ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર - ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર

cyclone tauktae
cyclone tauktae
author img

By

Published : May 17, 2021, 9:02 AM IST

Updated : May 18, 2021, 7:04 AM IST

07:02 May 18

તૌકતે વાવાઝોડાને લઈને પાલિતાણાના વાતાવરણમાં પલટો

  • ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે પાલિતાણા તાલુકામાં છેલ્લા 24 કલાક માં 158 એમ. એમ. વરસાદ વરસ્યો
  • પાલિતાણા શહેરમાં તળેટી વિસ્તારમાં અનેક વૃક્ષો ધારાશયી થયા  
  • નગરપાલિકાની રાહત કામગીરી ગઈ કાલ રાતથી હાથ ધરવામાં આવી  

06:54 May 18

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી પરિસ્થિતિનું સતત મોનિટરિંગ

અમદાવાદ જિલ્લામાં તૌકતે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો પર ક્લાસ-૧ અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સતત મોનીટરીંગ અને લાઈઝનિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

04:54 May 18

તૌકતે વાવાઝોડું અમરેલીથી માત્ર 25 કિલોમીટર દૂર

  • રાજકોટ જિલ્લામાં પૂરઝડપે પવન ફૂંકાવાના શરૂ
  • વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી
  • સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 100 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાયા
  • રાજકોટના કલેક્ટરે લોકોને સતર્ક રહેવા આપી સૂચના

03:52 May 18

જામનગરના સાંસદ પૂનમ માડમ અડધી રાત્રે કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા

તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે સાંસદ પૂનમ માડમ મોડીરાત્રે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે મોડી રાત્રે કામગીરીની સમીક્ષા બેઠક માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગત મેળવી હતી.

02:26 May 18

આણંદ જિલ્લામાં તૌકતેની અસર, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

  • જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર શરૂ
  • ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો
  • ભારે વરસાદના કારણે ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો
  • વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા

01:34 May 18

તૌકતે વાવાઝોડાનો મુખ્ય ભાગ દરિયાકાંઠા પરથી જમીન પર પહોંચ્યો, વાવાઝોડાની તિવ્રતા ઘટી

તૌકતે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હાલમાં વાવાઝોડાનો મુખ્ય ભાગ દરિયાકાંઠા પરથી જમીન વિસ્તારમાં પહોંચ્યો છે. રાત્રે 11:30 કલાકે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની તિવ્રતામાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં વાવાઝોડું દિવથી 30 કિ.મી. ઉત્તર-પૂર્વ તરફ છે. વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી 2 કલાકમાં વરસાદની આગાહી કરી છે. 

00:08 May 18

સોમનાથ-દિવ વચ્ચેના હાઈવે પર વિવિધ સ્થળોએ ઝાડ પડ્યા, આર્મીએ તમામ રસ્તા ક્લિયર કર્યા

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે ફૂંકાયેલા જોરદાર પવનોને કારણે અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના સોમનાથ-દિવ હાઈવે પર અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થતા હાઈવે પર રોડ બ્લોક સર્જાયા હતા. આર્મીના જવાનો દ્વારા રાહત કામગીરી કરીને તમામ રોડ બ્લોક્સ દૂર કરાયા હતા અને હાઈવે યાતાયાત માટે ખુલ્લો મૂકાયો હતો.

23:58 May 17

પાલિતાણામાં 6 વૃક્ષો ધરાશાયી, વિવિધ ગામોમાંથી 1800 લોકોનું સ્થળાંતર

તૌકતે વાવાઝોડાની અસર પાલિતાણામાં પણ શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાના કારણે ફૂંકાયેલા પવનના કારણે પાલિતાણા શહેરમાં 6 વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે,શહેરના ગારીયાધાર રોડ પર આવેલી ખારી નદીના પટમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા અને જુદા જુદા ગામોના 1800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23:46 May 17

તૌકતે વાવાઝોડાનુ તાંડવ: રાજુલા શહેરમાં વીજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ

  • રાજુલા-જાફરબાદમાં અનેક વુક્ષો થયા ધરાશાયી
  • પીપાવાવ પોર્ટ અને રાજુલાના દરિયા કિનારે કરંટના કારણે શિયાળ બેટની 3 બોટો તણાઈ
  • રાજુલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થતા લોકોમાં ભય
  • મુખ્ય માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં થોડાક સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો
  • ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે કાચા મકાનોને નુક્સાન પહોંચ્યું હોવાની આશંકા

23:21 May 17

મુખ્યપ્રધાને 3 જિલ્લાના કલેક્ટર સાથે યોજી વીડિયો કોન્ફરન્સ

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યપ્રધાન રૂપાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમરેલી જિલ્લાના કલેક્ટરે જાફરાબાદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થયા હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત ત્રણેય જિલ્લાની કોવિડ હોસ્પિટલ્સમાં કોઈ પ્રકારની સમસ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણીએ તંત્રને સમગ્ર રાત્રિ દરમિયાન કામ કરવાની સૂચના આપી હતી.

