ETV Bharat / state

ETV IMPACT - વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી

ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. સરકાર દ્વારા બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશ અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા, ત્યારે ETV BHARAT દ્વારા 30 મે ના રોજ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani ) એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતને લઈને કોર કમિટીમાં અલગથી ચર્ચા કરીને નિર્ણય કરશે.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી
author img

By

Published : May 31, 2021, 7:27 PM IST

Updated : May 31, 2021, 7:41 PM IST

  • ETV BHARATના એહવાલની સરકારે લીધી નોંધ
  • કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય - CM Rupani
  • વિદેશ જતા વિદ્યાર્થીઓ હસે વેક્સિન માટે નહીં અટવાય
  • વિદ્યાર્થીઓ માટે વેક્સિનની અલગ વ્યવસ્થા કરશે રાજ્ય સરકાર

ગાંધીનગર : કોરોના સામે વેક્સિનને મહત્વનું પાસુ ગણવામાં આવે છે, ત્યારે ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. સરકાર દ્વારા બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશ અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા. જે અંગે ETV BHARAT દ્વારા 30 મે ના રોજ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણી( CM Rupani ) એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતને લઈને કોર કમિટીમાં અલગથી ચર્ચા કરીને નિર્ણય કરશે.

કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય

બીજા દિવસની સમયમર્યાદાને લઈને અનેક વિદ્યાર્થીઓ કે જેમને વિદેશ ભણવા માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે, તેમને મૂંઝાયા છે, ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી અંગેનો પ્રશ્ન પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani ) એ જણાવ્યું હતું કે, આ બાબત સરકારના ધ્યાનમાં આવી છે અને કોર કમિટીમાં આ બાબત અંગે અલગથી ચર્ચા કરવામાં આવશે.

વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના નિયમમાં થઈ શકે છે ફેરફાર

ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani ) એ કોર કમિટીમાં અલગથી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે અલગ બૂથની વ્યવસ્થા કરવાનું નિવેદન આપ્યું છે. જેના પરથી લાગી રહ્યું છે કે, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના નિયમમાં થોડોક સુધારો વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ક્યારે આ નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અલગ વ્યવસ્થા

મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવી સુધારેલી નિયમાવલી જાહેર કરી છે. જેમાં વિદેશ અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપીને કોરોના રસી આપવામાં આવશે. આ રસી મહારાષ્ટ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા સેન્ટર પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. જેથી મહારાષ્ટ્રમાંથી વિદેશ અભ્યાસ અર્થે જઈ રહેલા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેવા હેતુસર મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે ગુજરાત સરકારે પણ સોમવારના રોજ કોર કમિટીમાં આ બેઠક અંગે ચર્ચા વિચારણા કરવાની નિવેદન રચના મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું હતું.

30 મે નો અહેવાલ - વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેક્સિન અંગેના બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશમાં અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકારને રજુઆત કરી રહ્યા છે કે, સરકાર ત્વરિત નિર્ણય કરી વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવે.

આ પણ વાંચો -

Last Updated : May 31, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.