ETV Bharat / state

દહેગામમાં મોડી રાત્રે ચોરીનો બનાવ, 4 તસ્કરોમાંથી 1ને ઝડપી પાડ્યો - તસ્કર

ગાંધીનગરઃ જિલ્લામાં લૂંટ અને ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મોડી રાત્રે દહેગામમાં આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા GEBના નાયબ અધિક્ષકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો 90 હજાર રોકડા સાથે કુલ 3.10 લાખની મત્તા લઈ પલાયન થઈ ગયા હતા.

દહેગામમાં  ચોરી કરવા આવેલા 4 તસ્કરમાંથી 1 પકડાયો
author img

By

Published : Aug 2, 2019, 3:59 PM IST

દહેગામની શાસ્ત્રીનગર સોસાયટીના મકાન નં-26માં રહેતા રવિભાઈ ફુસાભાઈ રાઠોડ GEB માં બારેજા ખાતે નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ દહેગામમાં પિતા, પત્ની, 3 પુત્ર અને 1 પુત્રવધુ સાથે રહે છે. મંગળવારે રાત્રે પરિવારના સભ્યો નીચેના રૂમમાં તાળુ મારી ઉપરના માળે સૂઈ રહ્યા હતા.

Dahegam
દહેગામમાં ચોરી કરવા આવેલા 4 તસ્કરમાંથી 1 પકડાયો

ત્યારે મોડી રાત્રે તેમનો પુત્ર 25 વર્ષીય પ્રકાશ લઘુશંકા માટે ઉઠ્યો હતો, ત્યારે નીચે હલચલ જણાતા પ્રકાશે નીચે જોતા ઘર આગળ 3 બાઈક જોવા મળી હતી. પ્રકાશને જોઈ તસ્કરોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે 3 તસ્કરો એક બાઈક પર ભાગવાનો પ્રયત્ન કરતાં એક સમયે પડી ગયા હોવા છતાં તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

દહેગામમાં ચોરી કરવા આવેલા 4 તસ્કરમાંથી 1 પકડાયો
બીજી તરફ બુમાબુમ થતા પરિવારના અન્ય સભ્યો જાગી જતા બાઈક પર ભાગવા જતા 4થા તસ્કરને ઝડપી લીધો હતો. બીજી તરફ મકાન માલિકે ઘરમાં આવીને જોયુ તો તિજોરીમાંથી 2 લાખની કિંમતના 8 તોલા સોનાના દાગીના રૂપિયા 20 હજાર અને ચાંદીના દાગીના તેમજ રુપિયા 90 હજારની રોકડા મળી કુલ 3.10 લાખની મત્તા ગુમ હતી.

પકડાયેલા તસ્કર પાસેના કાપડના થેલામાંથી સળીયા તોડવાનું કટર, ડિસમીસ, 2 નંગ સોનાની વીંટી તેમજ 5 હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી. તસ્કરોએ મકાન માલિક રવિભાઈને લાફા માર્યા હતા. જયારે તેમના પુત્રને પગના ભાગે પાઈપ તથા મૂઢમાર મારીને એક બાઈક તથા ચોરીનો સામાન લઈ તસ્કરો 2 બાઈક મુકીને ભાગવામાં સફળ રહ્યા હતા.

જેની તપાસ કરતા બંને બાઈક રખિયાલ અને અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલા હોવાનુ સામે આવ્યુ હતું. બીજી તરફ શહેરની મધુવન સોસાયટીમાં રહેતાં ધનપાલસિંહ ધૂળસિંહના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી હાથફેરો કર્યો હતો. આ મકાનમાંથી અંદાજીત 25 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. ત્યારે આ ચોરી પાછળ પણ ચિખલીગર ગેંગના સભ્યો હોવાની પોલીસને શંકા છે.

ઝપાઝપી સમયે બાઈક પર ભાગવા જતા એક તસ્કર નીચે પડી ગયો હતો. જેને પગલે તેને માથા તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત તસ્કરને દહેગામ સરકારી દવાખાના બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઝડપાયેલો તસ્કર શેરસિંહ કાળુસિંહ ચિખલીગર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ.દહેગામ પોલીસે 4એ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી

Intro:હેડીંગ) દહેગામ શહેરમાં જીઇબીના નાયબ અધિક્ષકના ઘરમા ચાર તસ્કરો ત્રાટક્યા, એક પકડાયો, 3 લાખની ચોરી

ગાંધીનગર,

જિલ્લામાં લૂંટ અને ચોરીના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મોડીરાત્રે દહેગામ શહેરમાં આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા જીઇબીના નાયબ અધિક્ષકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે લઘુશંકા માટે ઉઠેલા યુવકને શંકા જતા નીચે આવેલા પિતા-પુત્રને ચાર તસ્કરો દેખાયા હતા. બુમાબુમ થતા ત્રણ ચોર એક બાઈક પર ભાગી ગયા હતા જોકે, એક ઝડપાઈ ગયો હતો. ઝપાઝપીમાં પડી જતા ઘાયલ થયેલા તસ્કરને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો છે. ભાગેલા તસ્કરો 90 હજાર રોકડા મળી 3.10 લાખની મત્તા લઈ ગયા છે. Body:દહેગામ શહેરની શાસ્ત્રીનગર સોસાયટીના મકાન નં-26માં રહેતા રવિભાઈ ફુસાભાઈ રાઠોડ જીઇબીમાં બારેજા ખાતે નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ દહેગામમાં પિતા, પત્ની, ત્રણ પુત્ર અને એક પુત્રવધુ સાથે રહે છે. મંગળવારે રાત્રે પરિવારના સભ્યો નીચેના રૂમમાં તાળુ મારી ઉપરના માળે સૂઇ રહ્યા હતા. મોડી રાત્રે તેમનો પુત્ર 25 વર્ષીય પ્રકાશ લઘુશંકા માટે ઉઠ્યો ત્યારે નીચે કઈક હલચલ જણાઈ હતી. પિતા-પુત્રને નીચે જોતા ઘર આગળ ત્રણ બાઈક જણાયા હતા. પિતા-પુત્રને જઈને તસ્કરોએ ભાગવાની પ્રયત્ન કર્યો હતો. ત્રણ તસ્કરો એક બાઈક પર ભાગવાનો પ્રયત્ન કરતાં એક સમયે પડી ગયા હતાં છતાં તેઓ ભાગવામાં સફળ રહ્યાં હતા.

બીજી તરફ બુમાબુમ થતા પરિવારના અન્ય સભ્યો પણ જાગી જતા બાઈક પર ભાગવા જતા ચોથા તસ્કરને ઝડપી લીધો હતો. બીજી તરફ મકાન માલિકે ઘરમાં આવીને જોયુ તો તિજોરીમાંથી 2 લાખની કિંમતના આઠ તોલા સોનાના દાગીના, રૂા.20 હજારની કિંમતની ચાંદીના દાગીના તેમજ 90 હજારની રોકડા મળી કુલ 3.10 લાખની મત્તા ગુમ હતી. દહેગામ પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી. ઝપાઝપી સમયે બાઈક પર ભાગવા જતો એક તસ્કર નીચે પડી ગયો હતો. જેને પગલે તેને માથા તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત તસ્કરને દહેગામ સરકારી દવાખાના બાદ ગાંધીનગર સિવિલ ખસેડ્યો હતો. ઝડપાયેલો તસ્કર શેરસિંહ કાળુસિંહ ચિખલીગર (રહે-રેલવે સ્ટેશનના છાપરા, ખંભાત, આણંદ)નો હોવાનું સામે આવ્યું છે. Conclusion:પકડાયેલા તસ્કર પાસેના કાપડના થેલામાંથી સળીયા તોડવાનું કટર, ડિસમીસનું પાનું, બે નંગ સોનાની વિંટી તેમજ પાંચ હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી. તસ્કરોએ મકાન માલિક રવિભાઇને લાફા માર્યા હતા. જયારે તેમના પુત્રને પગના ભાગે પાઇપ તથા મૂઢમાર મારીને એક બાઇક તથા ચોરીનો સામાન લઇ નાસી છૂટવામાં સફળ થયા હતા. તસ્કરો બે બાઈક મુકીને ભાગી ગયા હતા જેની તપાસ કરતાં બંને બાઈક રખિયાલ અને અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલા હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ શહેરની મધુવન સોસાયટીમાં રહેતાં ધનપાલસિંહ ધૂળસિંહના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી હાથફેરો કર્યો હતો. આ મકાનમાંથી અંદાજીત 25 હજાર રૂપિયાની ચોરી થઇ છે. ત્યારે આ ચોરી પાછળ પણ ચિખલીગર ગેંગના સભ્યો હોવાની પોલીસને શંકા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.