22:23 May 17

અરવલ્લીમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ

અરવલ્લીમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ

મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં  હળવા પવન સાથે વરસાદ શરૂ

21:54 May 17

અમદાવાદમાં છેલ્લા એક કલાકમાં 10.13 MM વરસાદ નોંધાયો

પૂર્વ ઝોનમાં 10.00 MM

પશ્ચિમ ઝોનમાં 12.00MM

ઉત્તર પશ્વિમઝોનમાં 11.00

દક્ષિણ પશ્ચિમ માં 15.50MM

મધ્ય ઝોનમાં 7.00

ઉત્તર ઝોનમાં 7.00

દક્ષિણ ઝોનમાં 2.50 MM

શહેરમાં સરેરાશ 10.13MM વરસાદ 

21:52 May 17

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર શરૂ

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તવાની શરૂઆત

અમદાવાદના વસ્ત્રાલમાં ભારે પવન સાથે વરસાદ

21:40 May 17

મોરબીમાં વાવાઝોડાની અસર શરૂ

મોરબીમાં વાવાઝોડાની અસર શરૂ

મોરબીમાં વરસાદ શરૂ

પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી ગૂલ

21:12 May 17

દિવ અને ઉના વચ્ચે વાવઝોડું ટકરાયુ

વાવઝોડું ગુજરાત સાથે ટકરાયુ

દિવ અને ઉના વચ્ચે વાવઝોડું ટકરાયુ

2 કલાકની અંદર વધુ વેગ પકડશે

રાત્રીના 1 કલાક સુધી વાવઝોડું ફૂંકાવવાની શકયતા

સાઈકલોનની આઇ પર ગતિ નિર્ભર

4 કલાકની આસપાસની આ પુરી પ્રોસેસ

4 કલાક સુધી અસર જોવા મળશે

4 જિલ્લા ગિરસોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં 150 કિલોમીટરની ઝડપે પવનની ગતિ રહેશે

20:57 May 17

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું

હવામાન વિભાગે કરી જાહેરાત

આગામી 2 કલાકમાં લેન્ડફોલની પ્રક્રિયા થશે

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી

20:42 May 17

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર

આરોગ્ય અને મહેસુલના તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર

સીએમના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

બેઠકમાં વાવઝોડું મુદ્દે થશે ચર્ચા

9 થી 11 વાગ્યા ની આસપાસ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે

19:57 May 17

ચક્રવાતની સાબરકાંઠામાં દેખાઈ અસર

  • ચક્રવાતની સાબરકાંઠામાં દેખાઈ અસર
  • વડાલી, પોશીના તાલુકામાં વાવઝોડું
  • પવન સાથે લાંબડીયા,દેલવાડા પોશીનામાં વરસાદ
  • 10 મિનિટ વરસાદ પડતાં પોશીના માં રોડ પર પાણી ભરાયા
  • વાવઝોડાને લઈને પવનથી કોઈ નુકસાન નહીં
  • ચક્રવાતને લઈને કાર્યવાહી
  • હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઈ
  • પાલિકા ઉતરેલા બેનરો એકઠા કરી લઇ જવાયા
  • ચક્રવાત ની અસરને લઈને હિંમતનગર માં પવનની શરૂઆત

19:44 May 17

રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ

રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ

19:36 May 17

અમદાવાદ સાઇક્લોનની એરપોર્ટ પર અસર, અમદાવાદ એરપોર્ટ 18મે સુધી રહેશે બંધ

  • અમદાવાદ સાઇક્લોનની એરપોર્ટ પર અસર
  • અમદાવાદ એરપોર્ટ 18મે સુધી રહેશે બંધ
  • સાઇક્લોનની અસરના કારણે પહેલા ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી
  • અને આજથી આવતીકાલે સાંજ સુધી એરપોર્ટ રહેશે બંધ

19:24 May 17

સુરત ગ્રામ્યમાં ધીરીધારે શરૂ થયો કમોસમી વરસાદ

  • સુરત ગ્રામ્યમાં ધીરીધારે શરૂ થયો કમોસમી વરસાદ
  • ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી વિસ્તારમાં વરસાદ
  • કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં ઉભેલ પાકને નુકશાન
  • વાતાવરણમાં ઠંડક પ્રસરી

19:16 May 17

બારડોલી: પલસાણા તાલુકાના દસ્તાન ગામમાં એક આવાસ ધરાશાયી

  • બારડોલી: પલસાણા તાલુકાના દસ્તાન ગામમાં એક આવાસ ધરાશાયી
  • આવાસમાં રહેતા 6 લોકોનો ચમત્કારિક બચાવ
  • સ્થાનિકોએ દોડી આવી પરિવારજનોને બહાર કાઢ્યા
  • કોઈ જાનહાનિ નહિ

19:15 May 17

અમદાવાદ: તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદ જિલ્લામાં તંત્ર એક્શનમાં

આરોગ્ય કટોકટીમાં પહોંચી વળવા 108ની નવી 17 એમ્બ્યુલન્સ ખડેપગે

2 ICU ઓન વ્હીલ્સ તૈયાર કરી સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 110 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ

એમ્બ્યુલન્સના કાફલા વાહન ચાલકોને પૂરતા બળતણ, ઓક્સિજન, ફાયર એક સ્ટિંગવીશર આપવામાં આવ્યા

19 એમ્બ્યુલન્સ પૈકી 2 એડવાન્સ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ થી અને 17 બેઝિક લાઈફ સ્પોર્ટ સિસ્ટમથી સજ્જ

19:14 May 17

આણંદ: ખંભાત શહેરમાં આવેલ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત

  • આણંદ: ખંભાત શહેરમાં આવેલ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત
  • વાવાજોડાના પગલે સામાન્ય પવન ફૂકાયો
  • ખંભાત શહેર પોલીસે તમામ વિસ્તારની સમીક્ષા કરી
  • SDRFની ટીમ પણ દરિયા કિનારે હાજર
  • લાઈફ જેકેટ, બોટ જરૂરી ઉપકરણો સાથેની તૈયારી

19:13 May 17

ગારિયાધાર ભાજપ દ્વારા સંભવિત વાવાઝોડા માટે હેલ્પલાઇન નંબર અને ઝૂંપડપટ્ટી રહેવાસી માટે રહેવાની વ્યવસ્થા

હાલના દિવસોમાં ગુજરાત અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાના ખતરાની સ્થિતિને પહોંચી વળવા ગારિયાધાર શહેરના કોઇપણ વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે અને ઝૂંપડપટ્ટી રહેવાસી માટે રહેવાની વ્યવસ્થા તેમજ ફૂડ પેકટેસ ની વ્યવસ્થા  ગારિયાધાર ખાતે કરવામાં આવી છે

