ગાંધીનગર : રાજ્યકક્ષાના પૂર્વ ગૃહપ્રધાન તરીકેની જવાબદારી સંભાળનાર મહેન્દ્ર ત્રિવેદીએ વિજય રૂપાણીની સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા ત્યારે તેમના બજેટમાંથી તેઓએ ભાવનગરમાં એક નદીમાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તે પ્રોજેક્ટ હજી સુધી પૂર્ણ થયો નથી. આ ઉપરાંત પ્રદૂષણ વિભાગમાં પણ અનેક રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હજીયે રજૂઆતને કોઈ જ પ્રકારનું સમાધાન થયું નથી.
મહેન્દ્ર ત્રિવેદીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શુદ્ધિકરણ પ્રોજેક્ટ જે અનેક વર્ષોથી પ્રોજેક્ટ ફક્ત કાગળ પર જ રહ્યો છે આમાં જે તે સમયે એન્જિનિયર દ્વારા પણ મફતમાં પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ કોઈના કોઈ કારણોસર આ પ્રોજેક્ટ આગળ વધતો જ નથી..
ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારમાં હવે નારાજગીનો ધોધ વધુ પ્રમાણમાં સામે આવ્યો છે કે જ્યારે સંગઠનમાં પણ અનેક પ્રકારના દોષ હોય તેવું પણ દેખાઈ આવે છે ત્યારે હવે ભાજપ સરકાર અને સંગઠન માટે કપરા દિવસો હોય તેવું લાગી રહ્યું છે..