ગાંધીનગર : રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા માહિતી મુજબ ગુજરાત પોલીસે 38 ડોગ પોપ્સની ખરીદી કરી છે. ઉપરાંત ડોગ પોપ્સની અલગ અલગ જિલ્લા પોલીસ મથકમાં ફાળવણી પણ કરવામાં આવી છે. ડોગ ખરીદી માટે ગુજરાત પોલીસે એક સમિતીની રચના કરી હતી. આ સમિતી હેઠળ 38 ડોગ પોપ્સની ખરીદી કરવામાં આવી છે. જેમાં લેબ્રા ડોગ અને ડોબરમેન જેવા ડોગની બ્રિડની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે જિલ્લા કક્ષાના ડોગ હેડલરને ડોગ પોપ્સ સોપવામાં આવ્યા હતા.
38 ડોગ પોપ્સની ખરીદી કરવામાં આવી : ગુજરાત પોલીસમાં લાંબા સમયથી જીલ્લા ગુના શોધવા માટે તાલીમબધ્ધ ડોગ ન હતા. જેથી પોલીસ વિભાગે જરુરિયાત મુજબ પ્રથમ વખત 38 ડોગ પોપ્સની ખરીદી કરી છે. સામાન્ય સંજોગોમાં ગુજરાત પોલીસ દ્વારા ફક્ત 5 થી 10 ડોગની ખરીદી કરવામાં આવતી હતી, જે હવે આજે પ્રશ્નોત્તરીમાં આપેલ જવાબ મુજબ પ્રથમ વખત એક સાથે 38 જેટલા અલગ અલગ બ્રિડના ડોગની ખરીદી કરવામાં આવી હતી.
આ પ્રકારના ગુન્હાઓમાં ભજવે છે મહત્વની ભુમિકા : જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ચોરી, હત્યા, લૂંટ, ધાડ જેવા ગુનાઓ ઉકેલવામાં ડોગની મહત્વની ભૂમિકા હોય છે. એવી જગ્યાઓ કે જ્યાં સીસીટીવી ના ફૂટેજ કે અથવા આરોપીઓ નું કોઈ પગેરું સરકારને પ્રાપ્ત ન થાય ત્યારે ડોગ સ્કવોડની જવાબદારી મહત્વની સાબિત થાય છે. આમ શહેરી વિસ્તાર ઉપરાંત હવે ગ્રામિણ વિસ્તારમાં પોલીસને ગુનો શોધવા માટે ડોગની સુવિધા ઉભી થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી ગુજરાત પોલીસે એક સાથે 38 જેટલા ડોગની ખરીદી કરીને જિલ્લા પોલીસને સુપ્રત કર્યા હતા.