ધારાસભ્યના કાર્યાલયે હેલ્પ લાઇન નંબર (9998909199)(9054999624)

19:11 May 17

અમદાવાદ તૌકતે વાવાઝોડાને લઈ આગમચેતીના પગલાં

  • અમદાવાદ તૌકતે વાવાઝોડાને લઈ આગમચેતીના પગલાં
  • સોલા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી વધુ વ્યવસ્થા
  • જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમગ્ર કામગીરી તાકીદે હાથ ધરાઈ
  • તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 40 પથારીની વધુ સુવિધા તૈયાર કરવામાં આવી
  • કોઈપણ જગ્યાએ જાનહાનિમાં ઇજાગ્રસ્તને સત્વરે સારવાર મળી રહે તેવા હેતુસર કરવામાં આવી સુવિધા
  • ઉપલબ્ધ દવાઓ સહિત તમામ મેડિકલ વ્યવસ્થા કરાઈ ઉભી

19:10 May 17

તાપી: જિલ્લામાં તૌકતે વાવાઝોડાના લઈ સાવચેતીના પગલાં ભર્યા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં ક્વિક રીસ્પોન્સ ટીમ એક્ટીવ કરવામાં આવી છે

કોવિડ હોસ્પિટલો માટે ખાસ ક્વિક રીસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય

તાપી જિલ્લાના તાલુકા કક્ષાએ 24*7 કાર્યરત કંટ્રોલરૂમની વિગતો જાહેર

17:54 May 17

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભાવિત વાવાઝોડાને લઈ પ્રશાસન સજ્જ થયું છે

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભાવિત વાવાઝોડાને લઈ પ્રશાસન સજ્જ થયું છે.
  • દ્વારકા નજીકના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે અને માછીમારો દરિયામાં ન જાય તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
  • NDRF અને SDRF સહિત પોલીસ જવાનો સુરક્ષા કરી રહ્યાં છે.
  • સાથે લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરાઈ છે. સરકારી તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

17:48 May 17

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કર્યું

  • ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કર્યું
  • નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં 300થી વધુ લોકોનું સ્થળાંતર
  • NDRF ની એક ટુકડીને દરિયા કિનારે તૈનાત કરાઈ

17:17 May 17

અમદાવાદ તૌકતે વાવાઝોડાની ST નિગમ પર અસર

  • અમદાવાદ તૌકતે વાવાઝોડાની ST નિગમ પર અસર
  • કોસ્ટલ વિસ્તારમાં રૂટ બંધ કરવામાં આવ્યા
  • અમદાવાદથી અધિકારીને ભુજ મોકલવામાં આવ્યા
  • ઉના, અમરેલી, જામનગર, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત કોસ્ટલ એરિયામાં રૂટ બંધ કર્યા
  • તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ મદદ માટે ચાલુ રહેશે
  • 300થી વધુ ST બસો સ્થળાંતર માટે ફાળવવામાં આવી
  • કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા
  • જરૂર જણાય તે રીતે લેવાઈ શકે છે નિર્ણય

17:08 May 17

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન  વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી
  • વડાપ્રધાને ગુજરાતને તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી

16:46 May 17

પાલિતાણામાં અત્યારે પવન સાથે વરસાદ શરૂ

પાલિતાણામાં અત્યારે પવન સાથે વરસાદ શરૂ 

તૌકતે વાવાઝોડાની અસર પાલિતાણા અને આજુબાજુમાં વરસાદ શરૂ 

પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં પાલિતાણામાં કરફ્યુ જેવી હાલત 

લોકો કામધંધા બંધ કરી ઘરે જતા રહ્યા

16:38 May 17

મહુવામાં અત્યારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

તોકતે વાવાઝોડાના આવતા પહેલા મહુવા અને આજુબાજુમાં ધોધમાર વરસાદ શરૂ 

પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં મહુવામાં કરફ્યુ જેવી હાલત લોકો કામધંધા બંધ કરી ઘરે જતા રહ્યા 

મહુવામાં ગઈ રાતથી જ વીજ પુરવઠો બંધ 

આખી રાત લાઈટ ન આવતા ગરમીથી લોકો પરેશાન 

વીજ ટુકડી તૈયાર હોવા છતાં 15 કલાકથી મહુવામાં લાઈટ નથી 

16:20 May 17

અમદાવાદ તૌકતે વાવાઝોડાને લઇ ફાયર ટીમ તૈયાર

તમામ ફાયરમેનની રજાઓ કરાઈ રદ્દ 

વાવાઝોડાને પગલે ફાયર જવાનોએ શરુ કરી તૈયારીયો

ફાયરની 5 ટીમો રખાઈ સ્ટેન્ડબાય

10 જેટલી રેસ્ક્યુ બોટ ફાયર સ્ટેશન ખાતે કરાઈ તૈયાર

16:19 May 17

  • મહુવામાં અત્યારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
  • તૌકતે વાવાઝોડાના આવતા પહેલા મહુવા અને આજુબાજુમાં ધોધમાર વરસાદ શરૂ
  • પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં મહુવામાં કરફ્યુ જેવી હાલત
  • લોકો કામધંધા બંધ કરી ઘરે જતા રહ્યા

