- રાજ્યમાં કોરોનાનો કાળો કહેર યથાવત
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1510 પોઝિટિવ કેસ નોંધાયા
- અમદાવાદમાં સૌથી વધુ 298 કેસો નોંધાયા
- સુરત 212 કેસ, વડોદરામાં 132, રાજકોટમાં 93 કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાયરસના આંકડામા ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પણ અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોના પોઝિટિવ વાયરસ વધુ વકર્યો છે.આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1510 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે કર્ફ્યૂ ગ્રસ્ત અમદાવાદ શહેરમાં 298 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત નિપજ્યા છે.
રિકવરી રેટ 91.28 ટકા થયો, રિકવરી રેટમાં વધારો નોંધાયો
રાજ્યમાં કોરોના વાયરસના કુલ 2,15,819 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 1627 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,96,992 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો જે વધીને આજે 91.28 ટકા થયો છે.
રાજ્યમાં 5.38 લાખ લોકો કોરોન્ટાઇન
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે 4 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1510જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4049 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજની પરિસ્થિતિ મુજબ 5,38,347 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા જ્યારે આજે 5,38,392 લોકોને વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
1066.52 પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એના માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,735 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1066.52 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થાય છે, ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 81,02,712 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે.