કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે જવાબ આપતા લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગરોની સંખ્યા 4 લાખ 2 હજાર 391 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગરો 22 હજાર 599 નોંધાયા છે. જયારે છેલ્લા બે વર્ષેમાં આ બેરોજગરો માંથી 5 હજાર 497ને સરકારી નોકરી અપાઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરા,સુરત,ખેડા,નવસારી,દાહોદ,નર્મદા,અને મોરબી જિલ્લા માં એકપણ બેરોજગારને સરકારી નોકરી પુરી પડવામાં આવી નથી. જ્યારે ડાંગ જિલ્લામાં એક તાપી અને જામનગરમાં બે-બે લોકોને સરકારી નોકરી આપાઈ છે. આમ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં બેરોજગારીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.