16:14 May 17

મહેસુલ સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ

દરિયામાં 3 થી 4 મિટર ઊંચા મોજા આવશે

19,811 માછીમારો પાછા આવ્યા

ગુજરાતની એક પણ બોટ હવે દરિયામાં નહિ

11,000 જેટલા અગરિયાઓને સલામતી જગ્યાએ લઈ જવામાં આવ્યા

11,000 થી વધારે E હોર્ડિંગને ઉતારવામાં આવ્યા

પશુઓનું પણ સ્થળતાર કરવામાં આવ્યું છે

234 વીજળીના થાંબલ, 66 વૃક્ષો પડ્યા

તાલુકા કક્ષાએ રેપીડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી

16:14 May 17

ગાંધીનગર: મહેસુલ સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ

વાવઝોડું અત્યંત ગંભીર બની રહ્યું છે, વેરાવળથી 230 કિલોમીટર સાઉથ ઇસ્ટમાં છે

પોરબંદર અને મહુવા વચ્ચે રાત્રે 8 થી 11 વચ્ચે આવશે,

વાવઝોડું તટ પર આવશે તો 155થી 180 કિલોમીટર રહેશે,  

13 કિલોમીટર ની સ્પીડ થી વાવઝોડું આગળ વધી રહ્યું છે

15:59 May 17

કોડીનારના માધવાડ ગામે એક મકાન ધરાશાયી

  • કોડીનારના માધવાડ ગામે એક મકાન ધરાશાયી
  • દરિયા કિનારે આવેલું મકાન મોજાની થપાટથી જમીન દોસ્ત થયું
  • કોઈ જાનહાની નહી
  • 70 ટકા લોકોએ સ્થળાંતર કર્યું

15:58 May 17

અમદાવાદમાં તૌકતેની અસર

  • અમદાવાદમાં તૌકતેની અસર
  • અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
  • આંબાવાડી, નહેરુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ

15:58 May 17

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
  • સાથે જ જાહેર કરાઈ ગાઇડલાઈન
  • લોકોને ગાઇડલાઈનનું પાલન કરવા કરાઈ અપીલ
  • કોર્પોરેશન કંટ્રોલ રૂમના નંબર 7575859176 કરાયા જાહેર

15:20 May 17

જામનગરના નવા નાગના ખાતે આવેલ સેન્ચુરી કેમિકલ સોલ્ટ મીઠા ઉદ્યોગ ખાતે 112 અગરિયાઓ તથા અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા પુર્ણ કરાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં દરિયા કાંઠે વસતા કુલ 2500 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

15:11 May 17

ભાવનગરના અલંગ ખાતે 9 નંબરનું સિગ્નલ લગાવાયું

તૌકતે વાવાઝોડાના પગલે અલંગ બંદર પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું 

અલંગ ખાતે 9 નંબરનું સિગ્નલ લગાવી કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ 

વાવાઝોડા પરિસ્થિતને લઈ SDRFની એક ટિમ અલંગ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ

14:56 May 17

જામનગરમાં ઝૂલેલાલ ચોકમાં વૃક્ષ ધરાશાયી

  • જામનગરમાં ઝૂલેલાલ ચોકમાં વૃક્ષ ધરાશાયી
  • વૃક્ષ પડતા માર્ગ બંધ કરવામાં આવ્યો
  • PGVCLની ટીમ પહોંચી ઘટના સ્થળે

14:55 May 17

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

  • સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

14:45 May 17

તૌકતે માટે મુખ્યપ્રધાને ગાંધીનગર જિલ્લા કલેકટર સાથે અગાઉની તૈયારીને લઈને મિટિંગ કરી

  • તૌકતે માટે મુખ્યપ્રધાને ગાંધીનગર જિલ્લા કલેકટર સાથે અગાઉની તૈયારીને લઈને મિટિંગ કરી
  • તૌકતેના કારણે ગાંધીનગરમાં પણ વરસાદ અને પુરજોશથી પવનની શક્યતા
  • તાલુકાઓમાં કાચા મકાનોમાં રહેતા લોકોને ખસેડવાની કવાયત શરૂ કરાઇ
  • કલોલમાં 10 પરિવારોને ખસેડાયા
  • અગાઉની તૈયારીરૂપે કોવિડ હોસ્પિટલોને પહેલા પ્રાધાન્ય અપાશે
  • વીજ પુરવઠો, પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા સજ્જ કરાઈ,
  • મામલતદાર, ટીડીઓ, ફોરેસ્ટ, વીજ પુરવઠો, નગરપાલિકાના ચીફ વગેરેને તાઉતે મામલે સ્ટેન્ડબાય રહેશે

14:40 May 17

અમદાવાદ: તૌકતે વાવાઝોડું 13 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું છે

  • અમદાવાદ: તૌકતે વાવાઝોડું 13 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું છે
  • કોસ્ટલ એરિયામાં ડેન્જર ઝોન જાહેર કરી દેવાયુ
  • ગુજરાતમાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ અપાયું

13:25 May 17

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે

  • ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે
  • તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 10:30 કલાકે દીવથી 190 કિ.મી. દૂર સ્થિત છે
  • તૌકતે સ્ટ્રોમ ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
  • હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર, આ સાયક્લોન આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 10થી 11 કલાક દરમિયાન પ્રવેશ કરશે
  • 155થી 185  કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્રવેશવાની શકયતા છે.
  • પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી રહી શકે છે.
  • દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

13:22 May 17

કચ્છ: તૌકતે વાવાઝોડાને પગલે NDRFની એક ટીમ પહોંચી માંડવી

25 જવાનોની ટીમ દરિયાઈ વિસ્તારના ગામડાઓનું કરશે નિરીક્ષણ 

તૌકતે વાવાઝોડાને પગલે NDRFની ટીમ તૈનાત કરાઈ

13:15 May 17

પોરબંદર જિલ્લામાં 25000 લોકોનું સ્થળાંતર

  • પોરબંદર જિલ્લામાં 25000 લોકોનું સ્થળાંતર
  • 16,000 લોકોનું સ્થળાંતર થયા પછી ત્રીજા તબક્કામાં પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટાપાયે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી

