ETV Bharat / state

રાજ્યમાં ધોરણ 6 થી 9 ની શાળાઓ શરૂ કરવા મુદ્દે 15 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય: ભુપેન્દ્રસિંહ ચુડાસમાં - રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ધોરણ 6 થી 9ની શાળાઓ શરૂ કરવા બાબતનો મુદ્દો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૂક્યો હતો. રાજ્ય સરકારે હવે 15 ઓગસ્ટ બાદ આ મુદ્દે વિચારણા કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં ધોરણ 6 થી 9 ની શાળાઓ શરૂ કરવા મુદ્દે 15 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય:  ભુપેન્દ્રસિંહ ચુડાસમાં

author img

By

Published : Aug 12, 2021, 8:24 AM IST

  • રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
  • આજે કેબિનેટ બેઠકમાં શાળા ખોલવામાં બાબતે મુદ્દો ચર્ચાયો

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ધોરણ 6 થી 9ની શાળાઓ શરૂ કરવા બાબતનો મુદ્દો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૂક્યો હતો, ત્યારે જે રીતે પંજાબ અને કેરળમાં વિદ્યાર્થીઓ શાળા શરૂ થયા બાદ સામે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે હવે 15 ઓગસ્ટ બાદ આ મુદ્દે વિચારણા કરવાની જાહેરાત કરી છે.

15 ઓગસ્ટ બાદ લેવામાં આવશે નિર્ણય

કેબિનેટ બેઠકમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 6 થી 9ની શાળા ઓફ લાઇન ચાલુ કરવા બાબતે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી પરંતુ વધુ ચર્ચા કરવામાં આવી નથી અને રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે ન કરવી તે અંગેનો આખરી નિર્ણય 15 ઓગસ્ટ બાદ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશેય.

આ પણ વાંચો: ઉપલેટાની શાળાઓમાં 6થી 8 ધોરણનું શૈક્ષણિક કાર્ય શરું

સરકાર હજુ અવઢવમાં

મળતી માહિતી પ્રમાણે જે રીતે દેશના અલગ-અલગ રાજ્યોમાં રાજ્ય સરકારો દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શૈક્ષણિક કાર્ય પદ્ધતિની શરૂઆત કરી છે પરંતુ જે રીતે વિદ્યાર્થીઓમાં અને બાળકોમાં કોરોના પોઝિટિવ કેસ પણ સામે આવી રહ્યા છે. પંજાબ અને કેરળમાં વિદ્યાર્થીઓના કોરોનાના કેસ સામે આવતા જ રાજ્ય સરકાર પણ હવે ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા બાબતે વિચારણામાં પડી છે, ત્યારે હજુ પણ 5 દિવસ સરકાર દ્વારા રિસર્ચ કર્યા પછી જ વધુ નક્કર નિર્ણય કરવામાં આવશે.

શાળાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વર્ગ ઓફ લાઇન શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓના RT-PCR ટેસ્ટ શાળાઓમાં જ કરવાની ખાસ જોગવાઇ પણ કરવામાં આવી છે. આમ શાળાની અંદર સંક્રમણના થાય અને કોઈ પણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ ન આવે તે માટે પણ આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.