ETV Bharat / state

કોરોનામાં 7.50 લાખની કિંમતની નકલી દવાનો જથ્થો ઝડપાયો, રાજ્યવ્યાપી દરોડો - 5850 ટેબલેટ

વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાતમાં બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજયવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન આશરે 7.50 લાખ રૂપિયાની કિંમતની 5850 ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

કોરોનામાં 7.50 લાખની કિંમતની નકલી દવાનો જથ્થો ઝડપાયો

author img

By

Published : Jun 1, 2021, 7:22 PM IST

  • રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી
  • મોટા પ્રમાણમાં favipiravir નકલી દવાનો જથ્થો ઝડપાયો
  • 7.50 લાખની 5850 નકલી ટેબલેટનો જથ્થો પકડી પાડ્યો

ગાંધીનગર: ઈન્જેક્શન અને ઓક્સિજનની કાળાબજારી સામે આવી છે. તે ઉપરાંત મ્યુકોરમાઈકોસિસ(mucormycosis) ના ઈન્જેક્શનોની પણ કાળા બજારી કરતાં લોકો ઝડપાયાં છે. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી ફેવિપિરાવિર (Favipiravir) નામના ડ્રગ્સની નકલી બનાવટની દવાઓનો જથ્થો ઝડપાયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્ય વ્યાપી દરોડા પાડીને આશરે 7.50 લાખ રૂપિયાની કિંમતની 5850 ટેબલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.

કોરોનામાં 7.50 લાખની કિંમતની નકલી દવાનો જથ્થો ઝડપાયો

નકલી એન્ટીવાઇરલ દવા ઝડપાઇ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યુ છે કે, અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200 Tablets ના વેચાણની જાહેરાત આ તંત્રના યોગ્ય અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલ અને દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવી હતી. પકડાયેલી દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે તથા બાકીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, ઝડપાઇ નકલી બ્લડ પ્રેશરની દવાઓ

7 પેઢીઓને કરાયું વેચાણ

  • ઓનકોવ ઓરેંજ ફાર્મા, રાજકોટ
  • જલીયાણ ફાર્મા. રાજકોટ
  • ક્રિષ્નમ ફાર્મા, એલીસબ્રિજ, અમદાવાદ
  • કિવોન્યક્ષ હેલ્થકેર, ચાંગોદર, અમદાવાદ
  • જ્યોત આર્મા, ભાવનગર
  • રન મેડવે ફાર્મા, સુરત
  • સંસ્કૃતિ ફાર્મા, સુરત

કંપની હયાત જ ન્હોવાના કિસ્સા સામે આવ્યા

મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા DCG(I) New Delhi ના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ (WHO-GMP Certificate ) અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમિયાન ધ્યાને આવેલી છે.

આ પણ વાંચો: અમદાવાદ: WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધું

ગુગલ સાઈટપર નકલી દવાનું વેચાણ

આ ઉપરાંત, કમિશ્નર કોશિયા એ જણાવ્યું હતું કે, અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200 Tablets ના વેચાણની જાહેરાત આ તંત્રના યોગ્ય અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલા અને દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવી હતી. પકડાયેલી દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે.

કાયદેસરની કાર્યવાહી કરાઈ

કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કામમાં સંડોવાયેલા તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી આ તંત્રના ઔષધ નિરીક્ષકો દ્વારા ચાલુ કરી છે અને પકડાયેલા વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો જારી કરાયા છે. આ દરોડામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.