13:14 May 17

અંબાજી પંથકમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી

અંબાજી પંથકના વાતાવરણમાં આવ્યો પલ્ટો 

વહેલી સવારથી જ વરસાદી માહોલ 

કમોસમી વરસાદની થઈ શરુઆત 

વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

13:02 May 17

વાવાઝોડાની આગાહીની સાથે ભૂકંપના આંચકા અનુભવતું અમરેલી

રીકટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભય નો માહોલ

લોકો પોતાના ઘર મૂકી બહાર દોડી આવ્યા

જે વિસ્તારમાં વાવાઝોડું આવવાનું હોય તે જ વિસ્તારમાં ભૂકંપના આંચકા

12:35 May 17

ભાવનગર: વાવાઝોડાને લઈ ઘોઘામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

  • ભાવનગર: વાવાઝોડાને લઈ ઘોઘામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે
  • ટોટલ 8થી 10 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું
  • તમામ લોકોને ઘોઘા કન્યા શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા
  • સ્થળાંતર કરેલ લોકો માટે તંત્ર દ્વારા હજી સુધી જમવાની વ્યવસ્થા કરવામાં આવતા લોકોમાં રોષ
  • ETV Bharat દ્વારા આ અંગે મામલતદારને રજુઆત કરતા બાળકો માટે તાત્કાલિત ભોજન વ્યવસ્થા કરવા માટેના આદેશ કરવામાં આવ્યો
  • આ ઉપરાંત  સ્થળાંતર કરેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે

12:30 May 17

સુરત શહેરમાં 527 લોકોને સ્થળાંતરિત કરાયા

500થી વધારે હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે

627થી વધુ વૃક્ષનું ટ્રીમિંગ

અલગ -અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો કાર્યરત

39 જેટલા સેલટર હોમમાં લોકોને સુરક્ષિત મોકલાયા છે

દરિયા કિનારાના લોકોને સુરક્ષિત મોકલાયા

33 બસો સહિત 2000 લોકોને તૈનાત કરાયા

12:24 May 17

સુરતમાં સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ ઓલપાડ પ્રશાશન સતર્ક

સુરત સાંસદ તેમજ ઓલપાડ ધારાસભ્ય દાંડી દરિયાકિનારે પહોંચ્યા

દાંડી દરિયા કિનારે પહોંચી NDRFની ટીમની લીધી મુલાકાત

SDM, TDO તેમજ મામલતદાર વાવઝોડાને લઈને વાતચીત કરી

12:21 May 17

તૌકતે વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું 10 નંબરનુ ભયજનક સિગ્નલ

1982 બાદ પ્રથમ વખત દસ નંબરના ભયજનક સિગ્નલનો જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠામાં ઉપયોગ કરાયો 

વાવાઝોડાની તીવ્રતાને લઈને માંગરોળ બંદર પર 10 નંબરનો ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું

12:18 May 17

બોટાદ: તૌકતે વાવાઝોડા ને લઈને બોટાદ જિલ્લાનું તંત્ર સજજ

જિલ્લામાંથી કુલ 2760 લોકોનું સ્થળાંતર કરાવાયું  

બોટાદ - 1675 , ગઢડા - 408, બરવાળા - 391, રાણપુર - 286  

સ્થળાંતર કરાવેલ લોકોને ગામમાં બનાવેલ સેન્ટર તેમજ અમુક લોકો સગાને ત્યા થયા સ્થળાંતર

12:17 May 17

અમદાવાદ: વાવાઝોડું દીવથી 220 કિમી દૂર, રાત્રે વાવાઝોડું ગુજરાત દરિયાકાંઠે ટકરાશે

અમદાવાદ: વાવાઝોડું દીવથી 220 કિમી દૂર

રાત્રે વાવાઝોડું ગુજરાત દરિયાકાંઠે ટકરાશે

160-170થી 185 કિમિ/કલાકની ઝડપથી વાવાઝોડું ટકરાશે

વલસાડ , નવસારી , પોરબંદર , જૂનાગઢ , ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સૌથી વધુ અસર થશે

માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના,

અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી,

18 મી મેના રોજ અમદાવાદ, ગાંધીનગર , બનાસકાંઠા , અરવલ્લી , ખેડા, પાટણ માં ભારે વરસાદ રહેશે,

દિવ થી 20 કિમિ પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાશે

સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ

12:05 May 17

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને લઈને તૈયારીઓ

  • અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને લઈને તૈયારીઓ
  • એક ચેક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તે મુજબ કામ થાય છે
  • ઇલેક્ટ્રિકસીટી બેકઅપ, પાણી માટે બેકઅપ, ઓક્સિજન બેકઅપ તૈયારછે
  • 4 ડિજિટલ જનરેટર પણ તૈયાર રાખવવામાં આવ્યા છે,ઓપરેશનમાં તકલીફ ન થાય..
  • 1200 બેડ હોસ્પિટલમાં 2000 કે.વી. ની જરૂરિયાત છે, આપણી પાસે 8000 કે વી જનરેટર છે
  • ઝાડ નું ટ્રીમિંગ,લુઝ સ્ટ્રક્ચર ઉતારી લીધા છે
  • મંડપ પણ ઉતારી લેવામાં આવ્યા છે, ડોકટરોની ટિમ તહેનાત કરવામાં આવ્યા છે

12:03 May 17

અમદાવાદ: તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક બન્યું

  • અમદાવાદ: તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક બન્યું
  • આરોગ્ય કમિશ્નરે રાજ્યની સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે કરી બેઠક
  • વાવાઝોડા સંદર્ભે બનાવવામાં આવ્યું લિસ્ટ
  • તમામ હોસ્પિટલમાં તકેદારીઓ કરવા આપાઈ સૂચના
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ વાવાઝોડાને લઈ કોઈ તકલીફ ન પડે તે તૈયારી કરવામાં આવી
  • સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરોને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા
  • વાવાઝોડાને સંદર્ભે તમામ ડોક્ટરોએ કેમ્પસ ન છોડવા જણાવવામાં આવ્યું
  • સિવિલમાં દવા સહિત તમામ જથ્થો પૂરતો કરવામાં આવ્યો
  • ઓક્સિજન ટેન્ક સહિત તમામ સાધનો એક્સ્ટ્રા લઈ સ્ટેન્ડ ટૂ કરવામાં આવ્યા
  • ઇલેક્ટ્રિકને લઈ પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી

