ સત્ર ‘વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T)માં વિવિધતા, સમાનતા, સમાવેશ અને સુલભતા’ (ડાયવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્લુઝન એન્ડ એક્સેસેબિલિટી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (S&T)) વિષય પર હશે. શ્રીમતી અનિથા કુરુપ એજન્ડા 3 – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે.

વૈશ્વિક વિજ્ઞાન અને ટેક્નોલોજી પર ડાયલોગ : ચોથું સત્ર ‘સમાવેશી, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક સાયન્સ અને ટેક્નોલોજી પોલિસી ડાયલોગ માટે એક સંસ્થાગત પ્રણાલી’ (એન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર ઇન્ક્લુઝિવ, કન્ટિન્યુઅસ એન્ડ એક્શન-ઓરિયેન્ટેડ ગ્લોબલ એસ એન્ડ ટી પોલિસી ડાયલોગ) પર યોજાશે. પરવિન્દર મૈની એજન્ડા 4 – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે.

  1. G20 Summit: ભારત માટે આરોગ્ય એ વેપાર નથી, સેવા છે, વેકસીનની આડઅસર બાબતે તપાસ શરૂ- મનસુખ માંડવીયા
  2. Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ
  3. PM Modi in G20 : નવ વર્ષમાં ભારત પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બન્યું - PM નરેન્દ્ર મોદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.