12:02 May 17

તાપી: જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર થતાં વરસાદ

જિલ્લામાં વાદળછાયું વાતાવરણ

વાતાવરણમાં પલટાં સાથે વરસાદ

ધીમા પવન સાથે જિલ્લામાં ઠેર ઠેર વરસાદી વાતાવરણ

11:48 May 17

સુરતમાં વાવાઝોડાને લઈને એરપોર્ટ કરવામાં આવ્યુ બંધ

હવામાન ખરાબ હોવાને લઇને સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી

સાંજે 6 વાગ્યા બાદ મીટીંગ બાદ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે

સવારે દિલ્લી ચેન્નઇ જાતી ફ્લાઈટ ડાયવર્ટ કરી સુરત એરપોર્ટ લેન્ડ કરવામાં આવી હતી

થોડીવારમાં આ ફ્લાઈટ મુંબઇ ખાતે ડાઈવટ કરવામાં આવી

11:47 May 17

કચ્છ: વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ ખાલી કરાવાયું

દેશનું સૌથી મોટું બંદર કંડલા પોર્ટ વાવાઝોડાને પગલે ખાલી કરાવાયું 

પોર્ટમાં 4 નંબરનું સિગ્નલ લગાવાયું જ

હાજોને ઓટીબીમાં ખસેડાયા 

અત્યારસુધી 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

11:44 May 17

  • સુરતમાં સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ ઓલપાડ પ્રશાશન સતર્ક
  • NDRF દાંડી દરિયાકિનારે પહોંચી ગ્રામજનોને સતર્ક કરાયા
  • તેમજ માછીમારોને પણ હટાવાયા
  • SDM, TDO તેમજ મામલતદાર દાંડી પહોંચ્યા

11:33 May 17

પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો

પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો 

હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાજોડાની જોવા મળી રહી છે અસર 

પાટણ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન 

ભારે પવન સાથે ધીમીધારે વરસાદનું થયું આગમન 

પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

11:25 May 17

આણંદ: NDRFની 2 ટીમ પહોંચી ખંભાત

  • આણંદ: NDRFની 2 ટીમ પહોંચી ખંભાત
  • તૌકતે વાવાઝોડાને પગલે તંત્રએ કરી તૈયારીઓ
  • 1 ટીમ રાલજ અને 1 ટીમ ધુવારણ ખાતે સ્ટેન્ડ બાય
  • જરુરી સુરક્ષા માટેના સાધનો સાથે તૈયાર NDRFના જવાનો
  • વુડન ચેન સો,એંગલ કટર, આરઆર સો,ચિપીંગ હેમર,ડ્રીલ મશીન,બોલ્ટ કટર વગેરે જેવા સાધનો સાથે સજ્જ
  • રબરાઇઝર્ડ બોટ વીથ આઉટ બોર્ડ મશીન લાઇફ જેકેટ,લાઇફ બોય, વગેરે જેવા સાધનો સાથે તૈનાત
  • પુનાથી ખાસ 2 ટીમ મધ્યગુજરાત માટે કરાઇ તૈનાત વાવઝોડાની થયેલ અસર સામાન્ય નહી થાય ત્યાં સુધી રેહશે તૈનાત

11:20 May 17

જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે કાચા મકાનો ઝુંપડામાં રહેતા 13 કુટુંબ 65 લોકોને સલામત સ્થળે પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવેલા છે

  • જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે કાચા મકાનો ઝુંપડામાં રહેતા 13 કુટુંબ 65 લોકોને સલામત સ્થળે પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવેલા છે

11:06 May 17

ગાંધીનગર: તૌકતે વાવાઝોડાંની સંભવિત અસરને લઈ મુખ્યપ્રધાન રૂપાણી સમીક્ષા કરશે

વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીની સમીક્ષા કરશે  

11.30 વાગ્યે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ સાથે ચર્ચા કરશે

જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક વહીવટી તંત્ર સાથે પણ સંવાદ કરે તેવી સંભાવના  

11:04 May 17

જામનગરમાં તૌકતે ચક્રવાતને પગલે 2243 લોકોનું કરાયું સ્થળાંતર

  • જામનગરમાં તૌકતે ચક્રવાતને પગલે  2243 લોકોનું કરાયું સ્થળાંતર
  • આજે સવારના 10:00 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકોને આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવ્યા.
  • 998 જેટલા હોર્ડિંગ્સ ઉતરી લેવામાં આવેલા છે
  • NDRFની 25 જવાન અને બોટ સાથેની એક ટીમ ને જોડીયા અને ધ્રોલ તાલુકામાં તાકીદની બચાવ અને રાહતની કામગીરી અર્થે જોડીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે.

જિલ્લામાં તાકીદની બચવા, રાહતની કામગીરી માટે

  • મહેસુલ વિભાગની - 14
  • ફોરેસ્ટ વિભાગ-4
  • રોડ અને બિલ્ડીંગ - 6
  • PGVCL-8
  • આરોગ્ય વિભાગની- 12  જેટલી QRT ટીમની રચના કરવામાં આવેલી છે.

10:57 May 17

સુરતમાં સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

  • સુરતમાં સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
  • 6 બટાલિયન વડોદરાથી NDRFની ટીમ ઓલપાડ પહોંચી
  • 22 સભ્યો સાથેની એક ટીમ ઓલપાડ ખાતે તૈનાત
  • ઓલપાડ તાલુકાના 28 ગામડાઓને કરાયા છે એલર્ટ
  • NDRFની ટીમ એલર્ટ કરેલ ગામો નું નિરીક્ષણ કરશે

10:55 May 17

સુરત: વાવાઝોડા અંગે કલકેટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, 80 થી 100 કિ.મી પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે

  • સુરત શહેર અને સુવાલી  ગામ વિસ્તારમાં વરસાદની આગાહી
  • કાચા મકાન અને રસ્તાને નુકશાન થઈ
  • ઝાડ પડી શકે છે, ઝીંગા તળાવને પણ નુકશાન થઈ શકે છે.
  • લોકોને સૂચના અપાઈ
  • માછીમારો દરિયામાં ન જાય
  • લોકો દરિયા કિનારે ન જાય.
  • ઝાડ નીચે ઉભા ન રહેવું
  • વીજળી પોળ નીચે ઉભા ન રહેવું
  • કાચા મકાન અને ઝુંપડા માં રહેતા લોકો તંત્રના સેલટર હોમમાં રહે
  • નીંચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય..
  • 1077 પર લોકો કોલ કરી શકશે
  • ઝીંગા તળાવમાં શ્રમિકો નહિ રહે

10:53 May 17

ભાવનગરના ઘોઘા બંદર પર 9 નંબર નું સિગ્નલ લગાવાયું

  • ભાવનગરના ઘોઘા બંદર પર 9 નંબર નું સિગ્નલ લગાવાયું
  • તૌકતે વાવાઝોડાના પગલે ઘોઘા બંદર પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું
  • ઘોઘા બંદર પર 9 નંબર નું સિગ્નલ લગાવી કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ
  • વાવાઝોડા પરિસ્થિતને લઈ NDRFની એક ટિમ ઘોઘા ગામે સ્ટેન્ડ બાય

10:13 May 17

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ

  • અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે.
  • એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, તા.17 મે 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
  • આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે
  • જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

10:07 May 17

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તૌકતે વાવાઝોડા સંદર્ભે ક્યાં પ્રકારનું તકેદારી રાખવી તે જણાવાયું

  • ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી પ્રેસનોટ
  • તૌકતે વાવાઝોડા સંદર્ભે ક્યાં પ્રકારનું તકેદારી રાખવી તે જણાવી
  • તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે ત્યારે તંત્ર સજ્જ
  • વાવાઝોડાને લઈ લોકોને ઘરમાં રહેવા અપીલ
  • તૌકતે વાવાઝોડાને લઈ રેડ ક્રોસે આપી લોકોને સૂચના

અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા નગરજનોને સંભવીત તૌકતે વાવઝોડા અંગે  તા.17.05.2021 થી તા.19.05.2021 સુધી નીચે મુજબ ની ખાસ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે.

1.ઘરના બારી બારણા બંધ રાખવા અને તૂટેલ હાલતમાં હોય તો  રીપેર કરાવી લેવા તેમજ,આપનું રહેણાંકનું મકાન જર્જરિત હાલત માં હોય તો તે  મકાન માંથી વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતાર કરવું.

2.ફાનસ,ટોર્ચ, મીણબત્તી વગેરે સાધનો હાથવગા રાખવા.

3.પીવાના ચોખ્ખા પાણી ની વ્યવસ્થા કરી રાખવી.

4.ઘરમાં જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમના માટે પૂરતી દવાઓની તેમજ ફર્સ્ટએડ બોક્ષ કીટની વ્યવસ્થા કરી રાખવી.તેમજ વડીલો,બાળકો, બીમાર વ્યક્તિઓની વિષેશ સાર સંભાળ રાખવી.

5.મોબાઈલ ફોન તથા ચાર્જેબલ ઇલેક્ટ્રીક વસ્તુઓ ચાર્જ કરીને રાખવી.

6. વાવાઝોડાં ના સમયે મોટા વૃક્ષ અને ઇલેક્ટ્રીક થાંભલાઓ,છુંટા વાયરો  પાસે ઉભા રહેવું નહીં.

7.વીજળી,ટેલિફોન,એક્ષચેન્જ,ટોરેન્ટ પાવર,આરોગ્ય સેવાઓના    ઈમરજન્સી નંબરો હાથવગા રાખવા.

8.વરસાદના કારણે ભરાયેલ પાણી પર વાહન ચલાવવું નહીં

9.અફવાઓથી થી દૂર રહેવું માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.

10.ચક્રવાતના અપડેટ માટે રેડિયો તથા ટીવી પર સમાચારો સાંભળતા રહો.

11.હાલની કોરોના મહામારી અનુસંધાને ગરમ અને હુંફાળુ પાણી પીવાનું રાખો.

12.વાવઝોડા સમયે ગેસ વીજળી કે અન્ય ઈલેક્ટ્રીક વસ્તુઓની મેઈન સ્વિચ બંધ રાખવી.

13.કીમતી ચીજ વસ્તુ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગમાં સાચવીને રાખવા.

14.સ્થાનિક અધિકારીઓ ના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો તથા તેમના તરફથી આપવામાં આવતી સૂચનાનો અમલ કરો.

ઇમરજન્સી નંબરો  

1.ડિઝાસ્ટર મેનેજમેન્ટ-1070

2.ફાયર-101

3.મેડિકલ ઇમરજન્સી-108

4.પોલીસ-100

09:32 May 17

વાવાઝોડા ની વધતી જતી અસર ના કારણે પોરબંદર ના બંદર પર આઠ નમ્બર નું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાની વધતી જતી અસર ના કારણે પોરબંદર ના બંદર પર આઠ નમ્બર નું સિગ્નલ લગાવાયું

09:30 May 17

વડોદરા: તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ

વડોદરા: તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ

કોર્પોરેશન દ્વારા 3 દિવસ માટે બદામડી બાગ ખાતે કંટ્રોલ રમ શરૂ કરાયો

કોર્પોરેશન દ્વારા 79 હોડીગ્સ તાકીદે ઉતારી લેવાયા

પવન ફૂંકાતા જુદા જુદાં વિસ્તારમાં વૃક્ષો ધરાશયી

09:28 May 17

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના 420 લોકોનું સ્થળાંતર કરાયું

  • તૌકતે વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના 420 લોકોનું સ્થળાંતર કરાયું

09:28 May 17

રાજકોટમાં ભુકંપનો આંચકો અનુભવાયો

  • રાજકોટમાં ભુકંપનો આંચકો અનુભવાયો
  • રિકટર સ્કેલ 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો
  • ગત રાત્રીના 3 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો
  • રાજકોટથી દક્ષિણમાં અનુભવાયો આંચકો

09:26 May 17

જામનગરમાં તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ

  • જામનગરમાં તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ
  • જામનગરના દરિયા કીનારેથી 22 ગામોના લોકોનું સ્થળાંતર કામગીરી શરૂ
  • સવાર સુધીમાં 1960 લોકોનું કરાયું સ્થળાંતર
  • દરિયાકાંઠ આસપાસના ગામોમાં સ્થળાંતરની કામગીરી શરૂ

09:26 May 17

કચ્છ: માંડવીનું બીચ બંધ કરવામાં આવ્યું

  • કચ્છ: માંડવીનું બીચ બંધ કરવામાં આવ્યું
  • દરિયાકિનારો સહેલાણીઓ તથા ધંધાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યો
  • 3 દિવસ માટે ધંધાર્થીઓને ધંધો બંધ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું
  • પ્રશાસન દ્વારા લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

09:21 May 17

ગુજરાત અને દમણ તેમજ દીવમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત ભયાનક તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે. જેની 17 તારીખના રોજ સાંજે ગુજરાતના દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. જ્યારે 18 મે ના રોજ સવારે પોરબંદર અને ભાવનગર જિલ્લાના મહુવાથી પસાર થશે. 

09:15 May 17

નવસારીમાં તૌકતે ચક્રવાતને પગલે માછીમારોએ નૌકાઓને દરિયા કિનારે લાંગરી દીધી છે.

નવસારીમાં તૌકતે ચક્રવાતને પગલે માછીમારોએ નૌકાઓને દરિયા કિનારે લાંગરી દીધી છે

09:09 May 17

મોરબી વાવાઝોડાની અસર નવલખી બંદર પર જોવા મળી

  • મોરબી વાવાઝોડાની અસર નવલખી બંદર પર જોવા મળી
  • પવનની ગતિ 25 કિમી થતા ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું
  • નવલખી બંદર પર 8 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું
  • જો કે હજુ સુધી દરિયામાં કરંટ જોવા નથી મળી રહ્યો
  • મોરબી વાવાઝોડાને પહોચી વળવા એસટી વિભાગ સજ્જ
  • મોરબી એસટી વિભાગ દ્વારા 30 બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી
  • બસની સાથે પાંચ-પાંચ ડ્રાઈવર-કંડકટર સ્ટેન્ડબાય રખાયા
  • દાહોદ, ગોધરા, અંબાજી અને વેરાવળ એક્સપ્રેસ બસને જોખમ કારણક પરિસ્થિતિમાં નજીકના ડેપોમાં થંભાવી દેવા સુચના

09:07 May 17

સુરતમાં તૌકેતે વાવાઝોડાની ગતિ વધી ગઈ છે

  • સુરતમાં તૌકેતે વાવાઝોડાની ગતિ વધી ગઈ છે
  • દરિયાઈ તટ વિસ્તારના લોકોને મનપાને સાથ સહકાર આપવા તંત્રની વિનંતી
  • લોકોને પાણી સંગ્રહ કરવા અપીલ
  • 3 કલાકની અંદર વાવાઝોડું સુરત દરિયા કિનારેથી પસાર થશે
  • સુરતમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શકયતા
  • નીંચાણવાળા વિસ્તાર અને દરિયાઈ કાંઠા પર લોકોને નહિ જવા સૂચના
  • મનપા દ્વારા વોરરૂમ શરૂ કરાયો

08:57 May 17

અમદાવાદ તૌકતે વાવાઝોડાની અસર

  • અમદાવાદ તૌકતે વાવાઝોડાની અસર
  • 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે વાવાઝોડું
  • ગુજરાતથી 250 કિમી દૂર છે વાવાઝોડું
  • આજે મોડી રાત્રે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાઈ શકે છે વાવાઝોડું
  • વાવાઝોડાની અસરના કારણે 155-165ની સ્પીડથી ભારે પવન ફૂંકાઇ તેવી શક્યતા

08:56 May 17

ગીર સોમનાથ વેરાવળ બંદર પર ખુબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું

  • ગીર સોમનાથ વેરાવળ બંદર પર ખુબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • ભારે જોરવાળુ વાવાઝોડુ બંદરની ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે
  • જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થશે

08:54 May 17

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર

  • ગીર સોમનાથ જિલ્લામાં જોરદાર ભૂકંપ આંચકો અનુભવાયો
  • વહેલી પરોઢે 3:37વાગ્યે આવ્યો ભૂકંપ રિકટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ઉનાથી 1 કિ. મી.ના અંતરે દેલવાડા તરફ મચ્છુન્દ્રિ નદી નજીક ઇસ્ટ સાઉથ ઇસ્ટ પર કેન્દ્ર બિંદુ
  • વાવાઝોડા અને કોરોના વચ્ચે આવ્યો ભૂકંપ દીવ
  • ઉના અને સુત્રાપાડા વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • ગીર પંથકમાં પણ અનુભવાયો ભૂકંપનો આંચકો
  • ઉનાના વાસોદ ગામે ભૂકંપ આવતા મકાનમાં પડી તિરાડ

Last Updated : May 18, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.